મિત્રો તમે સોનું તો પહેરતા જ હશો. તેમજ હાથ, નાક, કાન, માથા પર, ગળામાં વગેરે અંગો પર સોનું પહેરતા લોકોને જોયા હશે, પણ પગમાં સોનું પહેરતા કોઈને નહિ જોયા હોય. જેની પાછળ એક કારણ રહેલું છે. જે કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. જો તમે પણ તેના કારણ અંગે નથી જાણતા તો આજે જ આ લેખને અંત સુધી જરૂર વાંચો.
આપણે ત્યાં લગ્ન જેવા અવસરે સોનાના ઘરેણા પહેરવાનો રીવાજ છે. જે સદિયોથી ચાલ્યો આવે છે. શાસ્ત્રોમાં સોનાને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. સોનાને પહેરવું શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, જ્યારે પણ લગ્ન હોય છે ત્યારે આ ધાતુનો પ્રયોગ વધુ કરવામાં આવે છે. દુલ્હનને સોનાથી સજાવવામાં આવે છે.
શાસ્ત્રોમાં સોનાના આભુષણ પહેરવાના ઘણા નિયમો બતાવવામાં આવ્યા છે. આ નિયમો અનુસાર આ ધાતુને ક્યારેય કમરની નીચે પહેરવું જોઈએ નહિ. આ ધાતુને પગમાં પહેરવા અશુભ માનવામાં આવે છે. પાયલ અને કબુતરી સોનાની જગ્યાએ ચાંદીની ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે.
પગમાં સોનુ ન પહેરવાના કારણો : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાયલ પહેરવાની જગ્યાનું સ્થાન કેતુનું છે. જો કેતુમાં શીતળતા ન હોય તો હંમેશા નકારાત્મક વિચાર પ્રદાન થાય છે. આથી આ જગ્યાએ શીતળતા બનાવી રાખવા માટે ચાંદીની પાયલ પહેરવામાં આવે છે.
આ સિવાય ભગવાન વિષ્ણુને સોનુ વધુ પ્રિય છે. કારણ કે સોનુએ માતા લક્ષ્મીનો સ્વરૂપ માનવામાં આવે છે. આથી સોનાને શરીરની નીચેના ભાગે પહેરવું યોગ્ય નથી. આ ભગવાન વિષ્ણુ સહિત બધા દેવતાઓનું અપમાન સામાન છે.
વૈજ્ઞાનિક કારણ : વિજ્ઞાનમાં પણ સોનાને પગમાં પહેરવા પર ઉચિત નથી માનવામાં આવ્યું. તેમના કહ્યા અનુસાર આભુષણ શરીરને ગરમ રાખે છે. જ્યારે ચાંદીએ શીતળતા આપે છે. આથી ચાંદીના આભુષણ પહેરવાથી શરીરને શીતળતા મળે છે. સોનાથી ગરમી મળે છે. કમરની ઉપર સોનું અને કમરની નીચે ચાંદી પહેરવું શરીરના તાપમાનને જાળવી રાખે છે. જેનાથી ઘણી બીમારી દુર થાય છે.આભુષણ પહેરવાથી ઉર્જા મસ્તકથી પગ સુધી અને પગથી મસ્તક સુધી જાય છે. જ્યારે મસ્તકથી પગ બંનેમાં સોનાના આભુષણ પહેરવામાં આવે છે, તો તેનાથી શરીર એક સમાન ઉર્જાનો સંચાર કરે છે. જેનાથી શરીરને નુકસાન થાય છે અને બીમારી આવી શકે છે.
એવી પણ માન્યતા છે કે, ચાંદીની કબુતરી પહેરવાથી માસિક નિયમિત આવે છે. કબુતરી પગમાં એક્યુંપ્રેશરનું કામ કરે છે. ચાંદીની પાયલ પહેરવાથી પગના હાડકામાં દર્દની સમસ્યા નથી થતી. આથી જે મહિલાઓ પાયલ પહેરીને રાખે છે તેને સાંધાનો દુઃખાવો નથી થતો. આ સિવાય ચાંદીની વસ્તુ શરીરમાં રક્ત સંચારનું કામ સારી રીતે કરે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Very good article.