મિત્રો લગભગ મોટાભાગના લોકો દૂધનું સેવન કરતા જ હોય છે. તેમજ તમે દૂધ પીવાથી થતા ફાયદાઓ વિશે પણ જાણતા જ હશો. જો કે દરેક લોકો દુધમાં કંઈને કંઈ ઉમેરીને તેનું સેવન કરે છે. આવો જ એક ઉપયોગ છે આદુ વાળું દૂધ. આ દૂધ પીવાથી તમને શો ફાયદો થાય છે તેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
આદુના ફાયદા વિશે તો દરેક લોકો જાણે છે. તેની અંદર મળતા એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ શરીરને અનેક બીમારીઓ જેવી કે વાયરલ, ફ્લૂ, શરદી, તાવ, ઉધરસ, પેટની કેટલીક સમસ્યાઓ વગેરેથી છુટકારો અપાવે છે. પણ જો આદુનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો તે શરીરને અનેક રીતે ફાયદો કરે છે. આદુ અને દુધમાં અનેક પોષક તત્વો રહેલા છે. આજે અમે તમને આ લેખમાં દુધ અને આદુનું એક સાથે સેવન કરવાથી થતા ફાયદા વિશે જણાવશું.ઇમ્યુનિટી :
જ્યારે શરીરમાં તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે તો તમને ખુબ જ જલ્દી શરદી, ઉધરસ, તાવ, વાયરલ, વગેરે થવાની સંભાવના વધી જાય છે. આથી તમારી ઇમ્યુનિટી મજબુત હોવી ખુબ જરૂરી છે. આદુની અંદર એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલ છે જે શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાને ખતમ કરીને શરીરને સંક્રમણથી બચાવે છે. તેવામાં જો આદુ અને દૂધનું એક સાથે સેવન નિયમિત રીતે કરવામાં આવે તો તે તમારી ઇમ્યુનિટીને મજબુત કરે છે.
કબજિયાત :
ઘણા લોકોને કબજિયાતની તકલીફ, પેટમાં દુઃખાવાની તકલીફ, એસીડીટીની સમસ્યા, એસિડ રિફ્લક્સની પરેશાની રહેતી હોય છે. આ સમયે લોકો પોતાની આ તકલીફ આદુની મદદથી દુર કરી શકે છે. આદુની અંદર ફાઈબર સારા એવા પ્રમાણમાં રહેલ હોય છે જે મળને બહાર કાઢવામાં મદદ કરે છે. આમ તેના ઉપયોગથી પાચન ક્રિયા સારી રહે છે.પેટના દુઃખાવામાં :
એ વાત તો આપણે જાણીએ છીએ કે આદુમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલ છે, પણ શું તમે એ જાણો છો કે, આદુ એન્ટી ફંગલનો પણ સારો એવો સ્ત્રોત છે. આમ તે પેટની અનેક સમસ્યાઓથી રાહત અપાવી શકે છે, જો કોઈ વ્યક્તિ પેટના દુઃખાવાથી પરેશાન છે તો તે આદુ વાળા દૂધનું સેવન કરીને આ સમસ્યા દુર કરી શકે છે.
ઓસ્ટીયોપોરોસિસની સમસ્યા :
તમને જણાવી દઈએ કે દુધમાં કેલ્શિયમ અને પોટેશિયમ રહેલા હોય છે. જ્યારે આદુ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપુર હોય છે. જો કોઈ વ્યક્તિ ઓસ્ટીયોપોરોસિસની સમસ્યાથી પીડિત છે તો દુધમાં રહેલ કેલ્શિયમ અને પોટેશિયમ હાડકાઓને મજબુત કરે છે. સાથે જ આદુની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હાડકામાં આવતા સોજાને પણ દુર કરે છે. તેવામાં ગઠીયાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે આદુ વાળું દૂધનું સેવન કરી શકાય છે.ગળાના ઇન્ફેક્શન :
ઘણા લોકોને ગળા સંબંધિત પરેશાની રહેતી હોય છે. જેમ કે ઉધરસ, કફ જામવો, બલગમ જેવા ગળાના ઇન્ફેક્શનને કારણે લોકોને બોલવામાં પણ પરેશાની રહે છે. જો તમે પણ આ સમસ્યાથી પીડિત છો તો તમારે નિયમિત રીતે આદુ વાળું દૂધનું સેવન કરવું જોઈએ. આદુનું દૂધ પીવાથી ગળાની ખરેડી દુર કરવાની સાથે ગળાના ઇન્ફેક્શન, કફ, બલગમ કાઢવામાં પણ મદદ મળે છે. આદુના દૂધનું સેવન રાત્રે કરો અને એક કલાક સુધી પાણી ન પીવું જોઈએ.
આ સિવાય તમને જણાવી દઈએ કે આદુની તાસીર ગરમ હોય છે આથી તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈએ. તેમજ અમુક બીમારીથી પીડિત લોકોએ પણ આ દૂધનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
Help ful…