ઉચ્ચ અભ્યાસ હોવા છતાં રાજકોટની આ બે યુવતી વેંચે છે પાણીપુરી ! તેની પાછળનું કારણ તમને પણ ચોંકાવી દેશે.

કોરોના નામની આ મહામારીએ દેશ અને દુનિયામાં લોકોના જીવ સાથે અન્ય લોકોના નોકરી, વેપાર અને રોજગાર પણ ગુમાવવા પડ્યા છે. તો અમુક લોકોની નોકરી છૂટી ગયા બાદ પોતે જ નવો બિઝનેસ શરૂ કરી આત્મનિર્ભર બનવા માટે પહેલ કરી છે. તો એવી જ એક ઘટના રાજકોટમાં પણ સામે આવી છે. જ્યાં બે બહેનપણીઓ દ્વારા આત્મનિર્ભર માટે પગલું ભર્યું છે. આ બંને બહેનપણીઓએ ખુબ જ ઊંચ અભ્યાસ કર્યો હોવા છતાં પણ નોકરી ન કરી અને પાણીપુરીનો ધંધો શરૂ કરી દીધો. ટૂંક બંને બહેનપણીઓ આત્મનિર્ભર બની.

કોરોનાના આ કપરા સમયમાં આપણા દેશમાં ઘણા લોકોએ કરી રહેલ નોકરી વ્યવસાય છોડીને પોતાનો નાના પાયે બિઝનેસ શરૂ કર્યો છે. જેમાં વધુ આવકના સ્ત્રોત હોય. પરંતુ રાજકોટની આ બંને બહેનપણીઓ લગભગ બે ત્રણ વર્ષથી આત્મનિર્ભર બનીને પાણીપુરીનો વ્યવસાય કરી રહી છે.

આ બંને આત્મનિર્ભર યુવતીઓનું નામ છે, ભાવના કણજારીયા અને પૂજા રાઠોડ. આ બંને ધંધાર્થી બહેનપણીઓ ઓનું કહેવું એવું છે કે, આ બિઝનેસ શરૂ કરવા માટે અમારો મૂળ હેતુ એ જ હતો કે, નોકરીમાં માલિક જે પગાર આપે એમાં સંતોષ માની લેવાનો અને એટલા જ પૈસાના હકદાર બની રહેવાનું, પરંતુ જો કોઈ નાનો પણ પોતાનો બિઝનેસ શરૂ કરીએ તો આપણી જેટલી મહેનત એટલું સામે વળતર મેળવી શકીએ.વિશેષ વાત કરતા ભાવના કણજારીયા જણાવે છે કે, વર્ષ 2006 – 2007 અને 2007 – 2008 માં પોતે સ્કુલ લેવલે નેશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો. તેમજ વર્ષ 2010 – 11 માં યુનિવર્સિટી દ્વારા આયોજન કરવામાં આવેલ ઈન્ટર કોલેજ ટુર્નામેન્ટમાં પણ ભાગ લીધો હતો.

એ સમય ક્રિકેટ રમતા બોલ લાગી ગયો હતો અને તેના કારણે ઈજા થઈ હતી. ત્યાર બાદ એક સર્જરી પણ કરવી પડી. ત્યાર બાદ તેણે ક્રિકેટ છોડી દીધી અને પોરબંદરમાં ડ્રાયવીંગ સ્કુલ અને પછી રાજકોટમાં ક્રિકેટ કોચ તરીકે પણ સેવા આપી હતી.તેમજ ભાવનાની સાથે ધંધામાં ભાગીદાર તેની બહેનપણી પૂજા રાઠોડે જણાવ્યું છે કે, સમાજશાસ્ત્ર વિષય પર માસ્ટર ડિગ્રી મેળવી છે. તેણે માસ્ટર કર્યું પછી કોઈ પણ કોલેજમાં ખુબ જ આસાનીથી આસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ મળી શકે એમ હતી. પરંતુ તે પ્રોફેસર ન બની અને ભાવના સાથે મળી આત્મનિર્ભર બનવા માટે પાણીપુરીનો ધંધો શરૂ કર્યો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment