મિત્રો પાલક પનીરનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ દરેક વસ્તુને ખાવાના નિયમ હોય છે. જેને જાણવા આપણા માટે અતિ જરૂરી છે. નહિતર તેનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. આજે આપણે પાલક સાથે પનીર ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તેના વિશે જાણીશું.
મિત્રો પાલક પનીરને જો તમે સ્વાસ્થ્યવર્ધક માનીને આંખો બંધ કરીને ખાવ છો તો થોભી જાવ. કારણ કે પાલક પનીર ખાવાથી આયર્નની કમી અને કિડનીમાં પથરી થઈ શકે છે. પાલક પનીર ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બંને ખાદ્ય પદાર્થો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક પણ હોય છે. પરંતુ પાલક અને પનીર બંને એકસાથે ન ખાવું જોઈએ તેના કારણે શરીરમાં આયર્નની ઉણપ થાય છે. તમને પ્રશ્ન થતો હશે કે પાલક ખાધા પછી પણ લોહી બનવા વાળા આયર્નની કમી કેવી રીતે થઈ શકે છે? આ વિશે ડાયટેશન વધુ પ્રકાશ પાડતા જણાવે છે કે…1) પાલક પનીર ખાવાથી શું થાય છે?:- પાલક પનીર એક નુકસાનદાયક કોમ્બિનેશન છે, જે પાલકના બધા જ પોષણ ને મારી દે છે. પાલક પનીર ખાવાથી આયર્ન અને કેલ્શિયમ એક સાથે મળે છે. પરંતુ તે છતાં શરીરમાં આયર્નની કમી થઈ જાય છે. કારણ કે શરીર માં આયર્નનું અવશોષણ થયા વગર જ બહાર નીકળી જાય છે.
પાલક પનીરનું શાક કેમ ન ખાવું જોઈએ?:-
2) પનીરથી નાશ થઈ જાય છે પાલકનું આયર્ન:- ડાયટેશનના જણાવ્યા પ્રમાણે પાલકની સાથે પનીર ખાવાથી કેલ્શિયમ અને આયર્ન સાથે મળે છે. કેલ્શિયમના કારણે આયર્નનો ઉપયોગ રોકાઈ જાય છે. આ પ્રમાણે શરીરને આયર્ન નથી મળતું અને તેની કમી થઈ જાય છે. પાલક પનીર ની જગ્યાએ આલુ-પાલક કે કોર્ન-પાલક ખાઈ શકાય છે.3) સ્વાસ્થ્યવર્ધક ભોજન કેવી રીતે કરવું જોઈએ?:- ડાયટેશન આગળ જણાવે છે કે માત્ર સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થ ખાવા જ સ્વાસ્થ્યવર્ધક ભોજન નથી હોતું. તમને એ પણ ખબર હોવી જોઈએ કે કયા ખાદ્ય પદાર્થોને કોની સાથે ખાવા જોઈએ કે પછી ન ખાવા જોઈએ. કારણ કે ખાદ્ય પદાર્થોમાં હાજર ન્યુટ્રીયંટ્સ એકબીજાના અવશોષણને રોકી શકે છે.
4) પાલક પનીરથી થઈ શકે છે પથરી:- જેવી રીતે પાલક પનીર ખાવાથી બોડી આયર્નનું અવશોષણ નથી કરી શકતી, તેવી જ રીતે કિડનીમાં પથરી પણ બનાવે છે. કારણકે એક અભ્યાસ પ્રમાણે પાલકમાં ઓક્સૈલિક એસિડ હોય છે, જે પનીરના કેલ્શિયમનો ઉપયોગ નથી થવા દેતું. આ કેલ્શિયમ કિડનીમાં જઈને જમા થાય છે અને પથરી બનવા લાગે છે.5) વધુ પડતું પાલકનું સેવન નુકશાનદાયક:- પાલકને સ્વાસ્થ્યવર્ધક માનીને જો તમે તેનું વધારે સેવન કરતા હોવ તો પણ તેની સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. વધારે પાલક ખાવાથી ગેસ, કીડની માં પથરી, સાંધામાં દુખાવો, લોહી જાડું થવું, પેટ ફુલવું, ખેંચાણ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે
6) પાલક સાથે ક્યારેય પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ:- પાલક સાથે એવી વસ્તુઓ ક્યારેય ન ખાવી જોઈએ જેમાં કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે જેમ કે દહીં, દૂધ, ટોફુ, ચીઝ વગેરે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી