મિત્રો, જેમ તમે જાણો છો કે હાલ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. તેથી સરકાર દ્વારા જારી કરવામાં આવ્યું છે લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે. અને આ નિયમ દરેક માણસો માટે સમાન છે. જો કોઈ તેનો ભંગ કરે તો તેને દંડ રૂપે 1000 રૂપિયા ભરવાના નક્કી કરવામાં આવ્યા છે. પણ જો તમે એકલા જ કાર ચલાવી રહ્યા છો અને માસ્ક નથી પહેર્યું, તો દંડ થઈ શકે કે નહિ ? તો આ પ્રશ્ન અંગે સરકાર દ્વારા પોતાનો દિશા નિર્દેશ જણાવ્યો છે, જેના વિશે આ લેખમાં અને તમને જણાવશું.
આખા દેશમાં ફેલાયેલ કોરોના સંક્રમણને રોકવા માટે માસ્ક પહેરવું ફરજીયાત છે. પરંતુ દિલ્હી પોલીસ કારમાં એકલા જ ડ્રાઈવિંગ કરી રહેલા લોકોએ જો માસ્ક ન પહેર્યું હોય તો પણ દંડ કરી રહી છે. પણ આ નગે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે આ અંગે નિર્દેશ કર્યો છે કે, એવો કોઈ નિયમ નથી કે કારમાં એકલા ડ્રાઈવિંગ કરી રહેલાને દંડ કરવો. પણ જો તમે કારમાં અન્ય લોકો સાથે ડ્રાઈવિંગ કરી રહ્યા હો, તો માસ્ક પહેરવું ફરજીયાત છે. પણ તમે એકલા હો તો માસ્ક પહેરવું આવશ્યક નથી.
આ ઉપરાંત ભૂષણે પોતાના ભાષણમાં એમ પણ કહ્યું છે કે, લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને લોકોથી અંતર પણ બનાવી રાખવું જોઈએ. આ વાત એકલા યાત્રા કરતા લોકોને લાગુ નથી પડતી. તેમણે આ સિવાય એમ પણ કહ્યું છે કે, તમે જોયું હશે કે વ્યાયામ માટે લોકોની શારીરિક ગતિવિધિ બદલાઈ છે. તમે લોકોને બે અથવા ત્રણના સમુહમાં સાયકલ ચલાવતા અને જોગીંગ કરતા જોયા હશે. આવા સમયે લોકો માટે જરૂરી છે કે તે અનિવાર્ય રૂપે માસ્ક પહેરે. જો કે તમે એકલા સાયકલ ચલાવી રહ્યા છો, તો માસ્ક પહેરવાનો કોઈ નિયમ નથી.આ બધા વચ્ચે એવી જાણકારી સામે આવી છે કે, દિલ્હી પોલીસે 15 જુન થી 2 સપ્ટેમ્બર સુધીમાં માસ્ક ન પહેરવા પર, સામાજિક અંતર ન રાખવા પર અને સાર્વજનિક સ્થળો પર થુકવા પર લગભગ અઢી લાખ જેટલા ચલણ કાપ્યા છે. આ સિવાય જાણવા મળતી માહિતી મુજબ આ સમય દરમિયાન 15 પોલીસ જીલ્લો માં 2,60,991 જેટલા ચલણ ફાડયા છે. આ દંડની કુલ રાશિ લગભગ 13 કરોડ જેટલી ભેગી થઈ ગઈ છે.
વિશેષમાં જાણવા મળતી માહિતી મુજબ, સૌથી વધુ બિહારમાં 29297, 20513 દક્ષિણ જીલ્લામાં, મહાનગરમાં 2,33,545 જેટલા ચલણ માસ્ક ન પહેરવામાં પર કાપવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે જરૂરિયાત વાળા લોકોને 15 જુનથી 2 સપ્ટેમ્બર સુધીમાં 2,47,007 માસ્કનું વિતરણ કર્યું છે. આ સિવાય એક અધિકારીના જણાવ્યા અનુસાર ‘સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, કારમાં જતા માણસોને કોઈ સાર્વજનિક સ્થળ %2�E�ર જવાનું હોય છે તેથી અમે ચલણ કાપી રહ્યા છીએ.’