મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે કોઈ પણ ભૌતિક સુખ-સાધન હોય તે આપણને સુખ આપે ત્યાં સુધી સુખ જ આપે. પરંતુ ઘણી વાર એ બધા જ ભૌતિક સુખ સાધનના કારણે આપણી સમસ્યામાં વધારો થઈ જાય છે. એટલું જ નહિ પરંતુ આપણો જીવ પણ જોખમમાં મુકાય જાય છે. તો તામિલનાડુમાં એક એવી જ ઘટના સામે આવી છે. જે ઘટના લગભગ દરેક લોકોને એક સીખ આપી જાય છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
મિત્રો ચાર્જિંગ દરમિયાન મોબાઈલમાં આગ લાગવાની ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. તેઓ જ એક હાદસો તમિલનાડુમાં સામે આવ્યો છે. ત્યાં મોબાઈલ ફોનના ફાટી જવાના કારણે બે બાળકો અને એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે. આ મોટી ઘટના તમિલનાડુના કરુર જીલ્લાના રાયનુરની છે. જ્યાં સોમવારે ફોન ફાટી જવાથી આખા ઘરમાં આગ લાગી ગઈ અને પરિવારની મુથુલક્ષ્મી નામની મહિલા અને તેના બે બાળકો રણજીત જેની ઉંમર 3 વર્ષ અને દક્ષિત જેની ઉંમર 2 વર્ષ હતી. તેઓ આગની લપેટમાં આવીને મૃત્યુ પામ્યા હતા. જેનું મુખ્ય કારણ હતું મોબાઈલ.
રિપોર્ટ અનુસાર રવિવારની રાત્રે મુથુલક્ષ્મીએ મોબાઈલને ચાર્જિંગ પર લગાવ્યો અને પોતાના બંને બાળકોની સાથે સુઈ ગઈ. પરંતુ રાત્રે અચાનક જ મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો અને તેના કારણે ઘરમાં આગ લાગી ગઈ અને ઘરમાં સુઈ રહેલા બાળકો અને સાથે મહિલા આગમાં સળગીને મૃત્યુ પામ્યા. એવું જાણવામાં આવી રહ્યું છે કે, રાત્રે લોકો સુતા હોવાના કારણે આગની કોઈને ખબર ન પડી અને આ ઘટના બની ગઈ.
સવાર થતાની સાથે જ્યારે લોકોને આગની જાણ થઈ કે તરત જ તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસની મદદથી મહિલા અને તેના બંને બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતાની સાથે જ જાણ થઈ કે, મહિલાનું મૃત્યુ પહેલા જ થઈ ચુક્યું છે અને તેના બાલકોનો ઈલાજ થઈ રહ્યો હતો એ દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. એવી જાણકારી પણ મળી છે કે એ મહિલા પોતાના પતિથી અલગ રહેતી હતી.
આ કેસને લઈને પોલીસનું કહેવું છે કે, ઘટના સ્થળ પરથી સળગી ગયેલો મોબાઈલ ફોન બરામદ કરવામાં આવ્યો છે. પોલીસને શરૂઆતી તપાસમાં એવું લાગી રહ્યું છે કે મોબાઈલ બ્લાસ્ટ થયો છે. પરંતુ પોલીસનું કહેવું છે કે, તે મામલાની તપાસ થઈ રહી છે. જેની તપાસ પોલીસ આગળ કરી રહી છે. આ આખી ઘટના પરથી આપણને જાણવા મળે છે કે, આપણે ક્યારેય ભૂલથી પણ રાત્રે મોબાઈલને ચાર્જિંગમાં મુકીને ન સુવું જોઈએ. તેનાથી આપણો જીવ જોખમાય છે. માટે તમારી સુરક્ષા માટે મોબાઈલને રાત્રે ચાર્જિંગમાં ભૂલથી પણ ન મુકવો.