જાણો પેટ્રોલ અને ડીઝલ માંથી કંઈ ગાડી હોય છે સસ્તી ? કાર ખરીદતા પહેલા વાંચી લ્યો બંને વચ્ચેનો તફાવત… બચી જશે સીધા જ 2 લાખ રૂપિયા…

મિત્રો દેશમાં પાછલા વર્ષોમાં નવી ગાડી ખરીદવા વાળા લોકોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી ગઈ છે. બીજી તરફ પેટ્રોલ ડીઝલ ની કિંમતોમાં પણ અનહદ રૂપે વધારો થઈ રહ્યો છે. જેમકે સીએનજી અને ઇલેક્ટ્રીક ગાડીઓની માંગમાં પણ વધારો થઈ રહ્યો છે. જોકે  કેટલાક લોકો હજુ પણ માત્ર પેટ્રોલ અને ડીઝલ ગાડીઓ જ ખરીદી રહ્યા છે. લોકો માટે ગાડીઓમાં પેટ્રોલ એન્જિન અને ડીઝલ એન્જિનની વચ્ચે પસંદગી કરવાનો મોટો મુદ્દો રહ્યો છે. તેમને સમજમાં નથી આવતું કે કયા એન્જિન સાથે કાર ખરીદવી જોઈએ.

દેશમાં પ્રદૂષણનું સ્તર ઓછું કરવાના પ્રયત્નો ના રૂપે બજારમાં કેટલાક જ ડીઝલ એન્જિન વાળા કાર ના ઓપ્શન હાજર છે. જો તમે પણ નવી કાર ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોય અને કન્ફ્યુઝ છો કે ડીઝલ એન્જિન કાર ખરીદવી કે પેટ્રોલ એન્જિન વાળી તો સૌથી પહેલા બંને વચ્ચેનું અંતર સમજી લેવું ખૂબ જ જરૂરી છે.કેમ ખરીદે ડીઝલ કાર:- પેટ્રોલ ની તુલનાએ ડીઝલ થોડું સસ્તું હોય છે. દિલ્હીમાં હજુ પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લિટરના દરથી મળે છે. બંનેમાં લગભગ 8 રૂપિયા નું અંતર છે સાથે જ ડીઝલ કાર કોઈ પેટ્રોલ કારની તુલના એ થોડી વધારે માઇલેજ આપે છે. તેથી લોકોને લાગે છે કે ડીઝલ કાર ખરીદવી વધારે ફાયદાકારક છે. એક રીતે આ સાચું પણ છે 

 કેવી રીતે કરવી પેટ્રોલ અને ડીઝલની પસંદગી?:- ડીઝલ સસ્તું અને માઇલેજ તો વધારે આપે છે પરંતુ સામાન્ય રીતે ડીઝલ કાર ની કિંમત પેટ્રોલ કારની તુલનાએ  એક થી બે લાખ રૂપિયા વધારે હોય છે. તેના કારણે એન્જિનમાં પ્રદૂષણનું પ્રમાણ ઓછું કરવા માટે લાગેલા કેટલાક ઉપકરણો છે. એવું માનવામાં આવે છે કે ડીઝલકાર એવા લોકોએ ખરીદવી જોઈએ જે કોમર્શિયલ ઉદ્દેશથી ગાડી ખરીદી રહ્યા હોય અથવા જેમની રનિંગ વધારે હોય. તેમજ જે લોકો પર્સનલ અને ઘરેલુ ઉપયોગ માટે કાર ખરીદી રહ્યા હોય તેઓએ પેટ્રોલ કાર ખરીદવી જોઈએ.શું છે ફાયદો અને નુકસાન?:- હ્યુન્ડાઇ વેન્યુ એક પોપ્યુલર કોમ્પેક્ટ એસયુવી છે. આ ડીઝલ અને પેટ્રોલ બંને એન્જિન સાથે આવે છે. હવે માની લો Venya નું ડીઝલ બેઝ મોડલ S Plus ખરીદો છો જેની કિંમત 12.25 લાખ રૂપિયા ઓનરોડ છે. 50 કિલો મીટર રોજ ચલાવવા પર તેની મહિના ની ફ્યુલ કોસ્ટ 5,500 રૂપિયા છે. તેમજ પેટ્રોલ મોડલના સેકન્ડ બેઝ મોડલની ઓન રોડ કિંમત લગભગ 10 લાખ રૂપિયા છે. અહીંયા પેટ્રોલ મોડલનું સેકન્ડ બેઝ એટલા માટે લેવામાં આવ્યુ છે કારણ કે બંનેના બરાબર ફીચર્સ મળે છે. 

હવે પેટ્રોલ મોડલ ને 50 કિલોમીટર ચલાવવા પર ફ્યુલ કોસ્ટ લગભગ 7,500 રૂપિયા આવે છે. આ હિસાબે ડીઝલ મોડલ પર દર મહિને 1500 રૂપિયાની બચત થઈ રહી છે. પરંતુ ડીઝલ મોડલ ની કિંમત લગભગ બે લાખ રૂપિયાથી વધારે છે. જવાબ એ જ છે કે માત્ર 1500 રૂપિયાની બચત માટે બે લાખ રૂપિયા વધારે ખર્ચ કરવાની શું જરૂર છે. જો તમારી રનિંગ વધારે હોય તો ડીઝલ મોડલની તરફ જઈ શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment