શું તમે પણ ગળામાં કાળો દોરો પહેરો છો ? તો જાણો તેનું મહત્વ… શુભ ગણાય કે અશુભ. 99% લોકો નથી જાણતા કાળા દોરાની આ હકીકત…

તમારા માંથી ઘણા લોકો ગળામાં કાળો દોરો જરૂર પહેરતા હશે. વળી ઘરના મોટા વડીલો આપણને આમ કરવાની સલાહ આપે છે કારણ કે તે ખરાબ નજરથી બચવામાં આપણી મદદ કરે છે. વિશેષ રૂપે બાળકોના ગળામાં કાળો દોરો એટલે પહેરાવવામાં આવે છે જેનાથી તેમની પર કોઈ ખરાબ દ્રષ્ટિ નો છાયો ન પડી શકે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે.

આવી કોણ જાણે કેટલીએ પ્રથાઓ પ્રાચીનકાળથી ચાલતી આવી રહી છે અને આપણે સૌ તેનું અનુસરણ પણ કરતા હોઈએ છીએ. આવી જ પ્રથાઓમાં એક છે ગળામાં કાળો દોરો પહેરવો. આપણે ભલે ફેશનનો એક ભાગ માનીએ પરંતુ કેટલીક વાર મનમાં એ પ્રશ્ન પણ થાય છે કે શું હકીકતમાં આ કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે કે આ માત્ર એક ખ્યાલ છે જેને આપણે આગળ વધારી રહ્યા છીએ.ગળામાં કાળો દોરો પહેરવો કેમ શુભ માનવામાં આવે છે?:- જ્યોતિષાચાર્યએ કાળા દોરા નું મહત્વ સમજાવતા જણાવ્યું કે તેના અનેક ફાયદા છે. કાળા દોરા ના ફાયદા જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

કાળો દોરો શનિ ના પ્રભાવને દૂર કરે છે:- કાળા રંગ ને જ્યોતિષમાં શનિ ગ્રહનો રંગ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કોઈપણ એવી વસ્તુ જેનો રંગ કાળો હોય તે શનિ ગ્રહથી જોડાયેલો હોય છે. શનિ આપણા દરેક દુઃખો અને સમસ્યાઓનું પરિબળ પણ માનવામાં આવે છે. 

આ જ કારણ છે કે આપણે બધા શનિના દુષ્પ્રભાવથી ડરીએ છીએ અને તેના પ્રભાવને ઓછો કરવા માટે કાળા રંગનો ઉપયોગ કરીએ છીએ. કાળો દોરો ગળામાં પહેરવાથી શનિ ની ખરાબ નજરથી બચી શકાય છે અને કોઈપણ પ્રકારની સમસ્યાને દૂર કરી શકાય છે.જ્યોતિષશાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે લોકો ગળામાં કાળો દોરો પહેર્યો છે તેમની પર શનિ ની ખરાબ દ્રષ્ટિ નથી પડતી. હકીકતમાં શનિ દુઃખોનું કારણ નથી પરંતુ વ્યક્તિની ઉન્નતીમાં મદદ કરે છે અને કાળો રંગ તેમને આકર્ષિત કરે છે તેથી લોકો ગળામાં કાળો દોરો ધારણ કરે છે.

ગળામાં કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે:- જ્યોતિષમાં એવી માન્યતા છે કે કાળો દોરો બાળકો અને મોટા ને ખરાબ નજરથી બચાવે છે. તે જ કારણે કેટલાક લોકો તેને ગળામાં તો કેટલીક છોકરીઓ તેને પગમાં પહેરે છે. તેમજ નાના બાળકોને ગળાની સાથે કમરમાં પણ કાળો દોરો પહેરવામાં આવે છે. કાળો દોરો બાળકોમાં કોઈપણ ખરાબ પ્રભાવને દૂર કરવામાં મદદ કરે છે. બાળકોને ગળામાં કાળો દોરો પહેરાવવામાં આવે છે કારણ કે એવું માનવામાં આવે છે કે તેમને ખૂબ જ જલ્દી ખરાબ નજર લાગી જાય છે અને તેમનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. તે જ કારણે બાળકોને નજર દોષથી બચાવવા માટે કાળો દોરો પહેરવાની સલાહ આપવામાં આવે છે.શરીરની નકારાત્મક ઊર્જાને દૂર કરે કાળો દોરો:- જ્યોતિષમાં એવી માન્યતા છે કે કાળા દોરા ની અંદર બધી જ નકારાત્મક ઉર્જાઓ અવશોષિત થઈ જાય છે અને તેનો શરીર પર કોઈ પણ ખરાબ પ્રભાવ નથી પડતો. તેથી લોકો તેને ગળામાં પહેરે છે જેનાથી કોઈપણ ખરાબ શક્તિ નો પ્રભાવ તેમના શરીર, મન અને મગજમાં ન પડે. કાળો દોરો પહેરવો એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તત્વ છે. તેથી પરંપરાઓ અને માન્યતાઓનું સન્માન કર્યા સિવાય લોકોની માન્યતા છે કે કાળો દોરો તેમના જીવનમાં સુરક્ષા કવચના રૂપમાં કામ કરે છે.

આ પ્રકારે જો તમે જ્યોતિષ પર વિશ્વાસ કરતા હોવ તો ગળામાં કાળો દોરો પહેરી શકો છો, પરંતુ જો તમે બાળકોને ગળામાં કાળો દોરો પહેરાવતા હોય તો સાવધાની રાખવી પણ જરૂરી છે કારણ કે નાના બાળકો કેટલીક વાર આ દોરા ને ગળામાં ફસાવી પણ શકે છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment