મિત્રો જો તમે બ્લડ શુગર ઓછુ કરવા માંગતા હો તો તમારે પોતાના ખોરાકનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તેમજ જો તમારું બ્લડ શુગર ખુબ જ વધુ છે અને તમે તેને બે ત્રણ અઠવાડિયામાં જ કંટ્રોલ કરવા માંગતા હો તો તમારે આ લેખ અંત સુધી જરૂરથી વાચી જુઓ જોઈએ.
ડાયાબિટીસ એક જૂની અને ઝડપથી વધતી બીમારી છે. આ રોગ ત્યારે થાય છે જ્યારે, અગ્ન્યાશય પર્યાપ્ત માત્રામાં ઇન્સુલિનનું ઉત્પાદન ન કરે અથવા તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે નહીં. ઇન્સુલિન એક એવું હાર્મોન છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, ભારતમાં 18 વર્ષથી વધુ ઉંમરના 77 મિલિયન લોકો ટાઈપ 2 ડાયાબિટીસથી પીડિત છે અને લગભગ 25 મિલિયન લોકો પ્રિડાયાબિટીસ છે એટલે કે જેમને નજીકના ભવિષ્યમાં આ બીમારીનું જોખમ હોય.
ડાયાબિટીસના દર્દીએ બ્લડ શુગર કંટ્રોલમાં રાખવા માટે ડાયેટનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. જર્નલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફૂડ કેમેસ્ટ્રીમાં પ્રકાશિત એક નવા અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે, રીંગણી કલરની વસ્તુઓ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ શકે છે અને તેનું જોખમ પણ ઓછું થઈ શકે છે. ધ્યાન રહે કે, જો ડાયાબિટીસને સરખી રીતે મેનેજ કરવામાં ન આવે તો, તેનાથી તમને હાર્ટ ડીસીઝ, હાઇ બ્લડ પ્રેશર, નર્વ ડેમેજ, આંખોને નુકસાન અને ઓછું દેખાવું, કિડની ડીસીઝ અને પગની તકલીફ સહિત ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.ડાયાબિટીસથી બચાવી શકે છે રીંગણી કલરના ફળ-શાકભાજીઓ:- પોતાની આ શોધમાં શોધકર્તાઓએ જણાવ્યુ કે, રીંગણી કલરના ફળ અને શાકભાજી ડાયાબિટીસના શરૂઆતમાં વિલંબ કે અટકાવ કરે છે. એટલું જ નહીં, તેના સેવનથી ડાયાબિટીસ વાળા લોકોમાં તેનાથી જોડાયેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને સરખી કરીને તેના સ્વાસ્થ્યમાં સુધારો કરી શકે છે.
ડાયાબિટીસથી કઈ રીતે બચાવે છે રીંગણી કલરના ફળ અને શાકભાજીઓ:- વૈજ્ઞાનિકોએ માન્યું છે કે, રીંગણી કલરના ફળ અને શાકભાજીમાં પોલીફેનોલ્સની માત્રા વધારે હોય છે. ભોજનની વસ્તુઓને લાલ, નારંગી, નીલા કે રીંગણી કલર આપવા માટે પોલીફેનોલ-એંથોસાયનીનનો એક વિશેષ વર્ગ જવાબદાર છે. એનસીબીઆઇમાં પ્રકાશિત એક અન્ય અધ્યયન પરથી જાણવા મળે છે કે, એંથોસાયનીનથી ભરપૂર વસ્તુઓ, વિશેષ રૂપથી જાંબુડા ખાવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.રીંગણી કલરની કઈ વસ્તુઓમાં જોવા મળે છે એંથોસાયનીન:- અધ્યયન મુજબ, એલ્ડરબેરી, બ્લેકબેરી અને બ્લેકકરંટમાં મુખ્ય રૂપથી નોનએસીલેટેડ એંથોસાયનીન હોય છે, જ્યારે એસાયલેટેડ એંથોસાયનીન લાલ મુલા, રીંગણી મકાઇ, કાળા ગાજર, લાલ કોબીજ અને રીંગણી શક્કરીયાં અને દ્રાક્ષમાં જોવા મળે છે.
ઇન્સુલિન વધારવાનું કામ કરે છે રીંગણી કલરના ફૂડ:- એક ઉંદર પર થયેલા અધ્યયનમાં શોધકર્તાઓએ જાણ્યું કે, કાળા ચોખાથી મળતા નોન-એસીલેટેડ એંથોસાયનીને તેના આંતરડાના અણુક જીવાણુઓને વધાર્યા હતા. જેના કારણે ટાઈપ 2 ડાયાબિટીસ વાળા ઉંદરમાં ગ્લુકોઝ ચયાપચયમાં સુધારો કરવાની ક્ષમતા જોવા મળી હતી. આમ ઇન્સુલીન વધવાથી ડાયાબીટીસ પણ કંટ્રોલમાં આવે છે. પેટના હાનિકારક બેક્ટેરિયાને મટાડે છે રીંગણી વસ્તુઓ:- રીંગણી શક્કરીયાં અને દ્રાક્ષ જેવા ખાદ્ય પદાર્થોમાં જોવા મળતા એસાઈલેટેડ એંથોસાયનીન પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે અને ખરાબ બેક્ટેરિયાને વધતાં અટકાવે છે. તે આંતરડામાં ફૈટી એસિડના ઉત્પાદનને વધારીને તેને સ્વસ્થ રાખે છે.
બે અઠવાડિયામાં ઓછું થઈ શકે છે બ્લડ શુગર લેવલ:- અધ્યયનમાં શોધકર્તાઓએ ડાયાબિટીસથી પીડિત ઉંદરને બે અઠવાડીયા સુધી શહતૂતનો રસ આપ્યો હતો. તેમાં નોનએસીલેટેડ એંથોસાયનીન જોવા મળે છે. તેમણે જાણ્યું કે, બે અઠવાડિયામાં તેમનું બ્લડ શુગર લેવલ લગભગ 30% ઓછું હતું. આમ રીંગણી કલરની વસ્તુઓ ડાયાબીટીસ માટે એક અસરકારક ઉપાય સાબિત થાય છે. જેનાથી ડાયાબીટીસ કંટ્રોલ કરી શકાય છે. તેમજ તમારા સ્વાસ્થ્યને પૂરતા પ્રમાણમાં પોષણ પણ મળી રહે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી