શાહિદ કપૂરની પત્ની મીરાં સુંદર રહેવા ઓનલાઈન મંગાવે છે આ વસ્તુ, જાણો શું છે અને ક્યાં મળે છે…

ઘરોમાં હાજર પીળા કલરનો મસાલો એટલે હળદર (Turmeric), જે એક સુપર ફૂડ છે. હળદરના ગુણોને તો આપણે બધા જાણીએ છીએ. લગભગ દરેક ઇન્ડિયન ડીશમાં હળદરનો ઉપયોગ થાય છે. હળદર કેટલીક બીમારીઓમાં રામબાણ સાબિત થઈ છે. આ નાની એવી હળદરનો ઉપયોગ બોલીવુડ સ્ટાર્સ પણ તેની બ્યુટીને નિખારવા માટે કરે છે. તમે વિચારી રહ્યા હશો કે સ્ટાર્સ તો મોંઘા-મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય.

પરંતુ તમે જાણીને હેરાન થશો કે શાહિદ કપૂરની ખૂબસૂરત પત્ની મીરાંં (mira rajput) પણ હળદરનો ઉપયોગ તેની સ્કીન પર કરે છે. આ કોઈ જેવી તેવી હળદર નથી પણ નાગાલેન્ડની ખાસ હળદર છે, જેનો ઉપયોગ ત્વચાને તેજસ્વી બનાવે છે. આવો તમને પણ જણાવીએ નાગાલેન્ડની ખાસ કરકૂમા લોન્ગા હળદર (curcuma longa turmeric) ની ખાસિયત…

બોલીવુડ સ્ટાર્સ ઘણી વાર તેની સ્કીન કેર સીક્રેટ્સ ફેન્સની સાથે શેર કરતા હોય છે. હાલમાં જ શાહિદ કપૂરની પત્ની મીરાંં રાજપૂતે તેના સ્કીન કેર સિક્રેટ લોકોને જણાવ્યા. મીરાંંનું આ સિક્રેટ તે ખાસ હળદર સાથે જોડાયેલું છે, જેને તે નાગાલેન્ડથી મંગાવે છે. ખરેખર, મીરાંં કોઈ મોંઘી પ્રોડક્ટ નહિ પણ કુદરતી હળદરનો ઉપયોગ તેના ચહેરા પર કરે છે. તેનો ખુલાસો હાલમાં જ એક ફેનના સવાલના જવાબમા કર્યો.નાગાલેન્ડની આ ખાસ હળદરને કરકૂમા લોન્ગા કહેવામાં આવે છે. આ પ્રજાતિની હળદરનો ડબલ ફાયદો થાય છે. તેના પાંદડામાંથી તેલ પણ કાઢવામાં આવે છે, તેના એક લીટર તેલની કિંમત દસ હજાર રૂપિયા જેટલી છે. આ ખાસ પ્રકારની હળદરમાં મૅગ્નેશિયમ, પોટૅશિયમ, આયરન, વિટામિન બી-6, ઓમેગા 3, ઓમેગા 6 ફૈટી એસીડ અને એન્ટીસેપ્ટિક ગુણ ભરપુર માત્રામાં હોય છે.કેટલાક સારા દેશોમાં આ હળદરની ડિમાંડ ખુબ જ છે, એટલા માટે તેને ઓનલાઈન પણ સપ્લાય કરવામાં આવે છે. મીરાંં રાજપૂતે પણ ઓનલાઈન જ આ હળદરને મંગાવી હતી. આ હળદર સામાન્ય હળદર કરતા વધુ ફાયદાકારક હોય છે. તમને જણાવી દઈએ કે આ હળદરમાં કરાક્યૂમિનની સૌથી રિચ ફોર્મ મળી આવે છે. આ હળદર એકદમ બ્રાયટેસ્ટ યેલો કલરની હોય છે અને તેના ઉપયોગથી તમારા નખ અને હાથ સંપૂર્ણ રીતે પીળા થઈ જાય છે.તેનો ઉપયોગ ચેહેરા પર કરવાથી તમારી ત્વચા વધુ ચમકદાર અને બેદાગ થઈ જાય છે. તેનો ઉપયોગ ફેસ પર કરવા માટે તમે તેને મધની સાથે મિક્સ કરીને તેમારા ચહેરા પર 20 સુધી લગાવો અને પછી સાદા પાણીથી ધોઈ લો. તે તેમારી સ્કીન પર જાદુઈ કમાલ કરે છે. નાગાલેન્ડની આ પ્રખ્યાત હળદરનો પ્રયોગ કેન્સરની દવામાં પણ કરવામાં આવે છે. તેના ઉપયોગથી સંધિવા અને સાંધાના દુઃખાવામાં રાહત મળે છે.

આયુર્વેદમાં હળદરને એક એવી જડીબુટ્ટી માનવામાં આવી છે. જે તમારા શરીરને નીરોગી અને ત્વચાને ચમકદાર બનાવે છે. એટલા માટે ભોજન, દૂધ અને શરીર સ્ક્રબમાં હળદરનો ઉપયોગ ભારતીય પરંપરાનો ભાગ છે. જેને લોકો સુંદર થવા માટે પણ ઉપયોગમાં લે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    

1 thought on “શાહિદ કપૂરની પત્ની મીરાં સુંદર રહેવા ઓનલાઈન મંગાવે છે આ વસ્તુ, જાણો શું છે અને ક્યાં મળે છે…”

  1. What no online buying information? Just how good it is¬¬¬¬¬
    If the article becomes more informative , will help others to proceed as desired. Thanq.

    Reply

Leave a Comment