કેન્સરને હરાવી પહેલી વાર સામે આવ્યા સંજય દત્તના ફોટો, બહેન સાથે આપ્યા આવા પોઝ…

બોલીવુડ અભિનેતા સંજય દત્તે આજે તેના ચાહકોને એક ખુશખબર આપી છે. તેઓએ કેન્સર પર કાબુ મેળવ્યો છે અને ત્યાર પછી તેઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા તેની જાહેરાત કરી છે. સંજય દત્તને ફેફસાના કેન્સર અંગે માહિતી સામે આવી હતી. તેની સારવાર પછી સંજય દત્ત કેન્સર મુક્ત થઈ ગયા છે. આ ખુશી સંજય દત્તને તેમના જોડિયા બાળકોના જન્મદિવસના વિશેષ અવસર પર મળી જેમાં સંજય દત્ત અને તેના પરિવારની ખુશી બમણી થઈ ગઈ છે. હવે કેન્સરની જંગ જીત્યા પછી સંજય દત્તની પહેલી તસ્વીરો સામે આવી છે. આ તસ્વીરોમાં સંજય તેની બહેન પ્રિયા દત્તની સાથે જોવા મળી રહ્યા છે.

કેન્સર પર કાબુ મેળવ્યા પછી સામે આવેલી સંજય દત્તની તસ્વીરોમાં દેખાય છે કે તેઓ કોકીલાબેન હોસ્પિટલમાંથી નીકળી રહ્યા છે. હવે તે દરમિયાન તેની બહેન પ્રિયા દત્ત પણ સાથે છે. તે જ સમયે સંજય દત્તની સાથે દરેક મુશ્કેલીના સમયે ઉભી રહેલી બહેનના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

તે જ સમયે સંજય દત્ત અને પ્રિયા દત્ત બંને મીડિયાની સામે ઉભા રહ્યા અને પોઝ આપતા પણ દેખાયા છે. બંનેના ચહેરા પર રાહત જણાઈ રહી છે. હવે તસવીરોમાં પણ સંજય દત્તના સ્વાસ્થ્યમાં પણ સુધારો થયો હોય તેવું જણાય રહ્યું છે.સંજય દત્ત આ દરમિયાન ગુલાબી કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળી રહ્યા છે. અને પ્રિયા દત્ત વ્હાઈટ અને ઓફ વ્હાઈટ કોમ્બીનેશનના આઉટફિટમાં જોવા મળી રહી છે.તમને જણાવી દઈએ કે, આની પહેલા પણ સંજય દત્તે તેના ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટમાં લખ્યું હતું – છેલ્લા કેટલાક અઠવાડિયા મારા માટે અને મારા પરિવાર માટે ખુબ જ મુશ્કેલી ભર્યા હતા. પરંતુ એક કહેવત છે કે, મોટી લડાઈઓ માટે ઈશ્વર પણ બહાદુર જવાન જ પસંદ કરતો હોય છે. અને આજે મારા બાળકોના જન્મ દિવસ પર મને જણાવતા ખુશી થઈ રહી છે કે, હું આ જંગમાં જીતી ગયો છું અને પોતાના પરિવારને સૌથી જરૂરી અને કિંમતી ભેટના રૂપે પોતાની સેહત અને પોતાનું સ્વાસ્થ્ય આપી રહ્યો છું.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

અવાજ સરસ લેખો અને ઉપયોગી માહિતી મેળવવા અમારા ફેસબુક પેજને લાઈક કરો… અને સાથે સાથે FOLLOWINGમાં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google  

Leave a Comment