99% લોકો નથી જાણતા બ્રશ કરવાની સાચી રીતે અને સમય ! ન કરતા આવી ભૂલ નહિ તો….

મિત્રો આપણી સવારનું પહેલું કામ ઉઠીને દાંતને સાફ કરવાનું હોય છે. જે આપણો નિયમિતનો ક્રમ છે. આખી રાત આપણું મોઢું બંધ હોવાથી મોઢામાં ઘણા કીટાણુંઓ જામી ગયા હોય છે. આથી મોઢાની દુર્ગધ દુર કરવા માટે બ્રશ કરવું ખુબ જરૂરી છે. પણ ઘણા લોકો એ નથી જાણતા હોતા કે બ્રશ કેટલો સમય સુધી કરવું જોઈએ અને જો તમે પણ નથી જાણતા તો આજે  આ લેખ જરૂર વાંચો.

બ્રશ તો આપણે કરીએ જ છીએ પણ તેને કરવાની સાચી રીત કંઈ છે એ જે ઘણા લોકો નથી જાણતા હોતા. દિવસમાં કેટલી વખત બ્રશ કરવું જોઈએ ? અને ક્યું પેસ્ટ ઉપયોગ કરવું જોઈએ ? જેની જાણકારી અમે તમને આજે આ લેખમાં જણાવશું.

ઓરલ હેલ્થ એટલે કે મોઢાની સ્વચ્છતા અને સફાઈ આપણા સ્વાસ્થ્યનો મહત્વપૂર્ણ ભાગ છે. શું તમે જાણો છો કે મોઢાને બરાબર રીતે સાફ ન કરવાથી તમને હૃદય રોગ થઈ શકે છે. આથી જો તમે ફીટ અને હેલ્દી રહેવા માંગો છો તો મોઢાની સફાઈ કરવું ખુબ જરૂરી છે. ઘણા લોકો એવા હોય છે જે ખુબ જ ઘસીને દાંતની સફાઈ કરે છે. ઘણી વાર સુધી દાંતને ઘસ્યા કરે છે. તો ચાલો જાણીએ બ્રશ કરવાની સાચી પદ્ધતિ વિશે.

બ્રશ કરવાના ફાયદાઓ : સાચી રીતે બ્રશ કરવાથી દાંતમાં પ્લાક સમસ્યા નથી રહેતી. તેમજ દાંતમાં કેવીટીને રોકી શકાય છે. પેઢાને જોડાયેલ બીમારીને ઓછી કરી શકાય છે. ઓરલ કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે.

કેટલો સમય બ્રશ કરવું જોઈએ ? : અમેરિકન ડેન્ટલ એસોસિએશનની માનવામાં આવે તો દરેક વ્યક્તિએ દરરોજ બે વખત બ્રશ કરવું જોઈએ અને દરેક વખતે 2 મિનિટથી વધુ બ્રશ ન કરવું જોઈએ. જો તમે 2 મિનીટ કરતા ઓછો સમય લો તો દાંતમાં જામેલા પ્લાક દુર નથી થતા. એક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે, ઘણા લોકો બ્રશ કરવા માટે માત્ર 45 સેકેંડનો જ સમય લેતા હતા. જ્યારે ઘણા લોકો એવા હતા જેઓ વધુ સમય લેતા હતા. તેઓ લાંબા સમય સુધી દાંતને ઘસતા હતા. આમ કરવાથી દાંતના ઈનેમલ ખરાબ થઈ જાય છે.

કેવું ટૂથપેસ્ટ ઉપયોગમાં લેવું જોઈએ ? : તમારે એવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો જોઈએ જેમાં ફ્લોરાઈડની યોગ્ય માત્રા હોય. વયસ્કોના ટૂથપેસ્ટમાં 1350 પીપીએમ ફ્લોરાઈડ હોવું જોઈએ. જ્યારે 6 વર્ષની ઓછી ઉંમરના બાળકોમાં 1000 પીપીએમ ફ્લોરાઈડ હોવું જોઈએ. 3 થી 6  વર્ષના બાળકોમાં મટરના દાણા બરાબર ટૂથપેસ્ટનો જ ઉપયોગ કરવો જોઈએ.

કેવા ટૂથબ્રશ ઉપયોગ કરવો જોઈએ ? : પોતાના દાંતને સાફ કરવા માટે તમારે સોફ્ટ બ્રીસલ્સ વાળા ટૂથબ્રશનો ઉપયોગ કરવો જોઈએ. ખુબ જ કડક બ્રશના કારણે દાંતના ઈનેમલ ખરાબ થાય છે અને પેઢાની તકલીફ થઈ શકે છે. આ માટે બ્રશના બ્રીસલ્સ ખરાબ થવાથી તેને તરત જ રિપ્લેસ કરવું જોઈએ.

બ્રશ કરવાનો સાચો સમય કયો છે ? : ઘણા ડોક્ટર ઘણી વસ્તુ ખાધા પછી બ્રશ કરવાનું કહે છે. પણ દિવસમાં બે વખત સવારે અને રાત્રે સુતા પહેલા બ્રશ કરવું જોઈએ. આ સિવાય કોઈ પણ પ્રકારના એસીડીક ફૂડ અથવા ડ્રીંક સેવન કર્યા પછી તરત જ બ્રશ કરી લેવું જોઈએ. કારણ કે એસીડના કારણે દાંતના ઈનેમલ ખરાબ થઈ જાય છે. બ્રશ કરવાથી દુર થઈ જાય છે.

શું માઉથ વોશ ઉપયોગ કરવું જોઈએ ? : જો તમે એવા માઉથ વોશનો ઉપયોગ કરો છો, તો દાંતમાં સડો થવાની સંભાવના ઓછી થઈ જાય છે. પણ બ્રશ કર્યા પછી તરત જ માઉથ વોશનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ટૂથપેસ્ટ કર્યા પછી દાંત પર જે ફ્લોરાઈડ જામે છે, તે માઉથવોશ દુર કરી દે છે. આથી માઉથવોશ કરવાનો અલગ સમય પસંદ કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment