કાળા ધન વિરુદ્ધ તમે સુચના આપીને 5 કરોડ રૂપિયા સુધીનું ઇનામ મેળવી શકો છો. કાળા ધન અને ટેક્સ ચોરી વિરુદ્ધ સરકારે એક અભિયાન શરૂ કર્યું છે. આવકવેરા વિભાગે ભરોસો આપ્યો છે કે, બ્લેકમનીની માહિતી આપનારનું નામ ખાનગી રાખવામાં આવશે. આવકવેરા વિભાગના પ્રમાણે કોઈ પણ વ્યક્તિ બ્લેકમની સાથે જોડાયેલી માહિતી આપી શકે છે. તેના માટે આવકવેરા વિભાગે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) ને ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટની ઈ-ફાઈલિંગ વેબસાઈટ પર ઓટોમેટેડ ઈ-પોર્ટલ લૉન્ચ કર્યું છે.
આ ઈ-પોર્ટલ પર જઈને કોઈ પણ વ્યક્તિ ટેક્સ ચોરી અથવા વિદેશમાં અઘોષિત સંપત્તિની સાથે જ અનામીક સંપત્તિ સાથે જોડેલી ફરિયાદ ઓનલાઈન કરી શકે છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે, આ ઈ-પોર્ટલ પર મળેલી ફરિયાદો પર વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરશે. ખરેખર, નાણા મંત્રાલયે કહ્યું છે કે, કર ચોરીને રોકવી અને ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપવાની દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે. તેની હેઠળ તમે કોઈ પણ વ્યક્તિ, કંપની, દેશ અથવા વિદેશોમાં ગેરકાયદેસર સંપત્તિ, અનામી સંપત્તિના વિશે ઓનલાઈન ફરિયાદ કરીને ઈનામ મેળવી શકો છો.
સીબીડીટીએ જણાવ્યું છે કે, તેના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર 12 જાન્યુઆરી ‘ટેક્સ ચોરી અથવા અનામીક સંપત્તિ હોલ્ડીંગની માહિતી આપવા સંબંધી’ લિંકને ઍક્ટિવ કરવામાં આવ્યું છે. તેના માટે લોકોએ https://www.incometaxindiaefiling.gov.in/ પર જઈને File complaint of tax evasion/undisclosed foreign asset/ benami property માં કોઈ એક પર ક્લિક કરીને ફરિયાદ દાખલ કરવાની રહેશે.ફરિયાદ કરનારે પાન-આધાર નંબર આપવાનો રહેશે નહિ : ફરિયાદ કરનારની ડિટેલ્સને ખાનગી રાખવાના હેતુથી તેઓએ તેનું પાન અથવા આધાર નંબર પણ આપવાનો રહેશે નહિ. ફક્ત ફરિયાદ કરનારે તેનો મોબાઇલ નંબર આપવાનો રહેશે. કારણ કે ફરિયાદ નોંધાવતી વખતે આવકવેરા વિભાગ તરફથી એક OTP મોકલવામાં આવશે. ઓટીપી ઉમેર્યા વિના કોઈ પણ ફરિયાદ પોર્ટલ પર દાખલ કરવામાં આવશે નહિ.
મોબાઇલ અથવા ઈ-મેલ પર મળેલા ઓટીપીની મદદથી વેરીફિકેશન પછી આવકવેરા કાનૂન 1961 ના ઉલ્લંઘન, અઘોષિત સંપત્તિ કાનૂન અને અનામી લેણ-દેણ બચાવ કાનૂન હેઠળ ત્રણ અલગ-અલગ ફોર્મમાં ફરિયાદ નોંધાવી શકાય છે. ત્રણેય ફોર્મને વિભાગની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યું છે. ફરિયાદ દાખલ કર્યા પછી આવકવેરા વિભાગ ફરિયાદ કરનારને એક યૂનિક નંબર અલોટ કરશે. ફરિયાદ કરનાર વિભાગની વેબસાઈટ પર તેની ફરિયાદનું સ્ટેટ્સ ઓનલાઈન પણ ચેક કરી શકે છે.વર્તમાનમાં લાગુ યોજના પ્રમાણે અનામિક સંપત્તિના કિસ્સામાં 1 કરોડ રૂપિયા અને વિદેશોમાં કાળા ધન હોલ્ડીંગ સહિત અન્ય ટેક્સ ચોરીના કિસ્સામાં કેટલીક શરતોની સાથે 5 કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપવાની જોગવાઈ છે. આ નવી સુવિધામાં કોઈ પણ વ્યક્તિ જાણકાર પણ બની શકે છે અને તે ઇનામ મેળવવા માટે પણ હકદાર રહેશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ