ચીનથી આવેલા ઉંદરોએ ઓસ્ટ્રેલિયામાં મચાવી ભયાનક તબાહી, જે કોઈ વિચારી પણ ન શકે. ભારત પાસે લઈ રહ્યું છે મદદ..

ઓસ્ટ્રેલિયામાં હાલના દિવસોમાં ઉંદરોનો આંતક ચાલી રહ્યો છે, જેને ઘણા દાયકાઓમાં સૌથી મોટો આતંક માનવામાં આવે છે. સોશિયલ મીડિયાથી લઈને મુખ્યધારા મીડિયા સુધી આવા વિડીયો ખુબ જ ઝડપથી આવી રહ્યા હતા, જ્યાં ઘરોના ફર્શથી લઈને જ્યાં પણ અનાજ પડ્યું હોય ત્યાં ફક્ત ઉંદરો જ દેખાતા હતા. કેટલાક લોકોને તો ઉંદરોએ કરડી પણ ગયા હતા અને હોસ્પિટલોમાં તો ઉંદર કરડ્યા હોય તેવા અનેક કેસો આવી રહ્યા હતા. ઉંદરોની સંખ્યામાં અચાનક વધારો થવાથી સરકાર પણ ચોંકી ગઈ હતી. આમ, તો આ દેશોમાં ઉંદરોથી થતો વિનાશ એ કોઈ નવીન વાત ન હતી.

ઉંદરોનો પહેલો આંતક આ સમયે શરૂ થયો હતો : આ તો છે ઓસ્ટ્રેલિયાના તાજા સમાચાર, પરંતુ વિચારવાની વાત તો એ છે કે, શા કારણથી આ દેશમાં ઉંદરોનો આતંક થયો હતો. તે જાણવા માટે ઇતિહાસમાં જવું પડે. ઓસ્ટ્રેલિયામાં પહેલા એક પણ ઉંદર ન હતા. પહેલી વાર 1787 માં જોવામાં આવ્યા. તપાસ કરતાં જાણવામાં આવ્યું કે, આ ઉંદરો બ્રિટેનથી વ્યાપાર દરમિયાન વહાણ દ્વારા ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા હતા.ઉંદર ચીનની ભેટ માનવામાં આવે છે : રસપ્રદ વાત એ છે કે, વિશ્વના લગભગ તમામ દેશોમાં ઉંદરો ચીનથી ફેલાવવાનું માનવામાં આવે છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં ઉંદરો ચીનની પેદાશ છે. ઇતિહાસકારોના મતે, લગભગ 2000 વર્ષ પહેલા ચીનના લીધે એક ખાસ પ્રકારનો પ્લેગ બીજા દેશોમાં પહોંચવાનું શરૂ થયું હતું.

ઘણી વાર વ્યાપાર દરમિયાન જાણ્યે-અજાણ્યે વહાણો દ્વારા આ બધું ફેલાતું હોય છે. તેનું પ્રમાણ 1347 માં મળ્યું હતું, જ્યારે ઇટલીમાં ચીનથી આવેલ વહાણોમાં તેની સાથે ઉંદરો પણ આવ્યા હતા આ પછી ઈટલી પૂરી રીતે પ્લેગના ઝપેટમાં આવી ગઈ હતી. લગભગ 5 વર્ષ પહેલા ચીનથી આવેલ તે વહાણો દ્વારા જેમાં ઉંદરો આવ્યા હતા તે ઉંદરોથી 20 મિલિયનથી પણ વધારે લોકોનું મૃત્યુ થયું હતું. પછીથી વહાણોને ડેથ શિપ તરીકે ઓળખવામાં આવતું હતું, જો કે ચીનથી વ્યાપાર આ પછી પણ ચાલુ જ રહ્યો હતો.

અનાજનું સૌથી મોટું નુકશાન વર્ષ 1993 માં જોવા મળ્યું હતું : હવે ચાલો ઓસ્ટ્રેલિયા પાછા આવી એ, યુકે પોર્ટમાઉથથી 1787 માં જહાજો ઉભા રહ્યા, કે તરત જ ઉંદરો પણ આવ્યા હતા. આ પછી લગભગ દર વર્ષે અહીં ઉંદરોનો આંતક જોવા મળતો હતો. ખાસ કરીને પાક જ્યારે પાકવા પર હોય ત્યારે અને તેના ભંડારણ દરમિયાન ઉંદરો ખુબ જ ઝડપથી આવે છે. આમ, તો દર સિઝનમાં અનાજને ખાય જ છે, પરંતુ સૌથી વધારે નુકશાન 1993 માં થયું હતું, જ્યારે ઓસ્ટ્રેલિયાના અનેક રાજ્યોમા 96 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના અનાજને ઉંદરોએ ખરાબ કરી નાખ્યું હતું.પ્રાણીઓ અને કારખાના પર પણ હુમલો : અન્નનું નુકશાન તો થયું જ હતું, પણ તેની સાથે ઉંદરોએ મુર્ગીઓ અને ગાય-ભેંસો પર પણ હુમલો કર્યો હતો, જેના કારણે પ્રાણીઓ બીમાર થઈ ગયા હતા અને તેનું સોલ્યુશન એ થયું કે ઉંદરોના કારણે ચેપ વધતો જતો હતો, અને તેથી જ પ્રાણીઓને મારવા પડતાં હતા. પરંતુ 1993 માં તો ઉંદરોએ ખુબ જ નુકશાન કરી નાખ્યું હતું. ઉંદરોના જુંડો રબર અને ઇલેક્ટ્રીકલ કારખાના પર અને સ્ટોર સુધી પણ પહોંચી ગયા હતા અને તેથી ખુબ જ નુકશાન થયું હતું. કારો અને ઇમારતોને પણ તે વર્ષ દરમિયાન ખુબ જ નુકશાન થયું હતું. આજ સુધી ઓસ્ટ્રેલિયન સરકાર તે થયેલ નુકશાન વિશે કશું જાણી શકી નથી, કે ન તો નુકશાનનો ઉકેલ કરી શકી છે.

વર્ષ 2020 થી વધવા લાગ્યું હતું : જો તાજા સમાચાર વિશે વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયામા પાછળના વર્ષના મધ્યમથી જ ઉંદરોની સંખ્યા વધવા લાગી છે, તે દરમિયાન ત્યાં પાક પકવાનો સમય હોય છે. દર વખતની જેમ, તેમને ફસાવવા અને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વખતે પણ આ પ્રયાસ નિષ્ફળ ગયો. વર્ષ 2020 થી ઉંદરોની સંખ્યા વધવા લાગી, અને અત્યાર સુધી પણ તેની સંખ્યા વધતી જ જાય છે.

દરેક જગ્યા પર ઉંદરો જ દેખાય : ન્યૂ સાઉથ વેલ્સ અને કિંસલેંડ જેવા શહેરોમાં એકા એક લાખોની સંખ્યામાં દરેક જગ્યા પર ઉંદરો જ જોવામાં મળે છે. તે ખેતરોમાં અથવા તો ખાલી જગ્યાઓ પર અને કબાટો પર જ સીમિત નથી, પરંતુ ઘરોમાં, ભોજનના સામાનમાં, હોસ્પિટલોમાં અને એટલું જ નહિ પણ ઉંદરો અંગત અને સાર્વજનિક વાહનો પર પણ જોવા મળે છે. લોકો પોતે જ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે છે અને બતાવે છે કે તેઓના ઘરોમાં કેટલીક જગ્યાઓ પર ઉંદરો છે. એટલું જ નહિ દરેક ઘરનો એક સદસ્ય તો ઉંદરો પકડવાનું જ કામ કરે છે અને તેનો વિડીયો પણ લોકોને  શેર કરે છે.મહામારી ફેલાવવાની શંકા : લોકોને ફક્ત અનાજ અને અન્ય સામાન બગડવાનો જ ભય છે એવું નથી, પરંતુ તેની સાથે લોકોને મહામારી ફેલવાનો ભય પણ છે. આ તે સમય છે કે, જ્યારે વિશ્વ આજ કોરોના મહામારીની ઝપેટમાં છે. તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયામાં ઘણા રાજ્યોમાં તો ટાંકીઓની અંદર પણ ઉંદરો મરેલા જોવા મળ્યા હતા, આ પછી આ શંકા ખુબ જ વધી ગઈ હતી.

શું કરી રહી છે સરકાર : ઉંદરોને મારવાની દરેક કોશિશો નિષ્ફળ થઈ રહી છે. તેવામાં ઓસ્ટ્રેલિયા ભારત પાસે મદદ માંગી રહી છે. ખરેખર, એવું છે કે, ભારતથી જ ઉંદરો મારવાની દવા મોકલવામાં આવે છે. હિન્દુસ્તાન ટાઇમ્સે આ મામલામાં ઓસ્ટ્રેલિયાઇ રાજ્ય કૃષિ મંત્રી એડમ માર્શલના કહ્યા મુજબ ન્યૂ સાઉથ વેલ્સની સરકારે ભારત પાસે લગભગ 5000 લિટર ઉંદરોને મારવાની દવા મંગાવી હતી. Bromadiolone નામની આ દવા પર તો પ્રતિબંધ છે, પરંતુ ઉંદરોને મારવા માટે આ દવાને દુનિયાની બેસ્ટ દવા માનવામાં આવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment