આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ ઉપલબ્ધ હોય છે. એક છે ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) અને બીજું છે સારું કોલેસ્ટ્રોલ (HDL). તો આવો જાણીએ કે ઉંમર પ્રમાણે આપણા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ કેટલું હોવું જોઈએ. શરીરમાં હાજર કોલેસ્ટ્રોલ મીણની જેમ દેખાતો એક ફેટ હોય છે. આ બે પ્રકારના હોય છે લો ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) અને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન (HDL). જાણકારોના કહ્યા પ્રમાણે જો લોહીમાં એલડીએલ નું પ્રમાણ વધારે હોય તો લોહીની ધમનીઓમાં ચરબીનું પ્રમાણ વધે છે, જેને પ્લેક કહેવામાં આવે છે.
ધમનીઓમાં પ્લેક એટલે કે પરત જમવાની સમસ્યા હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી બીમારીઓનું જોખમ વધારે છે. તેવી જ રીતે લોહીમાં HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ શરીર માટે સારું મનાય છે. ડોક્ટર HDL, LDL અને ટોટલ કોલેસ્ટ્રોલના સ્તરને માપી શકે છે.તેના પરિણામો નોન-એચડીએલ ચરબીનું સ્તર પણ બતાવી શકે છે, જે હૃદય સંબંધિત રોગોને પ્રોત્સાહન આપી શકે છે. તો આવો અમે તમને જણાવીએ કે ઉંમર પ્રમાણે આપણા શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ કેટલું હોવું જોઈએ.1) 19 વર્ષ સુધી કોલેસ્ટ્રોલ કેટલું હોવું જોઈએ?:- એક મેડિકલ રિપોર્ટ પ્રમાણે 19 વર્ષની ઉંમરના યુવાનોએ શરીરમાં કુલ કોલેસ્ટ્રોલ 170mg/dl થી ઓછું હોવું જોઈએ. તેમનું non-HDL 120 mg/dl થી ઓછું અને LDL 100 mg/dl થી ઓછું હોવું જોઈએ. HDL 45 mg/dl થી વધારે હોવું જોઈએ.
2) 20 વર્ષથી વધુ ઉંમરના પુરુષોનું કોલેસ્ટ્રોલ લેવલ:– 20 વર્ષથી વધારે ઉંમરના પુરુષોનું શરીરનું ટોટલ કોલેસ્ટ્રોલ લેવલ 125–200 mg/dl ની વચ્ચે હોવું જોઈએ. જ્યારે non-HDL લેવલ 130 mg/dl થી ઓછું અને LDL લેવલ 100 mg/dl થી ઓછું હોવું જોઈએ .જયારે, HDL લેવલ 40 mg/dl કે તેનાથી વધુ હોવું જરૂરી છે.3) 20 વર્ષથી વધારે ઉંમરની સ્ત્રીઓ માટે:- 20 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓના શરીરનું ટોટલ કોલેસ્ટ્રોલ 125–200 mg/dl ની વચ્ચે હોવું જોઈએ. તેના સિવાય non-HDL લેવલ 130 mg/dl થી ઓછું અને LDL લેવલ 100 mg/dl થી ઓછું હોવું જોઈએ. જયારે HDL લેવલ 50 mg/dl કે તેનાથી વધારે હોવું જોઈએ. કોલેસ્ટ્રોલ લેવલનું બેલેન્સ જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે, કારણકે કોલેસ્ટ્રોલ લેવલ બગડવા પર હૃદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ વધી જાય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી