દિવાળીના તહેવારોમાં છેલ્લો અને પાંચમો દિવસ ભાઈબીજનો છે. ભાઈબીજ દિવાળીના ત્રીજા દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભાઈબીજ 16 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. આ તહેવાર ભાઈ-બહેનનો માનવામાં આવે છે. ભાઈબીજના દિવસે બહેનો ભાઈના સારા સ્વાસ્થ્ય માટે તથા લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. તથા બહેન ભાઈની મંગળકામના માટે નાળાછડીથી તિલક કરે છે. ત્યાર બાદ ભાઈને મિઠાઈ ખવડાવે છે પછી જમાડે છે. તો આવો જાણીએ આ પવિત્ર તહેવારનું શુભ મૂહુર્ત અને કથા….
ભાઈબીજનું શુભ મૂહુર્ત 2020 : ભાઈબીજની તીથિ – 16 નવેમ્બર 2020, સોમવાર ભાઈબીજનું તિલક મૂહુર્ત – બપોરે 1 વાગીને 11 મિનિટથી 3 વાગીને 17 મિનિટ સુધી શુભ મુહુર્ત છે.
ભાઈબીજની કથા : પૌરાણિક માન્યતાઓ અનુસાર, સૂર્યની સંજ્ઞાથી બે સંતાનો હતા. એક પુત્ર યમરાજ અને બીજી પુત્રી હતી યમુના. સંજ્ઞા સૂર્યનું તેજ સહન ન કરી શકવાના કારણે પોતાની છાયામૂર્તિથી નિર્માણ ઓછું કરીને પોતાના પુત્ર-પુત્રીને સોંપીને તે ત્યાંથી ચાલ્યા ગયા. છાયાને યમ અને યમુના કોઈ પ્રકારનો લગાવ ન હતો. પરંતુ યમ અને યમુનામાં બહુ જ પ્રેમ હતો.યમરાજ પોતાની બહેન યમુનાને ખુબ જ પ્રેમ કરતા હતા, પરંતુ વધારે કામ હોવાના કારણે પોતાની બહેનને મળવા ન જઈ શક્યા. એક દિવસ યમ પોતાની બહેનની નારાજગીને દૂર કરવા માટે મળવા ગયા. યમુના પોતાના ભાઈને જોઈને ખુશ થઈ ગઈ. ભાઈ માટે તેણે ભોજન બનાવ્યું અને આદર સત્કાર કર્યો.
બહેનનો પ્રેમ જોઈને યમરાજ એટલા ખુશ થયા કે, તેમણે યમુનાને ખુબ ભેટ આપી. યમ જ્યારે બહેનથી મળ્યા બાદ વિદાય લેવા લાગ્યા તો બહેન યમુનાથી કોઈ પણ પોતાની ઇચ્છા મુજબ વરદાન માંગવા કહ્યું, યમુનાએ તેમના આગ્રહને સાંભળીને કહ્યું કે, જો તમે મને વરદાન આપવા માંગતા હોય તો આજના દિવસ દર વર્ષે તમે અહીં આવો અને મારો આતિથ્ય સ્વીકાર કરો. કહેવામાં આવે છે કે, ત્યાર બાદ દર વર્ષે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવે છે.
તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી હેલ્પફુલ, (૨) હેલ્પ ફૂલ, (૩) ગુડ, (૪) એવરેજ.
અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google