અહીં મળે છે ગાયના છાણમાંથી બનેલી અવનવી વસ્તુઓ, ઘરે બેઠા-બેઠા જ કરી શકો છો ખરીદી..!

મિત્રો આપણે બધા જાણીએ છીએ કે, હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તો દરેક લોકો પોતાના ઘરને સજાવવાના સામાનની ખરીદી કરી રહ્યા છે. પરંતુ આ વર્ષે એક સંસ્થા દ્વારા કંઈક અલગ જ કરવામાં આવ્યું છે. આ વખતે ચીની આઈટમને ટક્કર આપવા માટે ગાયના છાણમાંથી બનેલી વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાના હેતુથી. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

દિવાળી પર ચીનમાં બનેલી વસ્તુઓને ટક્કર આપવા તથા ગૌશાળાને પણ આવક મળી રહે તેવા હેતુ સાથે ગાયના છાણમાંથી વસ્તુઓ બનાવવાનો હેતુ હાથ ધરવામાં આવ્યો છે. આ હેતુ રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ દિવાળી સાથે જોડાયેલી 12 વસ્તુઓ બનાવવામાં આવી છે. મહિલા મંડળને એકત્રીત કરીને પહેલા તેના સામાન બનવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાર બાદ સમુહોને શહેર-શહેરમાં હાજર ગૌશાળાઓથી જોડવામાં આવી છે. સામાન તૈયાર કરવામાં આવ્યો છે. તૈયાર સામાન સામાન્ય લોકો વચ્ચેનો સંપર્ક અને લોકલ બજારની મદદથી લોકોની વચ્ચે વહેંચવામાં આવી રહી છે.

દિવાળી માટે બનાવવામાં આવેલી 12 વસ્તુઓ : RKA (રાષ્ટ્રીય કામધેનુ આયોગ) ના અધ્યક્ષ ડો.વલ્લભભાઈ કથિરિયાનું કહેવું છે કે, ‘કામધેનુ દિપાવલી અભિયાનથી પહેલા અમે પીએમ નરેન્દ્ર મોદીના નિર્દેશ પર ગૌમાતા ગણેશ અભિયાન શરૂ કર્યુ હતું. ગાયના છાણને માટી સાથે મિશ્ર કરીને મૂર્તિઓ તૈયાર કરી હતી. અભિયાનના સફળ થયા બાદ હવે આ દિવાળી માટે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેમાં ખાસ પ્રકારના દિવા, મીણબત્તી, ધૂપબત્તી, અગરબત્તી, શુભ-લાભ, સ્વસ્તિક, સમરણી, હાર્ડબોર્ડ, વોલપીસ, પેપર-વેટ, હવન સામગ્રી, ભગવાન લક્ષ્મી-ગણેશની મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ અભિયાનથી પંચગવ્ય ઉત્પાદનોને પણ પ્રોત્સાહન મળશે.11 કરોડ પરિવારમાં 33 કરોડ દિવાથી જગમગશે : RKA (રાષ્ટ્રીય કામધેનુ આયોગ) ના અધ્યક્ષે જણાવ્યું કે, સામાન્ય રીતે માંગના પ્રમાણે જેટલી વસ્તુ બને તેટલું સારું જ છે. પરંતુ તેમ છતાં અમે એક લક્ષ્ય નક્કી કરીએ છીએ. જેમાં દેશના 11 કરોડ પરિવાર સુધી 33 કરોડ ગાયના છાણમાંથી બનેલી વસ્તુઓ પહોંચાડવાનું લક્ષ્ય છે. તેમાં 3 લાખ દિવાનો ઓર્ડર અમને અયોધ્યાથી, એક લાખ દિવા વારાણસીથી પહેલા જ મળી ગયો છે. આ કાર્ય પાછળ અમારો મુખ્ય હેતુ ચીનની બનેલી વસ્તુઓને ખતમ કરીને આપણા દેશના લોકોને રોજગાર આપવાનો છે.

રોજગાર વધારવાનો હેતુ : RKA (રાષ્ટ્રીય કામધેનુ આયોગ) ના અધ્યક્ષનું કહેવું છે કે, શરૂઆતમાં તૈયાર થયેલા સામાનની સંખ્યા અને તેને બનાવનારાની સંખ્યા ઓછી હતી, પરંતુ અમારો ઉદ્દેશ્યને આગળ થપાવીને દરેક ભારતીય ઘર સુધી ગાયના છાણ દ્વારા બનેલી વસ્તુઓ પહોંચાડવાનો છે. તેથી જ રોજગાર વધારીને દરેક ભારતીયને રોજગાર મળી રહે તે માટેની આ પહેલ છે. આ પહેલ દ્વારા દરેક ભારતીયને જોડવાનો પણ પ્રયત્ન છે. દૂધ ઉત્પાદન કરતો ખેડૂત, બેરોજગાર યુવાઓ, મહિલાઓ, ગૌશાળા, સ્વંય સેવકો વગેરેના સમૂહને જોડીને આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment