મિત્રો તમે જાણો છો કે, હાલ કોરોનાના કારણે દરેક નાનાથી માંડીને મોટા સુધીના દરેક વિદ્યાર્થીનો અભ્યાસ ઓનલાઈન શરૂ છે. જેને કારણે આજે વિદ્યાર્થી મોબાઈલ લઈને અભ્યાસ કરે છે. પણ હજી પણ ગામડાના એવા ઘણા વિસ્તાર છે, જ્યાં આ સગવડ નથી મળતી. જેને કારણે ત્યાંના બાળકો ભણતર વગર ન રહી જાય છે. તેવામાં એક શિક્ષિકા બહેને એવું કામ કર્યું છે કે, જે દરેક માટે એક પ્રેરણા બની રહે છે.
કોરોનાને કારણે હાલ શાળા, કોલેજ ટ્યુશન બધું બંધ છે. જ્યારે ઘરે ઘરે ઓનલાઈન ક્લાસ શરૂ છે અને વિદ્યાર્થીઓ તેમાં જ અભ્યાસ કરે છે. પણ હજુ ગામડાના ઘણા એવા પરિવાર છે કે, જેમની પાસે મોબાઈલની પણ સગવડ નથી અને જેમની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ ન હોય તેઓ ભણતર વગરના રહી જાય છે.
આવા સમયે એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં કરજણ તાલુકાના મેથી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 2 માં પ્રજ્ઞાવર્ગમાં અભ્યાસ કરાવતા પ્રિયતમાબહેને કનીજા ગામમાં બાળકોને શિક્ષણ મળી રહે, તે માટે પોતાના મોપેડ પર જ પ્રજ્ઞા વર્ગ બનાવી દીધો છે. અહીં આ મોપેડમાં વિવિધ ચાર્ટ અને બ્લેક બોર્ડ રાખીને હાલતી ચાલતી શાળા બનાવી છે. આમ તેઓ પ્રવૃત્તિ સાથે બાળકોને અભ્યાસ કરાવે છે.ઘરે ઘરે જઈને શિક્ષણ આપે છે : આ પ્રિયતમાબહેન દરરોજ શાળાના સમયે ઘરે ઘરે જઈ બાળકોને ભણાવે છે. આ સિવાય તેઓ કોરોનાના આવશ્યક નિયમોનું પાલન કરતા સામાજિક અંતર પણ જાળવી રાખે છે, માસ્ક પહેરે છે. આ સિવાય તેઓ 3 થી 4 વિદ્યાર્થીને બોલાવીને ભાર વગરનું ભણતર આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ પણ મેડમ આવતા ભણવા માટે બેસી જાય છે.
આમ પરથી એમ કહી શકાય કે, જેમને ભણતર મેળવવું છે તે અને જેમને ભણતર આપવું છે તે બંને ગમે તે રીતે પોતાનો રસ્તો કરી લે છે. આમ જો પ્રિયતમાબહેન પાસેથી અન્ય શિક્ષકો પણ પ્રેરણા લઈને ગામડના બાળકોને શિક્ષણ આપે તો ગરીબ વિદ્યાર્થી પણ ભણી શકે છે.બાળકોને શાળા બંધ હોય તેવો અનુભવ નથી થતો : આ ઉપરાંત જ્યારે પ્રિયતમાબહેનને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, ‘આ કોરોના મહામારીમાં સ્કુલ બંધ છે. ત્યારે જેમની પાસે સ્માર્ટફોન ન હોવાથી ઓનલાઈન શિક્ષણ નથી મેળવી શકતા, માટે મેં હાલતી ચાલતી શાળા શરૂ કરી છે. અને હું વિદ્યાર્થીના ઘરે જઈને તેને શિક્ષણ આપું છું. બાળકોને શાળા બંધ હોય તેવો અહેસાસ નથી થયો .જેને કારણે મને 90% સફળતા મળી છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી