દરેક લોકો પોતાના વાળને લઈને ખુબ જ ચિંતિત હોય છે. તેઓ ઈચ્છે છે કે તેના વાળ રેશમી, ચમકદાર, મજબુત અને લાંબા હોય. આ માટે તેઓ અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ આજે અમે તમને હેર ફલો ની સમસ્યા એટલે કે વાળ ખરવાની સમસ્યા ને દુર કરવાનો એક ખુબ અસરકારક ઉપાય જણાવીશું.
ગરમીની ઋતુમાં વાળની ઘણી સમસ્યાઓ શરૂ થઈ જાય છે. પરસેવાને કારણે ચિપચિપા વાળ ખરવાના અને તેમાંથી વાસ આવવાની પ્રોબ્લેમ પણ એ સમસ્યાઓ માંથી જ એક છે. તૂટતાં અને ડલ થવાથી વાળની સુંદરતા ઓછી થવા લાગે છે. વાળની આ સમસ્યાને દૂર કરવા માટે જો તમે ચાહો તો તમારા હેર કેર રૂટિનમાં ડુંગળી અને એલોવેરાનો સમાવેશ કરી શકો છો, તેનાથી તમારા વાળનો ગ્રોથ સારો થઈ શકે છે. ડુંગળી અને એલોવેરા બંને સાથે ઉપયોગમાં લેવાનું રિઝલ્ટ ખૂબ સારું મળે છે. એલોવેરા અને ડુંગળીનું તૈયાર થતું આ માસ્ક તમારા વાળની શાઈન અને મજબૂતી પર કામ કરવા સિવાય હેર ગ્રોથ પણ ઝડપથી વધારવામાં અસરકારક સાબિત થાય છે. આવો જાણીએ કે અલગ અલગ ફાયદાઓ માટે આપણે કેવી રીતે ડુંગળી અને એલોવેરા હેર માસ્કની મદદ લઈ શકીએ છીએ.
ડુંગળી અને એલોવેરાનું હેર માસ્ક આ પ્રકારે બનાવવું:-
- ડુંગળી કાપીને મિક્સરમાં પીસી લેવી.
- તેને વાટકીમાં કાઢીને મલમલના કપડાથી ગળી લો.
- ડુંગળીના રસમાં એલોવેરા જેલ મિક્સ કરીને સરખી રીતે મિક્સ કરી લેવું.
- આ મિશ્રણને સ્કેલ્પ પર લગાડતા આંગળીઓથી મસાજ કરવી.
- આ હેર માસ્કને અડધો કલાક માથામાં લગાડેલું રહેવા દેવું.
પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લેવું.હેર ડેમેજને રીપેર કરે છે:- ડુંગળીમાં ભરપૂર માત્રામાં સલ્ફર રહેલું હોય છે, જે હેર પ્રોટીનને વધારવામાં મદદ કરે છે. હેર પ્રોટીનમા કેરોટિન મહત્વનુ હોય છે. વાળમાં લગભગ 65%-95% કેરોટિન જ હોય છે. તે સિવાય નવા હેર સેલ્સને બનાવવા અને ડેમેજ હેર રીપેર કરવા માટે પણ પ્રોટીનની જરૂરિયાત હોય છે. વાળમાં કેરોટિનનો સારો ફ્લો હેર ફોલિકલને સ્વસ્થ બનાવવામાં અસરકારક સાબિત થાય છે.
હેર ફોલિકલને પોષણ આપે છે:- વાળમાં જ્યારે ડુંગળીનો રસ કે ડુંગળીનું તેલ લગાડવામાં આવે છે, તો તેનાથી માથાની ત્વચામાં બ્લડ સર્ક્યુલેશન સરખી રીતે થાય છે. જેનાથી વાળના ફોલિકલ હેલ્થી બને છે અને વાળ વધારે પોષિત બને છે. તે વાળને સોફ્ટ અને ચમકદાર બનાવે છે.હેર ડેમેજ રીપેર કરે છે:- ડુંગળીમાં એંટીઓક્સિડેંટ કંપાઉંડ્સ હોય છે, જે ફ્રી રેડિકલ્સની એક્ટિવિટી અટકાવવાનું કાર્ય કરે છે. વાસ્તવમાં ફ્રી રેડિકલ્સ રીએક્ટિવ મોલીક્યુલ હોય છે જે, હેર સેલ્સ અને હેર ફોલિકલ્સને નબળા બનાવે છે. તેનાથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધે છે અને વાળને નુકસાન થાય છે. ઘણી વખત સ્કેલ્પમાં સોજાનું કારણ પણ બને છે. જેના કારણે વાળનો ગ્રોથ અટકે છે.
સ્કેલ્પને સાફ કરે છે:- ડુંગળીમાં એન્ટિ માઈક્રોબિયલ ગુણ હોય છે. જે સ્કેલ્પમાં થતાં ડેંડ્રફ કે કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનને દૂર કરે છે. તેના ઉપયોગથી જુની સમસ્યા પણ મટે છે.
એલોવેરાના ફાયદા:- એલોવેરા જેલમાં ઘણા ઔષધિય ગુણ રહેલા છે, જે વાળની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. તેમાં ભરપૂર મોઈશ્ચર કન્ટેન્ટ હોય છે, જે વાળને મુલાયમ બનાવવામાં મદદ કરે છે. તે સિવાય તેમાં ઘણા વિટામીન્સ, મિનરલ્સ, એંજાઈમ, એંટીઓક્સિડેંટ રહેલા હોય છે જે વાળને લાંબા અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આમ ડુંગળી અને એલોવેરા જેલનું મિશ્રણ તમારા વાળને એક નવી ઓળખ આપે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી