કોરોના વાયરસની મહામારી વિશ્વ માટે સંકટ બની ગઈ છે. આ સંકટકાળમાં વધારે વસ્તીવાળા શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ખાસ સૂચન આપવામાં આવે છે. જો કે હવે મોટાભાગના લોકો કોરોના વાયરસના લક્ષણોને સમજી ચૂક્યા છે. પરંતુ વાયરસ હવાની જેમ ડ્રોપલેટ્સ દ્વારા ફેલાય છે. આ શહેરોમાં જીવ બચાવવા માટે લોકો માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
તો મિત્રો બીજી તરફ ઈટલીના એક નાના શહેર હેમલેટમાં એક ખાસ વિશેષતા જોવા મળી છે. જી હાં, જિયોવની કૈરિલી(82 વર્ષ) અને જિયોમ્પિયરો નોબિલી(74 વર્ષ) નોર્ટોસ્કે નામના બે વ્યક્તિ છે. પરંતુ તે બંને વ્યક્તિ જ આ એકાંત શહેરમાં રહે છે, ત્યાં બીજું કોઈ નથી રહેતું. શહેરમાં ફક્ત બે લોકો રહેતા હોવા છતાં કોવિડ-19 ના દરેક નિયમોનું પાલન કરે છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, આ શહેરમાં તેનું કોઈ પડોશી પણ નથી, તેમ છતાં સેવા નિવૃત્ત વૃદ્ધ કોઈ પણ પ્રકારનો જોખમ લેવા તૈયાર નથી. તેનું કારણ એ પણ છે કે, ભાગ્યે જ આ લોકો આ શહેરને છોડીને જાય. ઉલ્લેખનીય છે કે, આ શહેર પેરુજા પ્રાંતના ઉમ્ર્બિયામાં આવેલ છે. ફક્ત બે વ્યક્તિની વસ્તી ધરાવતુ આ શહેર ટૂરિસ્ટમાં ખુબ જ જાણીતું છે. આ શહેર લગભગ 900 મીટરની ઉંચાઇ પર આવેલુ છે. જ્યાં પહોંચ્યા બાદ પાછુ ફરવું ખુબ જ મુશ્કિલ છે. આ શહેરમાં રહેતા કેરિલી અને નોબિલી નામના બે વ્યક્તિ પોતાને સુરક્ષિત રાખવા માટે એકલા હોવા છતાં પણ માસ્ક પહેરે છે.કેરિલીએ એક મીડિયાને ઇન્ટરવ્યૂ આપતા કહ્યું કે, ‘વાયરસથી મૃત્યુનો ડર છે. જો હું બીમાર પડી જઈશ તો મારું ધ્યાન કોણ રાખશે. હું બેઠો છું પણ મારા ઘેટા-બકરા, મધમાખીઓ અને વાઘની દેખરેખ કરવા માંગુ છું. હું મારી જિંદગી ખૂબ જ સારી રીતે જીવી રહ્યો છું.’
નોબિલીનું કહેવું છે કે, ‘સુરક્ષાના ઉપાયોને અવગણવા ન જોઈએ. પોતાના જીવને જોખમમાં મુકવો યોગ્ય નથી. ફક્ત સ્વાસ્થ્ય માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટેન્સના નિયમનુ પાલન ન કરો. તેમાં થોડું સારુ ખોટુ નથી. જો આ નિયમ છે તો જાત માટે અને બીજાના જીવ માટે નિયમનું પાલન કરવું જોઈએ.’
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google