10 હજાર રૂપિયાનું રોકાણ અને મહિને 30 હજારની કમાણી, ઘરે બેઠા જ અપનાવો આ બિઝનેસ ફોર્મ્યુલા.

મિત્રો આજે દરેક લોકો રૂપિયા કમાવવા માટે ફાફા મારી રહ્યા છે. તેનું કારણ છે કે લોકડાઉનને કારણે અનેક લોકો બેરોજગાર અને આર્થિક તંગીનો અનુભવ કરી રહ્યા છે. જેને કારણે ઘણા લોકોની તો નોકરી પણ જતી રહી છે. તેમજ પગાર ધોરણ પણ ઓછું થઈ ગયું છે. તેવામાં જો તમે ઘરે બેઠા જ કમાણી કરવા માંગતા હો તો આ લેખ એક વખત જરૂર વાંચો.

જો તમે ઘરે બેઠા જ કોઈ બિઝનેસ શરૂ કરવા માંગતા હો તો તમે અથાણું બનાવી શકો છો. જો ઘર જેવું જ અથાણું તમને બહાર મળી જાય તો મજા આવી જાય છે. તેવામાં તમે પોતાના ઘરે બનેલા અથાણાને  એક મોટા પ્લેટફોર્મ પર વેંચવાનું શરૂ કરો તો ઘણા પૈસા કમાઈ શકો છો. જ્યારે તમને જણાવી દઈએ કે, આ બિઝનેસ તમે કોઈ પણ સિઝનમાં શરૂ કરી શકો છો. તેની શરૂઆત તમે પોતાના ઘરેથી જ કરી શકો છો અને જ્યારે તમારા બિઝનેસનું લેવલ વધી જાય ત્યારે તમે તેને કોઈ પણ મોટી જગ્યામાં ફેરવી શકો છો.

શરૂઆતમાં કેટલો ખર્ચ થશે ? : આ બિઝનેસને શરૂ કરવામાં તમને લગભગ 10 હજાર રૂપિયા જેટલો ખર્ચ થશે. આ સિવાય તમને પહેલા જ મહીને 25 થી 30 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે. આ સિવાય તમે પોતાની પેકેજિંગ અને પ્રોડક્ટને વધુ સારી બનાવીને પોતાની કમાણીને વધારી શકો છો.

ક્યાં વેંચી શકો છો ? : તમે પોતાના અથાણાને ઓનલાઇન, થોક, રીટેલ માર્કેટ અને રીટેલ ચેની બનાવીને પણ વેંચી શકો છો. આમ આ બિઝનેસમાં ઘણી કમાણી છે.

કેટલી જગ્યાની જરૂર છે : આ બિઝનેસને કરવા માટે તમારે લગભગ 900 વર્ગફૂટ જેટલી જગ્યાની જરૂર પડશે. અથાણું તૈયાર કરવું, અથાણાને સૂકવવું, અથાણાને પેક કરવું વગેરે કરવા માટે તમારે આટલી મોટી જગ્યાની જરૂર પડશે. આ સિવાય અથાણાને લાંબા સમય સુધી તાજું અને સારું રાખવા માટે તમારે સાફ સફાઈનો પણ ખ્યાલ રાખવાનો છે.

સારો નફો થશે : આ બિઝનેસના નફાની વાત કરીએ તો તમારે લગભગ શરૂઆતમાં 10 હજાર રૂપિયા જોશે. ત્યાર પછી તમે પહેલા જ દિવસે નફો કરી શકશો. આ સાથે જ શરૂઆતમાં તમારે માર્કેટિંગ પણ કરવું પડશે. જેમાં તમારા થોડા ખર્ચા થશે. આ નાના બિઝનેસને તમે મહેનત અને લગનથી અને નવા નવા પ્રોયોગો દ્વારા વધારી શકો છો.

કેવી રીતે લઈ શકો છો લાયસન્સ : આ બિઝનેસને શરૂ કરવા માટે તમારે લાયસન્સની જરૂર રહેશે. તમને જણાવી દઈએ કે, ખાવા પીવાના બિઝનેસ કરવા માટે તમારે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેડર્ડ ઓથોરીટી પાસેથી પરમિશન લેવી પડશે. તેમાં તમને તે તમારા ખોરાકની તપાસણી કરે છે અને પોતાના માપદંડના આધારે લાયસન્સ આપે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment