મિત્રો આજે આપણે જોતા હોઈએ છીએ કે, લોકોને હાલતાચાલતા લોકોને એટેક આવી જાય છે. દુનિયામાં આજે મોટાભાગના લોકોના મૃત્યુ હૃદયની બીમારીને કારણે થઈ રહ્યા છે. હવે નાની ઉંમરે પણ લોકોના મોત હાર્ટએટેકને કારણે થઈ રહ્યા છે. આથી હૃદયની તંદુરસ્તી માટે ઘણી વસ્તુઓના સેવન કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. આજે અમે તમને એવી બે વસ્તુઓ વિશે જણાવીશું જેના વિશે જાણવું ખુબ જ જરૂરી છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે ખાંડ કે મીઠું મહત્વની ભૂમિકા ભજવે છે. બંનેનું સેવન વધારે પડતું સેવન કે ઓછું સેવન શરીર માટે નુકસાનકારક છે. ચાલો તો જાણીએ કે, મીઠું અને ખાંડ અસંતુલિત માત્રામાં હોય તો શરીરને કેટલું નુકસાન કરી શકે છે અને કોની અસર હૃદય પર પડે છે.
મીઠાની હૃદય પર અસર : જ્યારે પણ આપણે હૃદયની અથવા બ્લડ પ્રેશરની બીમારી વિશે વિચારીએ છીએ ત્યારે સૌથી પહેલો વિચાર મીઠા વિશે જ આવે છે. આ માટે ઘણા લોકો લો-સોડીયમ ડાયટ પણ ફોલો કરે છે. જો કે એ વિચારવું ખોટું છે કે સોડિયમ ઓછું કરવાથી હૃદયને કોઈ ખતરો નથી. સોડિયમનું સેવન ઓછું કરવાથી ઘણા લોકોમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે. પણ ઘણા લોકોને સોડિયમની વધુ માત્રા બ્લડ પ્રેશરને વધારી દે છે. ઓછા સોડિયમના કારણે હાર્ટ રેટ હૃદય પર દબાણ પણ વધી જાય છે.
એક રીસર્ચ અનુસાર વ્યક્તિએ એક દિવસમાં 1.5 ગ્રામથી ઓછું નમકનું સેવન ન કરવું જોઈએ. નહિ તો હાર્ટએટેકનો ખતરો વધી જાય છે. જ્યારે 50 વર્ષ ઉંમર વાળા અને ડાયાબિટીસના દર્દીએ પ્રતિદિન 1.5 ગ્રામથી વધુ મીઠાનું સેવન ન કરવું જોઈએ.
સોડિયમ એ એક જરૂરી પોષક તત્વ છે અને ઘણા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, હૃદયને સ્વસ્થ અને શરીરને તંદુરસ્ત રાખવા માટે મોટાભાગના લોકોએ પ્રતિદિન 3 થી 6 ગ્રામની વચ્ચે તેનું સેવન કરવું જોઈએ. મોટાભાગના લોકો આ સીમામાં સોડિયમ લે છે.
ખાંડની હૃદય પર અસર : પેક્ડ ફૂડમાં 75% આર્ટીફીશીયલ શુગર હોય છે. શુગરની વધુ માત્રા હાર્મોન્સને બગાડી દે છે. જેના કારણે ડાયાબિટીસ જ નહિ પણ, હાઈ બ્લડ પ્રેશરનો ખતરો પણ વધી શકે છે. જે લોકો દરરોજ એડેડ શુગર કરતા 25% અથવા તેનાથી વધુ કેલેરીનું સેવન કરે છે તે લોકોમાં હાર્ટએટેકથી મરવાની સંભાવના તે લોકોની તુલનામાં લગભગ 3 ગણી વધી જાય છે. જે લોકો એડેડ શુગરથી 10% થી ઓછી દૈનિક કેલેરી લે છે.
ખાંડના વધુ સેવનથી વજન વધવો, દાંતને લગતી સમસ્યા, બ્લડ પ્રેશર અને હાર્ટની તકલીફ થઈ શકે છે. જ્યારે એક રિસર્ચમાં ખાંડની તુલનામાં મીઠાને વધુ નુકસાનકારક માનવામાં આવે છે અને ફૂડ ઇન્ડસ્ટ્રીને સોડિયમનું સ્તર ઓછું કરવાનું કહેવામાં આવ્યું છે. લો સોડિયમ ફૂડની અસર આપણા શરીર પર બરાબર એ રીતે થાય છે જેવી રીતે વધુ એડેડ શુગર ખાવાથી થાય છે. વધુ એડેડ શુગર હાઈપરટેન્શન, હૃદયની બીમારી અને મૃત્યુના જોખમને વધારે છે.
સોડિયમ અને શુગરની સંતુલિત માત્રામાં મેળવવા માટે પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું બિલકુલ છોડી દો. તેના ઓપ્શનમાં નેચરલ ફૂડ્સ ખાવ. જેમાં પ્રાકૃતિક રીતે મીઠું અને મીઠાસ હોય છે. પ્લાન્ટ ફૂડ્સમાં સોડિયમ પોટેશિયમના કારણે સંતુલિત રહે છે અને પાણી, ફાઈબર, અને અન્ય તત્વોના કારણે યોગ્ય માત્રામાં નેચરલ શુગર મળે છે. બ્લડ પ્રેશર કંટ્રોલ અને તંદુરસ્ત રહેવા માટે ડાયટમાં તાજા ફળ અને શાકભાજી ખાવી જોઈએ. આમ શુગર અને સોડિયમનું લેવલ જાળવવાથી તંદુરસ્તી સારી રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, ઉપર જણાવેલ જાણકારી માટે આપે કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ