મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે જીવે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. અને એક પ્રશ્ન આ સૃષ્ટિ નો આરંભ થયો ત્યારથી જ મનુષ્યના મનમાં ફર્યા કરે છે કે આખરે મૃત્યુ બાદ શું થતું હશે? પાપ, પુણ્ય, કર્મ, પ્રારબ્ધ, જેવી દરેક વસ્તુઓ આપણે જિંદગીભર સાંભળીએ છીએ અને નિભાવીએ છીએ. શું મૃત્યુ પછી ખરેખર આ બધાનો હિસાબ થતો હશે? મર્યા બાદ લોકો ક્યાં જાય છે અને ત્યાં તેમને શું મળે છે? એવા ઘણા બધા પ્રશ્નોના જવાબ માત્ર એ જ વ્યક્તિ આપી શકે છે જેને આ દુનિયાથી વિદાય લીધી હોય. હવે મુખ્ય મુદ્દો એ છે કે મર્યા બાદ કોઈ જીવિત થઈ શકે છે, જે આપણને આ પ્રશ્નોના જવાબ આપી શકે?
તમે જાણીને દંગ રહી જશો કે એક વ્યક્તિએ આ બધા પ્રશ્નોના જવાબ આપ્યા છે કારણ કે તે પોતે મર્યાના 20 મિનિટ બાદ જીવિત થઈ ગયો. 60 વર્ષથી વધારે જિંદગી જીવી ચૂકેલા સ્કોટ ડ્રુમન્ડે (Scott Drummond) દુનિયાની સામે ખુલાસો કર્યો કે તેમનું મૃત્યુ જ્યારે થયું હતું ત્યારે તેઓ 28 વર્ષના હતા. જોકે તેમનો જીવ માત્ર 20 મિનિટ માટે ગયો હતો અને પછી તે પોતાના શરીરમાં પાછો આવી ગયો હતો.1) 20 મિનિટના મૃત્યુથી સમજાયુ રહસ્ય:- સ્કોર્ટ ડ્રુમન્ડ ની ઉંમર 28 વર્ષ હતી જ્યારે તેમનો એક્સિડન્ટ સ્કીઇંગ (બરફ પર સરકવું) દરમિયાન થયો હતો. તેમના હાથનો અંગૂઠો આ એક્સિડન્ટમાં તૂટી ગયો હતો. તેના ઓપરેશન દરમિયાન નર્સની નાનકડી ભૂલથી તેમનું મૃત્યુ થઈ ગયું હતું. અત્યારે વૃદ્ધ થઈ ચૂકેલા સ્કોટ જણાવે છે કે નર્સ ને ભાગતા જોઈ અને ડોક્ટરને બોલાવતા સાંભળી. ઘટનાના 20 મિનિટ બાદ તેમને પોતાને જીવતા હોવાનો અહેસાસ થયો.જ્યારે આ બધાની વચ્ચે તેમણે તેમનો અનુભવ જણાવ્યો કે તેઓ બીજી દુનિયામાં ફરી ચુક્યા હતા. ભગવાને તેમને પાછા એમ કહીને મોકલ્યા કે હજુ તેમનો સમય નથી થયો.
2) મૃત્યુ બાદ શું થાય છે?:- Prioritize Your Life સાથે વાત કરતા સ્કોટ ભાવુક થઈ જાય છે અને જણાવે છે કે તેઓ પહેલીવાર દુનિયામાં મર્યા બાદનો અનુભવ જણાવી રહ્યા છે. આનાથી પહેલા તેમણે તેમની પત્ની અને મિત્રોને તેમના આ અનુભવ વિશે જણાવ્યું હતું. સ્કોટ જણાવે છે કે તેમણે જ્યારે નર્સને તેમના મરવા વિશે બૂમો પાડતા સાંભળી ત્યારબાદ જ તેમને એવો અહેસાસ થયો કે તેમની બાજુમાં કોઈ અદ્રશ્ય શક્તિ હતી. તે શક્તિએ તેમને ક્ષણ વારમાં જ એક ખૂબ જ સુંદર મેદાનમાં ઉભા કરી દીધા.તેઓ સતત તે અદ્રશ્ય શક્તિની પાછળ પાછળ જઈ રહ્યા હતા. ત્યાં સુંદર અને રંગબેરંગી ફુલ હતા, કમર જેટલુ મખમલી ઘાસ હતું અને સફેદ રંગના વાદળ તેમને સ્પર્શી ને જઈ રહ્યા હતા. તેમણે એવું પણ જણાવ્યું કે તેમને પાછળ વળીને ન જોવા માટે કહેવામાં આવ્યું હતું. સ્કોટ કહે છે કે તેમની ડાબી બાજુ ખૂબ જ લાંબા અને સુંદર વૃક્ષ હતા. આવા વૃક્ષ તેમણે પહેલા ક્યારેય પણ જોયા ન હતા. બીજી બાજુ સુંદર ફુલ હતા. તેઓ કહે છે કે હજુ પણ એ સુંદર ફુલ મને યાદ છે. તેમને અત્યંત શાંતિ અને ખૂબ જ સારું મહેસૂસ થઈ રહ્યું હતું.
3) આ રીતે શરીરમાં પાછા આવ્યા:- તેમને અચાનક પોતાના જન્મથી લઈને અત્યાર સુધીની પૂરી યાત્રા વીડિયોની જેમ લાગવા લાગી. તેમાંથી કેટલોક સમય દુઃખી કરવા વાળો હતો તો કેટલોક આનંદિત. તેમને એવો અહેસાસ થયો કે તેઓ આનાથી પણ સારી જિંદગી જીવી શકતા હતા.
તેઓ અદ્રશ્ય શક્તિ ના કહેવા પર વાદળો તરફ જઈ રહ્યા હતા, આ બધાની વચ્ચે જ કોઈએ તેમનો હાથ પકડ્યો અને કહ્યું હજુ તમારો સમય નથી થયો તમારે હજુ ઘણી બધી વસ્તુઓ કરવાની બાકી છે. આ અવાજ થયા બાદ એકદમ ઝટકાથી તેઓ પોતાના શરીરમાં આવી ગયા. સ્કોટ પોતાના મર્યાના 20 મિનિટ પછી ખૂબ જ સારો અને શાંતિપૂર્ણ અનુભવ જણાવે છે અને કહે છે કે કે ત્યારબાદ તેમણે જિંદગી ને અલગ રીતે જ જોવાની અને જીવવાની શરૂ કરી દીઘી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી