મિત્રો તમે ગેસ સીલીન્ડરના બુકિંગ અંગે તો જાણતા જ હશો. તમે ફોન દ્રારા ગેસ સીલીન્ડર બુક કરી શકો છો. તમારા માંથી મોટાભાગના લોકો ગેસ સીલીન્ડરને બુકિંગ કરીને ઘરે લાવતા હોય છે. પણ હવે તમે whatsapp દ્રારા પણ ગેસ સીલીન્ડર બુક કરીને ગેસ સીલીન્ડર મેળવી શકશો. આ સુવિધા Bharat Gas ના ગ્રાહકો માટે ખોલવામાં આવી છે. પરંતુ તમને સાથે એ પણ જણાવી દઈએ કે તમે અન્ય સુવિધાઓનો લાભ પણ લઈ શકશો. ચાલો તો આ સુવિધાઓ અંગે વિસ્તારથી વાત કરીએ.
તમને એ જણાવતા આનંદ થાય છે કે ભારત પ્રેટ્રોલિયમ કોર્પોરેશન લીમીટેડનું એલપીજી બ્રાંડ ભારત ગેસ એલપીજી સીલીન્ડર તેના ગ્રાહકો માટે ઘણી સારી એવી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે. આથી જ ભારત ગેસના ગ્રાહકો હવે whatsapp દ્રારા પણ ગેસ સીલીન્ડર બુક કરાવી શકશે. બીપીસીએલ ઇન્ડિયન ઓઈલ પછી દેશની બીજી સૌથી મોટી રાષ્ટ્રીય ઓઈલ માર્કેટિંગ કંપની છે. ભારત પેટ્રોલીયમના 7.1 કરોડ જેટલા એલપીજી ગ્રાહક મિત્રો છે.
બીપીસીએલની આ સુવિધાનો લાભ દેશભરના ગ્રાહક whatsapp દ્રારા ગેસ સીલીન્ડર બુક કરાવી શકશે. આ whatsapp બુકિંગ કંપનીમાં ગ્રાહકના રજીસ્ટર મોબાઈલ નંબર દ્રારા બીપીસીએલના સ્માર્ટલાઈન નંબર 1800224344 પર કરી શકશે. આ સિવાય અમે તમને જણાવી દઈએ કે આજકાલ whatsapp એ દરેક ઉંમરના લોકો માટે ઘણો લોકપ્રિય મેસેજ વ્યવહાર બની ગયો છે. આથી જૂની તેમજ નવી પીઢી બંને whatsapp વિશે ઘણું જાણે છે, આથી આ બુકિંગ whatsapp દ્રારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ ગેસ સીલીન્ડર બુક કરવા માટે પહેલા તો ગ્રાહક મિત્રોએ પોતાના રજીસ્ટર મોબાઈલ નંબર પરથી કંપનીના whatsapp નંબર 1800224344 પર ‘Hi’ નો મેસેજ કરવો પડશે. જ્યારે તેને વિવિધ જાણકારી તે જ મોબાઈલ નંબર પર જાણ કરવામાં આવશે. whatsapp મેસેજ પછી ગ્રાહકને એક કન્ફરમેશન મેસેજ પ્રાપ્ત થાય છે. આ સાથે જ લીંક પણ પ્રાપ્ત થાય છે. જેના પર રીફીલ દ્રારા ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે. આ ઓનલાઈન પેમેન્ટ ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, યુપિઆઈ અથવા તો અમેજન જેવા પેમેન્ટ એપ્સ દ્રારા કરી શકાશે.
આ ઉપરાંત તમે આ એપ દ્રારા ભારત ગેસના ગ્રાહક ઘરે બેઠા જ બજાર અથવા તો વિતરકના ક્ષેત્રમાં સીલીન્ડરની કિંમત જાણી શકશે. આ સિવાય કંપનીના whatsapp બિઝનેસ ચેનલમાં ઘણા અન્ય વિકલ્પ પણ આપ્યા છે. આમાં વિકલ્પમાં રીફીલ ડીલીવરી સ્ટેટ્સ, વિતરણ સ્થિતિ જાણવી, આપાતકાલીન સંપર્ક સુવિધા, શિકાયત દર્જ કરવી, ફીડબેક આપવી, સીલીન્ડરની કિંમત જાણવી, સુરક્ષા સંબંધી વિડીયો જોવા, ભાષા પણ બદલી શકાય છે. આસિવાય ભારત ગેસ સીલીન્ડરના ગ્રાહક પોતાના રજીસ્ટર મોબાઈલ પરથી 7710955555 પર મિસ કોલ આપીને પણ બુકિંગ કરાવી શકે છે.