ટ્રેનમાં મુસાફરી કરવા માટે તમારે નહિ ઉપાડવા પડે થેલા ! રેલ્વે તમારા ઘરે આવીને લઈ જશે તમારો સામાન. 

ભારતીય રેલ્વે યાત્રિકો માટે સામાન ઉપાડવાના ટેન્શનને દુર કરવા જઈ રહી છે. તેના માટે રેલ્વે ‘બેગ્સ ઓન વ્હીલ્સ’ સેવાની શરૂઆત કરવા જઈ રહી છે. આ સેવા હેઠળ હવે યાત્રિકોને સ્ટેશન સુધી સામાન લઈને જવાનું ટેન્શન ખતમ થઈ જશે. આ નવી સુવિધા લાગુ થઈ ગયા બાદ રેલ્વે તમારો સામાન તમારા ઘરથી સ્ટેશન સુધી પહોંચાડશે.

રેલ્વે અનુસાર, આ સેવા હેઠળ મુસાફરને પોતાની સીટ સુધી સામાન લઈ જવાની સમસ્યાથી છુટકારો મળી જશે. આ પ્રકારની સેવાની સેવાની શરૂઆત ભારતીય રેલ્વે પહેલી વાર કરવા જઈ રહી છે. જાણકારી અનુસાર, બિન ભાડા આવક સંપાદન યોજના અંતર્ગત એપ આધારિત બેગ્સ ઓન વ્હીલ્સની સેવાની શરૂઆત કરવામાં આવશે.

ફિલહાલ આ સેવાની શરૂઆત નવી દિલ્લી રેલ્વે સ્ટેશન, દિલ્લી જંકશન, હજરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન, દિલ્લી છાવની રેલ્વે સ્ટેશન, દિલ્લી સરાય રોહિલ્લા રેલ્વે સ્ટેશન, ગાજિયાબાદ રેલ્વે સ્ટેશન અને ગુરુગ્રામ રેલ્વે સ્ટેશનો પર જ ઉપલબ્ધ હશે. આ વિશે એપમાં આપેલી જાણકારીના આધાર પર રેલ્વે યાત્રીઓ ઘરેથી તેનો સામાન લઈને ટ્રેનમાં તેના કોચ સુધી પહોંચાડશે.ઉત્તર અને ઉત્તર મધ્ય રેલ્વેના મહાપ્રબંધક રાજીવ ચૌધરીએ આ વિશે જાણકારી આપતા કહ્યું કે, રેલ્વે લગાતાર નવા ઉપાયોથી ભાડાને વધારવા માટે પ્રયાસરત છે. તેના માટે મુસાફરોને રેલ્વેના BOW એપ પર બુકિંગ કરવું પડશે અને માંગવામાં આવેલ જાણકારી પણ આપવી પડશે.

તેમાં આપવામાં આવેલી જાણકારીના આધાર પર મુસાફરનો સામાન સ્ટેશનથી ઘર અથવા ઘરથી સ્ટેશન/કોચ સુધી પહોંચડવામાં આવશે. ટ્રેન સ્ટેશનથી ઉપડી જાય એ પહેલા સીટ સુધી તમારો સામાન પહોંચાડવાની જવાબદારી રેલ્વેની હશે. રેલ્વે અનુસાર ખુબ જ ઓછા શુલ્કમાં મુસાફર આ સુવિધાનો લાભ લઈ શકશે. આ સુવિધા લાગુ થઈ ગયા બાદ વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ લોકો અને એકલા મુસાફરી કરી રહેલ મહિલા મુસાફર માટે મુસાફરી કરવી ખુબ જ આસાન લાભકારક થઈ જશે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment