મિત્રો મુકેશ અંબાણી અને તેના પરિવારની લાઈફ સ્ટાઈલથી લગભગ લોકો વાકેફ જ હોય છે. તે પરિવાર પોતાની લાઈફ સ્ટાઈલને લઈને ખુબ જ ચર્ચામાં અવારનવાર રહેતો હોય છે. પરંતુ મિત્રો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી પોતાના શોખને લઈને ખુબ જ ચર્ચિત રહે છે. તેના એક દિવસની ખર્ચની સૂચી કોઈ પણ વ્યક્તિ જોઈ લે તો દંગ રહી જાય.
નીતા અંબાણીની લાઈફ સ્ટાઈલ એટલી બધી હાઇફાઇ છે કે સામાન્ય વ્યક્તિ પોતાના જીવનમાં એવી કલ્પના પણ ન કરી શકે. હમણાં જ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર આકાશના લગ્ન થયા. તો આ લગ્ન પણ ખુબ જ મોટા ભવ્ય આયોજનથી કરવામાં આવ્યા હતા. કેમ કે નીતા અંબાણી લકઝરીયસ વસ્તુની ખુબ જ શોખીન છે. તો આજે અમે તમને નીતા અંબાણીના નવએવા શોખ વિશે જણાવશું. જેનો એક દિવસનો ખર્ચ સામાન્ય વ્યક્તિ આખા જીવન દરમિયાન પણ ન ચૂકવી શકે એટલો છે. તો ચાલો જાણીએ નીતા અંબાણી તે નવ મોંઘા શોખ ક્યાં ક્યાં છે.
નીતા અંબાણી દિવસની શરૂઆત એક ચા ના કપથી કરે છે. તે ચા નો એક કપ માત્ર 3 લાખ રૂપિયાનો આવે છે. જે જાપાનની સૌથી જૂની બ્રાંડ ક્રોકરી બ્રાંડ નોરિટેક નામની કંપની એ કપ બનાવે છે. નીતા અંબાણી રોજ આ કંપનીના નવા કપમાં ચા પીવે છે. એટલા માટે જ્યારે સવારે નીતા અંબાણી ચા પીવે ત્યારે તેનો દિવસનો પહેલો જ ખર્ચ માત્ર 3 લાખ રૂપિયાનો હોય છે.
લગભગ હાલ નીતા અંબાણી પાસે મેબેક 62 લકઝરીયસ કાર છે. જે તેની સૌથી ફેવરીટ છે. આ કારને મુકેશ અંબાણી લંડનથી ગીફ્ટ માટે લાવ્યા હતા. જે નીતા અંબાણીને આપી હતી. મુકેશ અંબાણી ભારતના પહેલા એવા વ્યક્તિ છે જે લંડનથી મેબેક 62 કાર લાવ્યા હતા. આ કારની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા છે. તેના સિવાય પણ નીતા અંબાણી પાસે ઘણી બધી એવી ગાડીઓ છે. જે ખુબ જ મોંઘી છે.
નીતા અંબાણી ક્યારેય પણ પોતાના શુઝ, ચપ્પલ, કે સેન્ડલને બીજી વાર નથી પહેરતી. નીતા અંબાણી સૌથી વધારે ગાર્સિયા, જીમ્મી ચુ, પેલમોડા, પાડ્રો, માર્લીન જેવી બ્રાંડના શુઝ અને સેન્ડલ પહેરવાનું પસંદ કરે છે અને આ બધા જ શુઝ અને સેન્ડલને તે એક જ વાર પહેરે છે. આ બધી જ બ્રાંડના શુઝ કે ચપ્પલની શરૂઆતી કિંમત 5 લાખ રૂપિયાથી થાય છે. જેનો માત્ર એક જ દિવસ પુરતો ઉપયોગ કરવામાં આવે છે.
નીતા અંબાણીને ઘડિયાળન પણ ખુબ જ શોખ છે. તેના હાથમાં પહેરેલી ઘડિયાળ પણ ખુબ જ મોંઘી અને રોયલ જ હોય છે. તેની પાસે બુલ્ગારી, કાર્ટીયર, રાડો, ગુચ્ચી, કેલ્વિન ક્લાઇન અને ફોસિલ જેવી બ્રાંડની જ ઘડિયાળ નીતા અંબાણીના હાથમાં જોવા મળે છે. જેની શરૂઆતી કિંમત 10 થી 20 લાખની હોય છે.
નીતા અંબાણીને પારંપરિક સોનું અને ઘરેણાંઓનો ખુબ જ શોખ છે. તે અવારનવાર પ્ર્રસંગ દરમિયાન ખુબ જ મોંઘા ઘરેણાં પહેરતી હોય છે. તેના હાથની આંગળીમાં પહેરેલી વીંટી મુકેશ અંબાણીએ નીતાને ગીફ્ટ આપી હતી. જેની કિંમત લગભગ 5 થી 7 લાખ વચ્ચે ની છે. હમણા જ નીતા અંબાણીના પુત્રના લગ્ન થયા ત્યારે નીતા અંબાણીએ આકાશનું પત્નીને ખુબ જ મોંઘો હાર ભેટમાં આપ્યો હતો. જેની કિંમત 300 કરોડ રૂપિયા હતી.
આ પરિવાર એક ગુજરાતી પરિવાર છેએટલા માટે તેમાં સાડીનું પણ ખુબ જ મહત્વ રહ્યું છે. પરંતુ નીતા અંબાણી જે સાડી પહેરે એ બીજે ક્યાંય પણ જોવા ન મળે. તેની સાડીનું કલેક્શન પણ ખુબ જ જબરદસ્ત છે. જેની કિંમત 40 લાખ રૂપિયા છે. ભારતના મોટા મોટા ડીઝાઈનર દ્વારા નક્કી કરવામાં આવેલી સાડી જ નીતા અંબાણી પહેરે છે.
નીતા અંબાણી પાસે દુનિયાની સૌથી મોંઘી અને બ્રાન્ડેડ હેન્ડબેગ છે. તેની પાસે શનેલ, ગોયાર્ડ અને જીમ્મી ચુ જેવી કંપનીઓની હેન્ડબેગ છે. તેની હેન્ડબેગમાં કિમતી હીરાઓ જડેલા હોય હોય છે. જેની કિંમત છે 4 લાખ રૂપિયા. નીતા અંબાણી ક્યાંય પણ જાય પરતું તેની સાથે આ બેગ સતત સાથે જ હોય છે.
તમને જાણીને ખુબ જ હેરાની થશે કે નીતા અંબાણીની મેકપની એક કીટમાં લીપસ્ટીકની જ માત્ર લાખો રૂપિયા છે. જેમાં સામાન્ય માણસની અડધી જિંદગી પસાર થઇ જાય. તે લીપસ્ટીકનો ભાવ જાણીને તમારા હોંશ ઉડી જશે. આ લીપસ્ટીકને નીતા અંબાણી સ્પેશીયલ ઓર્ડર આપીને બનાવે છે. જેની કિંમત છે 40 લાખ રૂપિયા. નીતા અંબાણી આ લીપસ્ટીકના ઘણા બધા શેડ રાખે છે. જે તેના કપડા પર સુટ થતા હોય.
નીતા અંબાણીની પાસે સૌથી મોંઘી વસ્તુ છે. જેની કિંમત જાણીને દરેક વ્યક્તિના હોંશ ઉડી જાય. નીતા અંબાણી પાસે સૌથી મોઘી વસ્તુ છે તેનું પોતાનું પ્રાઈવેટ ઝેટ પ્લેન. જે નીતા અંબાણીને તેના પતિ મુકેશ અંબાણીએ ગીફ્ટમાં આપ્યું હતું. જેની કિંમત છે 415 કરોડ રૂપિયા.
તો મિત્રો આ હતા નીતા અંબાણીના સૌથી મોંઘા શોખ. જે લગભગ ભારતનો કોઈ પણ ધનિક નહિ કરતો હોય. તો મિત્રો કોમેન્ટ કરો અને જણાવો કે તમને આમાંથી નીતા અંબાણીનો ક્યો શોખ સૌથી વધારે પસંદ આવ્યો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
This is one of the few riches and their daily choices.
But, if one looks at the real Bharat Vaibhav which is now distroyed, was the richest in the world. Bharat was known as Golden Bird. Lets hope there are more and more richness in Bharat.