શું તમે પણ દરરોજ ખાલી પેટ ફળોનું સેવન કરો છો ? જો ન કરતા હો તમને જણાવી દઈએ કે દરરોજ ખાલી પેટ ફળોનું સેવન કરવાથી તમને અનેક ફાયદાઓ થાય છે. તેના સેવનથી તમે સંપૂર્ણ રીતે તંદુરસ્ત રહો છો. તેમજ ખાલી પેટ ફળ ખાવાથી પેટ સંબંધી સમસ્યા દુર થાય છે. તેમજ તેનાથી ફેફસાનું ઇન્ફેક્શન પણ ઓછું થાય છે. આમ તમારે ફેફસાને સ્વસ્થ રાખવા માટે ખાલી પેટ એવા ફળનું સેવન કરવું જોઈએ જેમાં ફાઈબરની ઉચ્ચ માત્રામાં રહેલું હોય.
સાથે જ સવારના સમયે ખાટા ફળો ખાવાથી બચવું જોઈએ. કારણ કે આવા ફળો પેટમાં એસીડીટી અને ગેસ કરે છે. જેનાથી શ્વાસ ફૂલવાની સમસ્યા થઈ શકે છે. જ્યારે ફાઈબર યુક્ત ફળોનું સેવન કરવાથી તમને કોઈ પરેશાની નથી થતી. પણ તે તમારા શરીરને ડિટોક્સ કરે છે. શરીરના બધા જ વિષાક્ત પદાર્થ બહાર કાઢે છે. ખાલી પેટ ફળનું જ્યુસ પીવાથી શરીર સ્વસ્થ રહે છે.
હાલ કોરોના સંક્રમણ લોકોમાં ખુબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેવામાં જો તમે કોરોનાથી સંક્રમિત થઈ જાવ છો તો, તેનાથી તમારા ફેફસાને નુકસાન થઈ શકે છે. કોરોના સંક્રમણ થવાથી ફેફસામાં સંક્રમણ ફેલાઈ છે. તેવામાં પોતાના ફેફસાની જલ્દી રીકવરી માટે દરરોજ ખાલી પેટ થોડા ફળોનું સેવન કરવું જોઈએ. આમ દરરોજ ખાલી પેટ ફળ ખાવાથી ફેફસાને સુરક્ષિત કરી શકાય છે.
પપૈયા :
ફેફસાના ઇન્ફેક્શનને ઓછું કરવા માટે દરરોજ સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે. તમે સરળતાથી તેને ખાલી પેટ ખાઈ શકો છો. તેનાથી તમારા શરીર પર કોઈ આડઅસર નથી થતી. પપૈયામાં પાચક એન્ઝાઇમ હોય છે, તે શરીરમાં પાચન શક્તિ મજબુત બનાવે છે. પાચન કરવામાં મદદ કરે છે. તે ફેફસામાં જામેલ ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. જેના કારણે ફેફસા ઇન્ફેક્શન પછી ધીમે ધીમે રિકવર થવા લાગે છે. દરરોજ સવારે ખાલી પેટ પપૈયાનું જ્યુસ પીવાથી પેટમાં ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યાઓ ઠીક થઈ જાય છે. એટલું જ નહિ પણ પપૈયામાં વિપુલ પ્રમાણમાં ફાઈબર હોય છે સાથે જ તેમાં કેલેરી પણ ઓછી હોય છે. તેમજ વજન ઘટાડવામાં તે મદદ કરે છે. આમ દરરોજ સવારે ખાલી પેટ પપૈયા ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ કંટ્રોલમાં રહે છે.
સફરજન :
દરરોજ એક સફરજન ખાવાથી તમે હંમેશા તંદુરસ્ત રહો છો. તેથી તમારે દરરોજ એક સફરજન જરૂર ખાવું જોઈએ. તમે દરરોજ સવારે ખાલી પેટ સફરજનના જ્યુસનું સેવન કરી શકો છો. તેમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર રહેલ છે. જે પેટની સારી રીતે સફાઈ કરે છે. સફરજન ખાવાથી ફેફસા એકદમ સ્વસ્થ અને સાફ થઈ જાય છે. આ સિવાય સફરજનમાં વિટામિન અને મિનરલ્સ પણ મળે છે. જે શરીરને ફાયદો કરે છે. જો તમારા ફેફસામાં ઇન્ફેક્શન છે તો તમે દરરોજ સવારે ખાલી પેટ સફરજનનું સેવન જરૂર કરો. તેનાથી ફેફસાની રિકવરી જલ્દી થાય છે. તમે સવારે સફરજનનું જ્યુસ પણ પીય શકો છો. તેનાથી કોઈ નુકશાન નહિ થાય.
કિવી :
કિવી ખુબ ફાયદાકારક ફળ છે. તેમાં ઘણા વિટામિન, મિનરલ્સ, મળે છે. દરરોજ સવારે ખાલી પેટ કિવી ખાવાથી તમે હંમેશા સ્વસ્થ રહો છો. કિવી બ્લડ પ્લેટલેટ્સ વધારવામાં મદદ કરે છે. એટલું જ નહિ દરરોજ કિવી ખાવાથી ઇન્ફેક્શન પણ ઓછું થવા લાગે છે. સવારે ખાલી પેટનું જ્યુસ પીવાથી ફેફસા પર જામેલ ગંદકી બહાર નીકળી જાય છે. તે શરીરને પૂરી રીતે ડિટોક્સ રાખે છે. કીવી ફાઈબરથી ભરપુર હોય છે જે પેટના રોગોને પણ દુર કરે છે. સાથે જ દરરોજ સવારે એક કિવી ખાવાથી તમારું પેટ ભરેલું રહે છે. તેથી તમારું વજન પણ ઘટે છે.
તરબૂચ : ફેફસાના ઇન્ફેકશનને ઓછું કરવા માટે તરબૂચ ખુબ જ લાભકારી છે. દરરોજ સવારે ખાલી પેટ તેના જ્યુસનું સેવન કરવાથી ફેફસામાં જામેલ ગંદકી નીકળી જાય છે. તેનાથી ફેફસા પૂરી રીતે સાફ થઈ જાય છે. તરબૂચ ફાઈબર યુક્ત હોય છે, આથી તેના સેવનથી વજન પણ ઓછું થાય છે. એટલું જ નહિ પણ તરબૂચમાં રહેલ લાઈકોપીન ફેફસાની સાથે હૃદય અને આંખને પણ સ્વસ્થ રાખે છે. તમે દરરોજ સવારે ખાલી પેટ તરબૂચનું જ્યુસ પણ પીય શકો છો.
જમરૂખ :
જમરૂખ પેટની સફાઈ માટે ખુબ જ ઉપયોગી છે. તેમાં રહેલ ફાઈબર પેટના રોગ જેમ કે ગેસ, એસીડીટી, કબજિયાતની સમસ્યાને પૂરી રીતે ખતમ કરી દે છે. જો તમને ફેફસામાં ઇન્ફેક્શનના કારણે શ્વાસ ફૂલવાની સમસ્યા થઈ રહી છે તો તમે તેનું સેવન કરો. જમરૂખ ફેફસાના ઇન્ફેકશનને ઓછું કરવા અને તેની સફાઈ કરવા માટે સારું ફળ છે. ફેફસાનું ઇન્ફેક્શન ઓછું કરવા માટે તમે દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરો. જમરૂખમાં કેરોટીન હોય છે જે આંખોને સ્વસ્થ રાખે છે.સવારેના સમયે આ ફળોનું સેવન ન કરવું જોઈએ :
સવારના સમયે ખાટા ફળોનું સેવન ન કરવું જોઈએ. કારણ કે ખાલી પેટ તેને ખાવાથી પેટમાં એસીડીટી અને ગેસ થાય છે. આમ ખાલી પેટ ખાટા ફળ ખાવાથી ગેસની સમસ્યા વધી જાય છે. તમારે મોસંબી, સંતરા, અનાનસ, વગેરે ફળ સવારે ન ખાવા જોઈએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
વેરી યુઝ ફુલ 🌹🙏