મિત્રો પોસ્ટ ઓફિસની અનેક પ્રકારની સ્કીમો છે જેમાં દેશના લાખો લોકો રોકાણ કરે છે. લોકો પોસ્ટ ઓફિસમાં એટલા માટે રોકાણ કરવાનું પસંદ કરે છે કારણ કે તેની સ્કીમ માં ખૂબ જ સારુ વળતર અને રોકાણની રકમ પણ સુરક્ષિત રહે છે. અહીં રોકાણ કરવા પર કોઈપણ પ્રકારનું જોખમ રહેતું નથી. વળી કેટલીક યોજનાઓ એવી છે જેમાં ફિક્સ ડિપોઝિટ એટલે કે FD થી વધારે વ્યાજ મળે છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC), સુકન્યા સમૃદ્ધિ યોજના, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS), કિસાન વિકાસ પત્ર (KVP) આવી ઘણી બધી યોજનાઓ છે. તેમાં રોકાણ કરવા પર સુરક્ષિત રીતે સારા પૈસા બનાવી શકાય છે.
એવામાં જો તમે કોઈ સરકારી સ્કીમમાં લાંબા સમય માટે પૈસા રોકવા ઇચ્છતા હોવ તો અને જોખમથી પણ બચવા ઇચ્છતા હોવ તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર (Kisan Vikas પત્ર KVP) યોજના તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. પણ પુખ્ત વય નો નાગરિક પોતાનું ખાતું તેમાં ખોલાવી શકે છે. તમે ઇચ્છો તો તેમાં ત્રણ લોકોના નામ પર જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો.1) કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરવાથી બે ગણી થઈ જશે રકમ:- કિસાન વિકાસ પત્ર (KVP) ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવેલી એક બચત યોજના છે. આ ભારત સરકારની એક ડબલ મની યોજના છે. જ્યાં તમને વાર્ષિક 6.9% વ્યાજ મળે છે અને 124 મહિના (10 વર્ષ અને 4 મહિના)માં આ બમણા થઈ જાય છે. KVP માં ઓછામાં ઓછા 1000 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકાય છે. આમાં રોકાણની કોઈ મહત્તમ મર્યાદા નથી. તમે કોઈપણ સંખ્યામાં KVP ખાતા ખોલાવી શકો છો.
2) પોસ્ટ ઓફિસની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજના:- પોસ્ટ ઓફિસના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8% વ્યાજ મળી રહ્યું છે. એનએસસી પર ગેરંટેડ રિટર્નની સાથે સાથે રોકાણ કરવામાં આવેલી રકમ પર ટેક્સ છૂટ પણ મળે છે.આ યોજનાની પાકતી મુદત 5 વર્ષ માટે છે. 5 વર્ષની આ બચત યોજનામાં રોકાણ પર તમારા પૈસા લગભગ 10.59 વર્ષમાં બમણા થઈ જશે.3) ટાઈમ ડિપોઝિટ સ્કીમ:- પૈસા ડબલ કરવા માટે પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ એક ખૂબ સારી સ્કીમ છે. આમાં એક થી ત્રણ વર્ષ સુધીના સમયમાં ડિપોઝિટ પર 5.8% ના વ્યાજદરનો લાભ મળે છે. આમાં રોકાણ કરવાથી તમારા પૈસા લગભગ 13 વર્ષમાં ડબલ થઈ જશે.
4) સુકન્યા સમૃદ્ધિ યોજના:- પોસ્ટ ઓફિસની સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલના સમયમાં 7.6% નો વ્યાજ દર મળી રહ્યો છે. આ યોજનામાં એક નાણાકીય વર્ષમાં આ સ્કીમમાં મહત્તમ રૂ. 1.5 લાખ અને ન્યૂનતમ રૂ. 250નું રોકાણ કરી શકાય છે. આ યોજના માં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. પોસ્ટ ઓફિસની આ યોજના તમારા પૈસા સાડા નવ વર્ષ એટલે કે 113 મહિનામાં ડબલ કરી આપશે. આમ તો આ યોજનામાં રોકાણ કરવાના 21 વર્ષ બાદ મેચ્યોરિટી નો લાભ મળે છે.5) સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ:- પોસ્ટ ઓફિસની સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માં લગભગ 113 મહિનામાં તમારા પૈસા ડબલ થઇ જશે. આ યોજનામાં 7.6% ના વ્યાજ દર નો લાભ મળે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી