પોલીસ સ્મૃતિ દિવસ : અમિત શાહ બોલ્યા, લોકડાઉનમાં પોલીસે કર્યા આ કામ થશે ખુબ જ મોટા બદલાવ.

આજે દેશમાં પોલીસ સ્મૃતિ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ અવસર પર દિલ્લી સ્થિત પોલીસ સ્મારક પર પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને પરેડને સંબોધિત પણ કરી. અમિત શાહે પોતાના સંબોધનમાં ત્યાં કહ્યું કે, પોલીસ વાળાએ દેશની સુરક્ષા માટે બલિદાન આપ્યું છે, તેના બલિદાનના કારણે આજે દેશ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.

અમિત શાહે કહ્યું કે, જ્યારે દેશ પોતાના તહેવાર મનાવે છે, ત્યારે પોલીસના જવાનો પોતાની ડ્યુટી કરતા હોય છે. અમિત શાહે જણાવ્યું કે, આ વર્ષે 260 પોલીસકર્મીઓએ શહાદત આપી છે. આજ સ્મારક દ્વારા નવી પેઢીને પોલીસના બલિદાનો વિશે જાણવા મળી રહ્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ બોલ્યા કે લોકડાઉનના અમલીકરણમાં પોલીસની ભૂમિકા સૌથી અહેમ રહી છે. કોરોના સંકટના કારણે 343 પોલીસકર્મીઓના મૃત્યુ થયા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બોલ્યા કે, પોલીસ માટે પડકારો લગાતાર વધી રહ્યા છે, આંતકવાદ, નકલી કરન્સી, ડ્રગ્સ, મહિલાઓ વિરુદ્ધ અપરાધ સહીત ઘણા પડકારો સમાજમાં આવી રહ્યા છે, જેનો સામનો કરવાનો છે. જલ્દી પોલીસના ક્ષેત્રમાં ટેકનોલોજીને વધારી દેવામાં આવશે. અમિત શાહે જણાવ્યું કે, હવે 12 મુ ધોરણ પાસ થયા બાદ પણ બાળકોની સુરક્ષાના વિષયમાં જાણકારી આપવામાં આવશે.અમિત શાહે કહ્યું કે, તમે દેશને સંભાળો, સરકાર તમારા પરિવારની રક્ષા કરશે. ખુબ જ જલ્દી પોલીસ ક્ષેત્રમાં ઘણા મોટા મોટા બદલાવ જોવા મળશે, જે દેશની સુરક્ષા કરતી બધી જ ફોર્સ માટે લાભદાયક હશે. ટૂંકમાં દેશના જવાનો માટે લાભકારક બદલાવો સરકાર દ્વારા કરવામાં આવશે.

આ મોકા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરી પોલીસના જવાનોને સલામ કરી હતી. તેમજ પીએમ મોદીએ ટ્વિટમાં લખતા જણાવ્યું કે, આજે પોલીસકર્મી અને તેના પરિવારોને સલામ કરવાનો દિવસ છે. અમે દરેક શહીદોને નમન કરીએ છીએ. આપણા દેશના પોલીસકર્મી હંમેશા લો એન્ડ ઓર્ડર જાળવી રાખવા અને દેશવાસીઓ સેવાઓના કાર્યોમાં જોડાયેલા રહે છે. કોરોના સંકટમાં પણ તેમણે પોતાની નિષ્ઠાથી ડ્યુટી નિભાવી અને લોકોની સતત સેવા કરી હતી. જેનું પરિણામ પણ જોવા મળ્યું હતું. તો આજના આ ખાસ દિવસને પોલીસ સ્મૃતિ દિવસ માનવામાં આવે છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment