સૌરમંડળમાં બુધ ગ્રહનું થશે રાશિ પરિવર્તન ! પાંચ રાશિને સારો, પાંચને મધ્યમ અને 2 રાશિ માટે અઘરો સમય….

સૌરમંડળના સૌથી નાનો ગ્રહ બુધ રાશિ બદલીને મકરમાં આવી ગયો છે. જે 25 જાન્યુઆરી સુધી આ રાશિમાં રહેશે. બુધના શુભ પ્રભાવથી ધન, માન-સમ્માન અને વૈભવ પણ મળે છે. આ ગ્રહ વ્યાપાર, વાણીજ્ય, કોમર્સ, બેન્કિંગ, મોબાઈલ, નેટવર્કીંગ અને કોમ્પ્યુટર સાથે જોડાયેલા ક્ષેત્રોને પ્રભાવિત કરે છે. આ ગ્રહના રાશિ પરિવર્તનથી મેષ, વૃષભ, કન્યા અને સિંહ રાશિ વાળા લોકોને લેણદેણ અને રોકાણમાં ફાયદો થઈ શકે છે. તેના સિવાય અમુક રાશિના જાતકો માટે આ સમય સારો નથી, તો અમુક રાશિઓ માટે આ સમય મધ્યમ સાબિત થશે.

કેવી થશે અસર : બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી લોકોમાં રચનાત્મકતા વધશે. શેર માર્કેટ વધવાની સંભાવના છે. બજારમાં ખરીદદારી વધી શકે છે. બિઝનેસ કરવા વાળા લોકો માટે આ સમય ખુબ જ સારો રહેશે. લેણદેણ અને રોકાણમાં ઘણા લોકોને ફાયદો થઈ મળી શકે છે. નોકરી કરતા લોકો કામકાજને લઈને નવું યોજનાઓ બનાવી શકે અને તેના પર કામ પણ શરૂ કરી શકે છે.

5 રાશિઓ પર બુધનું પરિવર્તન રહેશે શુભ : મેષ રાશિના જાતકોને બિઝનેસ અને નોકરીમાં સફળતાના યોગ બની રહ્યા છે. દુશ્મનો પર જીત મળી શકે છે અને સામાજિક પદ અને પર્તિષ્ઠા પણ વધશે. ત્યાર બાદ વૃષભ રાશિની વાત કરીએ તો નોકરીમાં કિસ્મતનો સાથ મળે, ધનલાભના યોગ બની રહ્યા છે, તેમજ યોજનાઓ પણ સફળ થશે. ત્રીજી લાભકારી રાશિ છે સિંહ, આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે, દુશ્મનો પર જીત મળશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે. દુર સ્થાનથી કોઈ સારા સમાચાર મળે. કન્યા રાશિના જાતકોને શિક્ષા પ્રતિયોગીતામાં સફળતા મળી શકે, પ્રેમ લગ્ન કરવા ઇચ્છતા હો તો આ સમય અનુકુળ સાબિત થશે. પાંચમી જે રાશિને લાભ થવાનો છે તે છે મીન, પ્રોપર્ટી અને રોજિંદા કામોમાં ફાયદો થઈ શકે, આવકના સોર્સ વધે, રોકાયેલા પૈસા પાછા મળે તેવા યોગ, શેર માર્કેટમાં ફાયદો મળી શકે.

પાંચ રાશિઓ માટે મધ્યમ સમય : તેમાં કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો રોજિંદા કામોમાં મહેનત વધશે પરંતુ ફાયદો પણ થશે, સ્વાસ્થ્ય સંબંધિત ઉતાર-ચડાવ આવી શકે. બીજી રાશિ છે તુલા, આ રાશિના જાતકોના સુખમાં વધરો થશે, પરંતુ માતાની તબિયતને લઈને ચિંતા વધે, યાત્રાઓમાં સાવધાની રાખો, તેમજ પ્રોપર્ટી સંબંધિત સમસ્યાઓમાં સફળતા મળે. ત્રીજી રાશિ છે વૃશ્વિક, જે નિર્ણય લ્યો તેમાં સફળતા મળશે, નોકરી કે બિઝનેસને લઈને યાત્રા થવાની સંભાવના બનશે, ભાઈ-બહેનો અથવા મિત્રોની સાથે વિવાદ થવાની સંભાવના.ત્યાર બાદ ચોથી રાશિ છે ધન, આ રાશિના જાતકોને ધનલાભ થશે, પરંતુ ખર્ચ પણ થશે, સમજી વિચારીને બોલવું, ગુપ્ત વાત ઉજાગર થઈ શકે છે. ત્યાર બાદ છે મકર રાશિ, રોજિંદા કાર્યોમાં સફળતા મળશે, પરંતુ સમસ્યાઓ પણ વધતી જશે, નોકરી કરતા લોકોએ સમજી વિચારીને નિર્ણય લેવા પડશે.

આ બે રાશિના જાતકોએ રહેવું જોઈએ સંભાળીને : પહેલા તો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો, કાર્યક્ષેત્રમાં ષડયંત્રની શિકાર થઈ શકો છો, સમજી વિચારીને બોલવું અને સાવધાનીથી કોઈ પણ નિણર્ય લેવો. ત્યાર બાદ કુંભ રાશિના જાતકોએ, ખર્ચમાં ધ્યાન રાખવું, બચાવેલ પૈસા ખૂટી શકે છે, યોજનાઓ પણ અધુરી રહે, કામકાજને લઈને તણાવ રહેશે, ભાગદોડ પણ થાય, પ્રોપર્ટી સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment