શાકભાજીનું સેવન આપણા માટે ખુબ જ ફાયદાકારક છે. આખી દુનિયામાં ઘણી અલગ અલગ પ્રકારની સબ્જી બનાવવામાં આવે છે. જો કે દરેક સબ્જીનું સેવન કરવું સંભવ નથી. તમે ફળીનું સેવન કદાચ કર્યું હશે. પણ શું તમે ફળી જેવી દેખાતી સાંગરીનું શાક ખાધું છે ? જો નથી ખાધું તો તેને જરૂર ખાવું જોઈએ. આજે અમે તમને આ લેખમાં સાંગરી સબ્જીના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું.
સાંગરી રાજસ્થાનમાં ખાવામાં આવતી એક મશહુર સબ્જીમાંથી એક છે. રાજસ્થાનના લોકો તેને ખુબ જ પસંદ કરે છે. સાથે તે સ્વાદમાં ટેસ્ટી હોવાથી સાથે અનેક પોષક તત્વોથી પણ ભરપૂર છે. આ સબ્જીનું સેવન કરવાથી શરીરમાં થતા અનેક રોગો દૂર થઈ શકે છે.
આમ શાકાહારી ભોજનના રૂપમાં તે જેસલમેરમાં વધુ લોકપ્રિય છે. આ સબ્જી તમારા શરીરને આંતરિક રૂપે ઠંડક આપે છે. રાજસ્થાનમાં તેને ખેજરી ટ્રી ના નામે પણ ઓળખવામાં આવે છે. આ સબ્જીના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે, સાંગરી ફળીની જેમ 3 થી 4 ઇંચ લાંબી હોય છે, તેની સબ્જી તેલમાં કરવામાં આવે છે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.
રોગ પ્રતિરોધક ક્ષમતા :
સાંગરીનું શાક ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુનિટી વધારવામાં ઘણી મદદ મળે છે. તેમાં મેગ્નેશિયમની વધુ માત્રા મળે છે. જે ઇમ્યુનિટીને મજબુત બનાવે છે. આ સિવાય તેમાં ઝીંક પણ રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદ કરે છે. સાંગરી તમારા હાડકાઓ મજબુત કરવાનું કામ કરે છે. જુના સમયથી જ ગ્રામીણ વિસ્તારોમાં તેનું સેવન કરવામાં આવતું હતું. આજે કોરોના મહામારીથી બચવા માટે લોકો તેનું સેવન ખુબ કરી રહ્યા છે.કોલેસ્ટ્રોલ :
કોલેસ્ટ્રોલ આજના સમયની ઘણી બીમારીઓનું કારણ બની ગયું છે. તેવામાં રાજસ્થાનની આ લોકપ્રિય સબ્જી તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી હૃદય રોગ વધવાની આશંકા પણ ઓછી થઈ જાય છે. સાંગરી માત્ર કોલેસ્ટ્રોલ જ નહિ પણ હૃદયની ગતિ અને ઉચ્ચ રક્તચાપને પણ સંતુલિત રાખે છે. તેમાં મળતું સિરેનીન સી તમારા કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડે છે. કોલેસ્ટ્રોલ ઘટવાથી તમે વજન વધારાથી બચી શકો છો. તમારે તેનું સેવન જરૂર કરવું જોઈએ.
પાચનતંત્ર :
સાંગરી પેટની બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવવાનો સારો એવો વિકલ્પ છે. સાંગરીમાં પ્રોટીનની સાથે ફાઈબર પણ રહેલ છે. તેમાં રહેલ ફાઈબર તમારી પાચનક્રિયા સારી કરે છે અને ખોરાક પચાવવામાં મદદ કરે છે. ફાઈબર તમારા મળને ભારે બનાવીને તેને ત્યાગવામાં પણ મદદ કરે છે. સાથે તેમાં મેગ્નેશિયમ પણ મળે છે, જે તમને કબજિયાત જેવી સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સાંગરી સબ્જી ખાવાથી તમારું પેટ ભરેલું રહે છે, જેનાથી તમને ઓછી ભૂખ લાગે છે અને વજન પણ ઓછું થાય છે.
હાડકા માટે :
સાંગરીનું શાક ખાવાથી હાડકાઓને ઘણો ફાયદો થાય છે. ઝીંક હાડકાઓની મજબુતી માટે ખુબ જ મહત્વપૂર્ણ મીનીરલ છે. આ તમારા બોન મેટાબોલિઝ્મ અને સ્કેલેટન ગ્રોથમાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે જ સાંગરીમાં મળતું મેગ્નેશિયમ બોન ડેસીટીને વધારે છે. સાથે જ ઓસ્ટીઓપોરોસીસના ખતરાને પણ ઓછું કરે છે.
ન્યુટ્રીએન્ટથી ભરપુર :
સાંગરીના શાકમાં શરીર માટે જરૂરી લગભગ બધા ન્યુટ્રીએન્ટ મળે છે. જે તમારા હાડકાઓથી લઈને હાર્ટ સુધી ખુબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમની સાથે ઝીંક અને કેલ્શિયમની માત્રા પણ હોય છે. તમારે પણ આ સબ્જીનો પ્રયોગ એક વખત જરૂર કરવો. તેનાથી તમને ઘણા લાભ થશે.સાંગરીનું શાક બનાવવાની રીત :
સાંગરીનું શાક બનાવવા માટે જરૂર અનુસાર સાંગરી લો. આ સાથે જ જીરું, મરચા, કોથમીર, લાલ મરચું, તેલ અને ગરમ મસાલો લો. હવે સાંગરીને ગેસ પર મુકીને તેને ઉકાળી નાખો. એક વાસણમાં તેલ નાખીને ગેસ પર મુકો, તેમાં બધી સામગ્રી નાખીને તેનો વઘાર કરી લો. હવે સાંગરીને વાસણમાં નાખીને તેમાં થોડું પાણી નાખો. તમે ઈચ્છો તો તેના સ્વાદમાં વધારો કરવા માટે ઉપરથી પણ ઘણી સામગ્રી નાખી શકો છો. તૈયાર થઈ જશે તમારું સાંગરીનું શાક તૈયાર થઈ ગયું.
આમ સાંગરીનું શાક તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. તેમાં મળતા અનેક પોષકતત્વો તમારી તંદુરસ્તી જાળવવામાં તમારી મદદ કરે છે. તેથી તેનું સેવન જરૂર કરવું જોઈએ. તેનાથી તમે પોતાની ઇમ્યુનિટી પણ વધારી શકો છો. તેમજ શરીરને જરૂરી બધા જ પોષકતત્વો સાંગરીમાં રહેલા છે. જે તેનો સૌથી મોટો ગુણ છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી