દિવાળી પહેલા જ SBI એ બદલી નાખ્યા ATM માંથી પૈસા ઉપાડવાના નિયમો ! આવી રીતે જ ઉપાડશે પૈસા.

દેશમાં સૌથી મોટી સરકારી બેંક SBI (SBI-State Bank of India) એ ATM માંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ આવી ગયો છે. નવા નિયમો અનુસાર, હવે તમને 10 હજારથી વધુ પૈસા ઉપાડવા માટે OTP ની જરૂર પડશે. એટલે કે તમે OTP વગર પૈસા નહિ ઉપાડી શકો. તમને જાણવી દઈએ કે સ્ટેટ બેંકે આ નિયમોને પહેલા જ લાગુ કરી દીધા હતા. 18 સપ્ટેમ્બરથી આ નિયમને 24 કલાક માટે લાગુ કરી દેવામાં આવ્યો છે. આ પહેલા SBI એ એક ઓક્ટોબરથી વિદેશમાં પૈસા મોકલવાના નિયમને બદલી નાખ્યો છે. હવે ગ્રાહકોને વિદેશમાં લેણદેણ કરવા માટે ટેક્સ ચૂકવવો પડે છે. એટલે કે ગ્રાહકોને વિદેશમાં પૈસા મોકલવા પર વધુ ચાર્જ આપવો પડે છે.

SBI એ કર્યું ટ્વિટ : SBI એ ટ્વિટ કરીને આ નવા નિયમ વિશે જાણકારી આપી છે. SBI ટ્વિટ અનુસાર, હવેથી વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTP આધારિત ATM કેશ વિડ્રોલ સુવિધાને 24 કલાક લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

પહેલા માત્ર 12 કલાક સુધીનો નિયમ હતો : વર્તમાનમાં આ નિયમ મુજબ, OTP પ્રક્રિયા રાત્રે 8 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી લાગુ હોત. તેમાં અમાઉંટ એન્ટર કરો એટલે OTP સ્ક્રીન ખુલી જાય છે અને ત્યાં તમને તમારા મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલ OTP એન્ટર કરવો પડે છે. આ પ્રક્રિયા પૂરી થયા બાદ જ ટ્રાન્ઝેક્શન થઈ શકે છે.

બેંકે શા માટે લાગુ કર્યો નવો નિયમ : દેશભરમાં ફેલાય રહેલા કોરોના વાયરસની વચ્ચે ઓનલાઈન ફ્રોડના કેસો ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખતા SBI એ આ નિયમ લાગુ કર્યો છે. SBI અનુસાર, ATM ફ્રોડથી ગ્રાહકોને બચાવવા માટે આખા દેશમાં 24 કલાક માટે OTP આધારિત સેવાની શરૂઆત કરી છે. નવો નિયમ 18 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે.

આ રીતે ઉપાડી શકશો પૈસા : નવા નિયમ બાદ પૈસા ઉપાડવા માટે તમને ATM ની સ્ક્રીન પર રકમની સાથે સાથે OTP સ્ક્રીન પણ જોવા મળશે. ગ્રાહકોને OTP તેના રજિસ્ટર્ડ નંબર પર મોકલવામાં આવશે. ત્યાર બાદ તમારે OTP ને એન્ટર કરવો અને અમાઉંટ એન્ટર કરવાની રહેશે.  તમને જણાવી દઈએ OTP આધારિત નગદ નિકાસી ની સુવિધા માત્ર SBI ના ATM માં જ ઉપલબ્ધ હશે.

ATM માંથી પૈસા કાઢવા માટે હવે જરૂરી છે મોબાઈલ લઈ જવો : SBI એ પોતાના ગ્રાહકોને કહ્યું કે, જો તમે SBI કાર્ડનો ઉપયોગ કરી SBI ના ATM માંથી પૈસા ઉપાડવા માટે જઈ રહ્યા છો તો મોબાઈલ લઈને જ જવું જોઈએ. એ વાતને પણ સમજવી જરૂરી છે કે, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે. OTP એન્ટર કર્યા બાદ 10 હજાર અથવા તેનાથી વધુ પૈસા ઉપાડી શકશો. બેંકે તેને લઈને SMS પણ મોકલવામાં આવશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment