દિવાળીના તહેવારોનું રાશિ ભવિષ્ય ! જાણો કેવા રહેશે તમારા તહેવારોના દિવસો અને કેટલો થશે ધનલાભ.

ધનતેરસ, દિવાળી અને ભાઈબીજ જેવા નવા દિવસોના તહેવારો દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે. આ શુભ દિવસોમાં દરેક વ્યક્તિ પોતાનું રાશિ ભવિષ્ય જાણવા ઈચ્છે છે. એક જાણીતા જ્યોતિષ અનુસાર, આ અઠવાડિયુ કર્ક, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું લાભ મળશે. તો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે, તહેવારોના સમયમાં તમારું રાશિ ભવિષ્ય શું કહે છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મેષઃ પ્રતિસ્પર્ધા અને પ્રભાવ વધશે આ અઠવાડિયામાં ઉત્સાહમાં વધારો થશે. સરળતાથી જે ઇચ્છશો તે કાર્ય પૂર્ણ કરી શકશો. મિત્રોનો સહયોગ મળશે. અભ્યાસમાં ઇચ્છા વધશે. પ્રેમ સંબંધોમાં સતર્કતા અને સમજી વિચારીને આગળ વધવું.

વૃષભઃ પ્રિયજનો અને સબંધીઓની બાબતમાં ધૈર્ય રાખવાનું શીખવાની સાથે આવતા અઠવાડિયામાં સરળ રીતે આગળ વધવું. વાહનના યોગ મજબૂત થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ સંબંધ વધુ સારા રહેશે. તમને મિત્રોનો સહયોગ મળશે. નવીનતામાં રસ લેશો. બૌદ્ધિક બાજુ અસરકારક રહેશે. મુસાફરીની શક્યતા છે.મિથુનઃ સામાજિક સંપર્ક વધશે. આ અઠવાડિયામાં સારા કાર્ય થશે. પરિવારો સાથે સંબંધ ટકાવી રાખવો. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. ધાર્મિક તથા મનોરંજક યાત્રા થઈ શકે છે. ગમે તેવી પરિસ્થિતિમાં સકારાત્મક રહેવું. મહત્વપૂર્ણ ચર્ચા માટે સમય અનુકૂળ છે.

કર્કઃ કુંટુંબમાં બધાની નજીક આવશો. આ અઠવાડિયામાં તમારી અપેક્ષા પૂર્ણ થશે. બધા સાથે મેળાપ સારો રાખવો. બધાને સાથે લઈને ચાલશો તો વ્યાપાર નોકરીમાં સહયોગ મળશે. માતા-પિતાના આશિર્વાદ મળશે. તથા અટકેલા કાર્યો પૂર્ણ થશે.

સિંહઃ નવા વિચારો આવશે તેના પર અમલ કરો તે તમારી પ્રતિભામાં વધારો કરશે. લોકોની અપેક્ષાનું સન્માન કરો, તથાકલાત્મક કાર્યોમાં રુચિ રાખો. દરેક કાર્યમાં સફળતા મળશે પરંતુ ક્રોધ પર અકુંશ રાખવો, ફક્ત પોતાની મહેનત પર વિશ્વાસ રાખો.

કન્યાઃ સંબંધોમાં મીઠા બનાવવાના પ્રયત્નો કરો. શરૂઆતથી અનાવશ્યક વિવાદોથી બચવાનો પ્રયત્ન કરો. ઇન્વેસ્ટ કરો તો સાવધાની રાખજો. પરીક્ષા કે પ્રતિયોગિતામાં વધારે સારો દેખાવ કરો. વિવાદિત કિસ્સામાં સફળતા મળશે.તુલાઃ આ અઠવાડિયામાં વ્યાપારમાં વૃદ્ધિના સંકેતો સાથે આવશે. શરૂઆત સાધારણ રહી શકે છે. દરેક સંબંધને માન આપો. ધાર્મિક કાર્ય કરો, ઇશ્વર પર વિશ્વાસ રાખો તે તમારા માટે બળ રૂપ સાબિત થશે.

વૃશ્ચિકઃ પ્રતિભા દર્શનમાં સહાયક અઠવાડિયામાં માન વધશે. કરિયરમાં લાભ થશે. પિતાનું નામ આગળ વધારશો. દરેકની અપેક્ષાઓ પૂર્ણ કરી શકવાના તમારા પ્રયત્નમાં સફળ થશો.

ધનઃ આ અઠવાડિયામાં ધર્મ આસ્થા વિશ્વાસ વધશે. ભાગ્ય સંચાર થશે. લાંબી યાત્રા થવાની શક્યતા છે. મનોરંજક કાર્યોમાં રુચિ રહેશે. પરિવારના સભ્યો પ્રસન્ન રહેશે. મિત્રોનો સહયોગ રહેશે.

મકરઃ આ અઠવાડિયે તમારું ભાગ્ય સારું રહેશે. સ્વાસ્થ્ય બાબતે વધારે સજાકતા રાખો. ધર્મ આસ્થા વિશ્વાસ તમને બળ આપશે. દરેક કાર્યને અનુકુળતાથી કરશો તો સફળતા મળશે. લક્ષ્ય પર ધ્યાન આપો.

કુંભઃ દાંમ્પત્ય અને નેતૃત્વમાં ઉર્જા ભરશે આ અઠવાડિયું. સાથી કર્મચારીઓને વાત માનો. શરૂઆતનો સમય સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપો. માન સન્માનમાં વૃદ્ધિ થશે. યોગ્યતા અનુસાર ભાગ્યમાં સફળતા મળશે.

મીનઃ મહેનતથી સફળતા મળવાના સંકેત છે. વિપક્ષનો વિરોધ થશે. ઉધાર લેણ-દેણથી બચો. શરૂઆતનો સમય સામાન્ય રહેશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો, વેપાર ધંધામાં સમય આપો.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment