મિત્રો આજે એવી કોઈપણ વસ્તુ નહિ હોય જેમાં ઓછા વત્તા પ્રમાણમાં ભેળસેળ ન કરવામાં આવતી હોય. શાકભાજી થી લઈને કરીયાણા ની દુકાનમાં દરેક જગાએ દરેક વસ્તુમાં ભેળસેળ કરવામાં આવે છે. જો કે આ વિશે અનેક તપાસ પણ હાથ ધરવામાં આવી છે. તે મુજબ FSSAI એ જણાવ્યું છે કે દાળ, ચોખા અને ખાંડ જેવી 6 વસ્તુઓમાં ભેળસેળ થઇ રહી છે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.
પહેલાના સમયમાં લોકો ખુબ જ શારીરિક શ્રમ કરતા હતા. છતાં પણ તેને થાકનો અને કમજોરીનો અનુભવ થતો ન હતો. આજકાલ માનસ ગમે એટલે હેલ્દી કેમ ન દેખાય પણ થોડી મહેનત કરવાથી તેને થાકનો અનુભવ થાય છે. તેનું મોટું કારણ ખાવાપીવાની વસ્તુઓમાં થતી ભેળસેળ. એટલે કે તમારા ભોજનની થાળીમાં ગમે એટલી મોંઘી વસ્તુઓ કેમ ના હોય પણ એ વાતની કોઈ ગેરેંટી નથી કે તે શુદ્ધ અને સ્વસ્થ હોય. દાળ, ચોખા, ખાંડ, શાકભાજી, દૂધ, જેવી દરરોજ ખાવામાં આવતી વસ્તુઓ માં ભેળસેળની ખબર તમે દરરોક સાંભળો છો. આથી સ્વાભાવિક છે કે ભેળસેળ વાળી વસ્તુ ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે. ઘણી વખત તે જીવલેણ પણ હોય છે. ખાવાની આ વસ્તુઓમાં રસાયણ મિક્સ કરવામાં આવે છે. જે સીધી રીતે કીડની, હૃદય, ફેફસા અને આંતરડાને ડેમેજ કરે છે.
7 જુન ના દિવસે વિશ્વમાં વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ સેફટી ડે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ લોકોને ખાવાપીવાની વસ્તુઓથી થતા ફાયદા નુકશાન વિશે જાગૃત કરવામાં આવે. જેથી તેઓ સાચું ભોજન પસંદ કરી શકે. ચાલો આ વિશે વધુ જાણી લઈએ.
અસલી-નકલી વસ્તુઓની તપાસ કઈ રીતે કરવી:- આ માટે સૌથી પહેલા એક કાંચની બરણીમાં 70-80 ડીગ્રી ગરમ કારેલું પાણી ભરી લો. ત્યાર પછી થોડું કેસર નાખો. જો કેસરમાં ભેળસેળ નથી તો આ પાણીમાં ધીરેધીરે એક હળવો પીળો રંગ છુટશે, જયારે ભેળસેળ વાળા કેસર પાણીમાં આર્ટીફીશિયલ રૂપથી મિક્સ કરવામાં આવેલ રંગને તરત જ છોડી દે છે. અને આ રંગ લાલ અથવા ગુલાબી જેવો થાય છે.દાળમાં મિક્સ કરવામાં આવે છે ધતુરો, આ રીતે તપાસ કરો:- એક કાંચના વાસણમાં થોડી દાળ નાખો. જો તમારી દાળમાં થોડા કાળા બીજ છે તો સમજી લો કે તે ધતુરા ના બીજ છે. જે ઝેરીલા હોઈ શકે છે. જો કે સારી ગુણવતા વાળી દાળમાં આ બીજ નથી હોતા.
લીલા શાકભાજીમાં ભેળસેળ:- શાકભાજીને એકદમ લીલો રંગ દેવા માટે તેમાં પેરાફીનલીક્વીડ મિક્સ કરવામાં આવે છે. તેની તપાસ કરવા માટે એક ભીના રૂ ને શાકભાજીની ઉપર લગાવો. જો રૂ નો રંગ બદલતો નથી તો ઠીક છે પણ જો તેનો રંગ લીલો થઇ જાય તો સમજી લેવું કે તેમાં ભેળસેળ કરવામાં આવી રહી છે.
ખાંડમાં યુરીયા ની ભેળસેળ કરવામાં આવે છે, આ રીતે તપાસ કરો:- એક પાણીના ગ્લાસમાં એક ચમચી ખાંડ મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરી લો. ત્યાર પછી તેને સુંઘો અને તેમાંથી અમોનિયા ની સ્મેલ આવે છે તો સમજી લો કે તેમાં ભેળસેળ કરવામાં આવી છે.અસલી-નકલી ચોખાની તપાસ કઈ રીતે કરવી:- એક કાંચની પ્લેટમાં ચોખા નાખો. હવે ચોખાની ઉપર પલાળેલા સફેદ રંગનો ચૂનો નાખો. જો ચોખા અસલી છે તો ચૂનાના નીચેના ચોખા એમ જ રહેશે. જયારે નકલી ચોખાનો રંગ લાલ થઇ જાય.
અસલી નકલી ઘઉંની ઓળખ આ રીતે કરવી:- બે કાંચની પ્લેટમાં થોડા થોડા ઘઉં નાખો. ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થમાં 1% થી વધુ બહારી પદાર્થ નથી હોતા જયારે ભેળસેળ વાળા અનાજમાં ઘણા પ્રમાંનામ બહારી પદાર્થ હોય છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી