રાત્રે સુતી વખતે ગળું સુકાવા પાછળ રહેલા છે આ ગંભીર કારણો… હોય શકે છે આવી જીવલેણ બીમારીઓ…. જાણો તેના મૂળ કારણો અને બચવાના ઉપચાર….

શું રાત્રે સૂતી વખતે તમારું ગળું સુકાય છે? શું અડધી રાત્રે તરસ લાગવાના કારણે તમારી ઊંઘ ઉડી જાય છે? જો આવું વારંવાર થતું હોય તો તમારે તેને નજર અંદાજ ન કરવું જોઈએ. રાત્રે સુતા સમયે મોઢા માં સુકારો લાગવાની સમસ્યા ઉંમર વધવાની સાથે વધુ જોવા મળે છે. વળી ઉંમર વધવાથી મોઢામાં પૂરતી લાળ ન બનવાના કારણે સુતા સમયે મોઢું સુકાવાની સમસ્યા થવા લાગે છે.

જોકે રાત્રિના સમયે મોઢામાં સુકારો થવાની સમસ્યા ના બીજા પણ અનેક કારણો હોઈ શકે છે. કેટલાક કિસ્સામાં રાત્રે સુતા સમયે મોઢું સુકાવાની સમસ્યા કોઈ બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. જો તમે લાંબા સમયથી રાત્રે સુતા સમયે મોઢું સુકાવાની સમસ્યાથી પરેશાન હોવ તો તમારે ડોક્ટરને બતાવવું જોઈએ. આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે રાત્રિના સમયમાં સુતી વખતે ગળું કેમ સુકાય છે?સુતી વખતે ગળું સુકાવાના કારણો:- 

1) શરીરમાં પાણીની કમી:- પૂર્તિ માત્રામાં પાણી ન પીવાના કારણે સૂતી વખતે ગળું સુકાવાની સમસ્યા થઈ શકે છે. શરીરમાં પાણીની કમી એટલે કે ડીહાઇડ્રેશન થવાના કારણે સૂતી વખતે ગળુ સુકાવવું અને દુખાવાનો અહેસાસ થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવો. હેલ્થ એક્સપર્ટ આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે.

2) ડાયાબિટીસ:- ડાયાબિટીસના દર્દીઓને સૂતી વખતે ગળું સુકાવાની સમસ્યા થઈ શકે છે. શરીરમાં બ્લડ સુગર લેવલ વધુ હોવાના કારણે સૂતી વખતે ગળું સુકાય  છે. વળી આપણી કિડની શરીરથી વધારે સુગરને પેશાબ વાટે બહાર કાઢે છે. આ કારણે પેશાબ વધારે આવે છે, જેથી કરીને શરીરમાંથી પાણીની કમી થઈ જાય છે. જ્યારે બોડી ડિહાઇડ્રેટ થઈ જાય છે ત્યારે તરસ વધારે લાગે છે.3) મોઢું ખોલીને સૂવું:- કેટલાક લોકોને સૂતી વખતે તેમનું મોઢું જાતે જ ખુલી જાય છે જેના કારણે ગળામાં શુષ્કતા આવવા લાગે છે. રાત્રે મોઢું ખોલીને સુવાના કારણે આખી રાત બહારની હવા ગળામાં અને મોઢામાં લાળને સુકવી દે છે. તેના સિવાય શરદી ઉધરસ થવા પર પણ લોકો મોઢાથી શ્વાસ લેવાનું શરૂ કરી દે છે તેના કારણે પણ સુતી વખતે ગળું સુકાવાની સમસ્યા થઈ શકે છે.

4) પોલીડિપ્સિયા:- સુતી વખતે ગળુ સુકાવાની સમસ્યા પોલીડિપ્સિયના કારણે હોઈ શકે છે. આ એક પ્રકારની બીમારી છે જેમાં વ્યક્તિને એવો અહેસાસ થાય છે કે તેને ખૂબ જ પાણી પીવાની જરૂરત છે. આ બીમારીમાં વ્યક્તિ ને સૂતી વખતે ગળામાં શુષ્કતા અને ખૂબ જ તરસ લાગવાનો અહેસાસ થાય છે. જો તમે પણ રાત્રે ગળું સુકાવાની  સમસ્યાથી પરેશાન હોવ તો ડોક્ટર ને જરૂર બતાવો.5) વધારે તેલ મસાલા કે મીઠાનું સેવન:- સૂતી વખતે ગળું સુકાવાના કારણ ખૂબ જ વધારે તેલ,મસાલા અને મીઠાવાળા ભોજનનું સેવન કરવું હોઈ શકે છે. વળી મસાલા અને મીઠું નું વધારે સેવનથી શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તેથી રાત્રે સૂતી વખતે તરસ લાગવા અને ગળું સુકાવાની સમસ્યા થઈ શકે છે.

સૂતી વખતે ગળું સુકાવાથી બચાવો:- શરીરમાં પાણીની કમી ન થવા દેશો. આખા દિવસ દરમિયાન અને ઓછામાં ઓછા આઠ થી દસ ગ્લાસ પાણી જરૂર પીવો. વધારે મસાલા અને મીઠા નું સેવન ન કરો. તેના કારણે પણ શરીરમાં ડીહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.તમાકુ-સિગરેટ વગેરેનું સેવન કરવાથી બચવું. કેટલીક વાર ધૂમ્રપાનથી પણ ગળા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. રાત્રે સૂતી વખતે મોઢા થી શ્વાસ લેવાનો બંધ કરો, કારણકે તેના કારણે મોઢામાં શુષ્કતાની સમસ્યા થઈ શકે છે.

કેફીન વાળી વસ્તુઓ જેમકે, ચા-કોફી વગેરે ના કારણે પણ મોઢામાં સુકારાની ફરિયાદ થઈ શકે છે. આ સમસ્યાથી બચવા માટે કેફીન યુક્ત વસ્તુઓનું સેવન ન કરો. સુતી વખતે ગળું સુકાવાની સમસ્યા સામાન્ય છે પરંતુ કેટલાક કિસ્સામાં સૂતી વખતે ગળું સુકાવાથી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત પણ હોઈ શકે છે એવામાં ડોક્ટરનો સંપર્ક અવશ્ય કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment