પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડર પર તૈનાત જવાનોની સાથે દિવાળી માનવી રહ્યા છે. પીએમ મોદી રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર પહોંચી ચુક્યા છે. પીએમ મોદીની સાથે સીડીએસ બીપીન રાવત, આર્મી ચીફ એમ.એમ. નરવણે, એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદોરિયા અને બી.એસ.એફ. ના ડી.જી. રાકેશ અસ્થના હાજર છે.
તમને જણાવી દઈએ કે, જેસલમેરમાં ભારત-પાકિસ્તાનની સીમા મળે છે. ત્યાં બોર્ડર પર બી.એસ.એફ ની તૈનાતી છે. સુપ્રસિદ્ધ તનોટ માતાનું મંદિર પણ ત્યાં જ આવેલું છે. પ્રધાનમંત્રી જેસલમેરના લોંગેવાલા બોર્ડર પર બી.એસ.એફ ના જવાનોની સાથે દિવાળી માનવી રહ્યા છે. લોંગેવાલા મૂળરૂપે બી.એસ.એફની એક પોસ્ટ છે.
લોંગેવાલા નામ સાંભળીને કંપી ઉઠે છે પાકિસ્તાન : તમને જણાવી દઈએ કે, લોંગેવાલાનું દેશના સેન્ય ઈતિહાસમાં અહેમ સ્થાન છે. આ એ જ સ્થળ છે જ્યાં 1971 માં ભારત પાકિસ્તાનના ભીષણ યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ભારતની સેનાને પાકિસ્તાનીઓ પર જો કહેર વરસાવ્યો હતો, તેને પાકિસ્તાન આજે પણ ભૂલ્યું નથી. 4 સપ્ટેમ્બર, 1971 ની આ લડાઈને લોંગેવાલા પોસ્ટ પર તૈનાત 120 ભારતીય સૈનિકોને 40-50 ટેન્કોને કબજો કરવા આવેલ 3000 પાકિસ્તાની જવાનોને શિકસ્ત આપી હતી. તે જોરદાર ઈતિહાસ બની ગયો હતો.લોંગેવાલા ચોંકી પર કબજો કરવાની નાપાક કોશિશમાં પાકિસ્તાનીઓને પોતાના 34 ટેન્ક, પાંચ સો વાહન અને બસ્સો જવાનોની હાથ ધોવા પડ્યા હતા, પરંતુ આ ચોંકી અવિજેય રહી હતી.
2019 માં રાજોરીમાં હતા પીએમ મોદી : ગયા વર્ષે 27 ઓક્ટોબર 2019 ના પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કશ્મીરના રાજોરીમાં જવાનો સાથે દિવાળી માનવી હતી. આર્મો ડ્રેસમાં પીએમ મોદી જવાનોની વચ્ચે પહોંચ્યા અને ત્યાં મીઠાઈ વહેંચી હતી. આ પહેલા 2018 માં પીએમ મોદીએ ઉત્તરાખંડ અને ઉત્તરકાશીમાં સેના અને ITBP ના જવાનોની વચ્ચે દિવાળી માનવી હતી.
નરેન્દ્ર મોદીએ દિવાળીના મોકા પર દેશવાસીઓએ અપીલ કરી હતી કે, “તે એક દીવો સીમા પર તૈનાત જવાનોના નામે પ્રગટાવે છે. પીએમએ ટ્વિટ કરી કહ્યું કે, ‘આ દિવાળીએ, આવો એક દીવો સેલ્યુટ ટુ સોલ્જર્સને(સૈનિકોને સલામ) ના તૌર પર પ્રગટાવો. સૈનિકોના અદ્દભુત સાહસને લઈને અમારા દિલમાં જે આભાર છે તેને શબ્દોમાં વ્યક્ત ન કરી શકાય. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારોના પણ આભારી છે.”
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google