મિત્રો સુરત શહેરનું નામ હીરા અને કાપડ ઉદ્યોગ માટે લેવાય છે અને અહીં લાખો લોકો રોજગારીની શોધમાં આવ્યા છે અને તે તમામ લોકોને સુરત રોજીરોટી પૂરી પાડે છે. પણ હાલ સુરત વિશે એક નવા સમાચાર જાણવા મળ્યા છે અને આ જાણવા મળતી માહિતી મુજબ સુરતનું નામ હવે IT ક્ષેત્રે પણ દેશમાં લેવામાં આવી રહ્યું છે. ચાલો તો આ અંગે વિસ્તારથી જાણી લઈએ.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, હવે સુરત હીરા અને કાપડ બાદ IT ક્ષેત્રે આગળ વધી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં સુરતમાં 1600 આઈટી કંપની ખુલી છે. જેમાં 16 હજારથી વધુ લોકો કામ કરી રહ્યા છે. જ્યારે 2019 માં લગભગ 4 હજારથી વધુ એપ્લીકેશન બનાવીને ઓનલાઇન મુકવામાં આવી હતી. જેમાં ગુગલે 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. હવે આઈટી ક્ષેત્રે પોતાની કારકિર્દી કરવા માટે બેંગલોર, પુણે અને મુંબઈ ગયેલા યુવાનો સુરત આવીને પોતાની કંપની ખોલી રહ્યા છે.
IT ક્ષેત્રે પ્રોત્સાહન : સુરતમાં હાલ બે વર્ષની અંદર 1600૦ નાની મોટી IT કંપની ખોલવામાં આવી છે. જ્યારે ભવિષ્યમાં સુરત શહેરને IT સેક્ટરમાં પ્રોત્સાહન મળે તે માટે સુરત શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા IT કમિટીની રચના કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના સાઉથમાં ઇનોવેશન એન્ડ ટેકનોલોજી સોસાયટીની સ્થાપના કરવામાં આવી છે. ડાયમંડ બુર્સની જેમ એક જગ્યાએ જ IT કંપનીઓ હોય તેમ કામગીર થઈ રહી છે.એસોસિએશન કામગીરી : આ માટે એસોસિયેશન એવું વિચારી રહી છે કે, એક જગ્યાએ જ તમામ IT કંપનીઓ હોય. જો કે આઈટી કંપનીઓને વીજળીએ અને હાઈ સ્પીડ ઈન્ટરનેટની જરૂર હોય છે. જેની વ્યવસ્થા કરવામાં આવશે. વિદેશી કંપનીઓમાંથી આઉટસોર્સિંગનું કામ કેવી રીતે લાવવું તે પણ નક્કી કરવામાં આવશે.
યુવાનોના રોજગાર માટે આ કમિટીની રચના કરવામાં આવી છે : આ વિશે સુરત ચેમ્બર આઈટી કમિટીના ચેરમેન ગણપત ધામેલીયાએ જણાવ્યું કે, આઈટી ક્ષેત્રે સુરત એ આઈટી હબ બનશે અને યુવાનોને રોજગારી મળે તે માટે આ કમિટીની રચના કરવામાં આવી છે. જો કે અમે નામ રજિસ્ટ્રેશન માટે મૂકી દીધું છે અને એક જૂથ બનાવીને આગળ વધીશું.
એપ ડેવલપર : આ વિશે જાણવા મળતી માહિતી મુજબ એપ ડેવલપર સતીષ શંકરે જણાવ્યું કે, ‘હું એક બેંગલોરની કંપનીમાં જોબ કરતો હતો અને તે જોબ છોડીને હું સુરત આવ્યો છું. હાલ અલગ અલગ એપ્લીકેશન બનાવીને તેને અપલોડ કરી રહ્યો છું. ફોટોગ્રાફી કેટેગરીમાં મારી એક એપ્લીકેશન ટોપ 10 માં છે. મને મદદ મળે તે માટે એક કંપનીએ મને આસીટન્ટ રાખ્યો છે.2019 માં સુરતને 4 હાજર કરોડ રૂપિયા ચૂકવ્યા : એવું જાણવા મળ્યું છે કે, સુરતમાંથી અલગ અલગ આઈટી કંપનીઓએ 4 હજારથી વધુ એપ્લીકેશન અપલોડ કરી હતી. જેમ એપ અપલોડ કરવાના ગુગલે 4 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે સૌથી વધુ એપ્લીકેશન વરાછા વિસ્તારમાંથી કરાઈ હતી.
આઉટસોર્સિંગનું કામ પણ વધુ : એમ જાણવા મળ્યું છે કે, સુરતમાં આઉટસોર્સિંગનું કામ કરતી કંપનીઓ પણ વધુ છે. જેમાં બેંકના સોફ્ટવેર મેકિંગ, ફૂડ પ્રોડક્શન કંપનીઓના સોફ્ટવેરના કામ વધુ છે. સુરતમાં આઉટસોર્સિંગનું કામ 4 હજાર કરોડ રૂપિયાથી પણ વધુ છે.સુરતમાં આઈટી ક્ષેત્રે 6 હજાર વિદ્યાર્થી બહાર આવે છે : એક અંદાજ મુજબ સુરત શહેરમાંથી દર વર્ષે બીએસી આઈટી, એમએસસી આઈટી, એમસીએ, કોમ્પ્યુટર સાયન્સ સહીત 6 હજારથી વધુ વિદ્યાર્થી બહાર નીકળે છે. જેમાંથી 3 હજારથી વધુ વિદ્યાર્થી બેંગલોર, પુણે અને મુંબઈમાં નોકરી કરવા જાય છે.
સુરતમાં 2 હજાર ઓનલાઇન સેલર છે : એવું પણ જાણવા મળ્યું છે કે, સુરતમાં 2 હજારથી વધુ ઓનલાઇન સેલર છે. 20 હજારથી વધુ પ્રોડક્ટ સુરતથી આખા ભારતમાં સપ્લાય થાય છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Well, Surat is now on the front line. They now need to develope the software that reveals how to make clean cities, show the dirtiness, rubble and hanging cables. Even show what building have zero improvements with no new paintwork etc etc etc
Just by progressing with IT is not progress but look how the Gujarat looks in terms of streets, street food stalls, how people dress indicates the progress.
Thank you.