મિત્રો ઘણા લોકોની લવસ્ટોરી ખુબ લાંબી ચાલે છે, તો ઘણા લોકોની લવસ્ટોરી ખુબ નાની હોય છે. એટલે કે ઘણાનો લવ ખુબ લાંબો સમય ચાલે છે, તો ઘણા લોકોનો લવ ટૂંક સમયમાં જ લગ્નમાં પલટાઈ જાય છે. પરંતુ આ વાત છે સામાન્ય લોકોની. પરંતુ જો આપણે બોલીવુડની વાત કરીએ, તો તેમાં ઘણા લવ શરૂ થતા પહેલાં જ પુરા થઈ જાય છે. તેમનો પ્રેમ લાંબો સમય ચાલતો જ નથી. પરંતુ તેમાં આપણ ઘણા અપવાદ રૂપ કિસ્સાઓ છે. તો આજે આ લેખમાં અમે તમને એવા જ બોલીવુડના એક સ્ટાર વિશે જણાવશું. જે આજકાલ ફિલ્મોમાં અને સિરીઝમાં ખુબ જ ધૂમ મચાવી રહ્યા છે. તે સ્ટારનું નામ છે પંકજ ત્રિપાઠી. તો આજે આ લેખમાં અમે તેમના જીવન અને તેની લવ સ્ટોરી વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
બોલીવુડ એક્ટર પંકજ ત્રિપાઠીનો જન્મદિવસ શનિવારના રોજ થયો. તારીખ 5/8/2020 ના રોજ તેઓ પોતાનો 44 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પંકજ ત્રિપાઠીને બોલીવુડના સૌથી પ્રતિભાશાળી એક્ટરના રૂપે ઓળખવામાં આવે છે. તેમને ખુબ જ સાદાઈથી જીવન જીવવું ગમે છે. તેઓ બિહારના ગોપાલગંજના રહેવાસી છે. આમ પંકજ ત્રિપાઠીની લાઈફસ્ટાઈલ ભલે સાદગી ભરેલી હોય, પણ પોતાના જીવનસાથીને પસંદ કરવાના મામલે તેઓ ખુબ મોર્ડન છે.
એક ઇન્ટરવ્યુંમાં એવું જાણવા મળ્યું છે, જેમાં તેઓ જણાવે છે કે, તેણે 10 માં અભ્યાસ કરતા સમયે જ પોતાનું જીવનસાથી પસંદ કરી લીધું હતું. તે સમયે અવસર હતો તેની બહેનના તિલકની રસમ હતી ત્યારે તેણે પહેલી વખત પોતાની જીવનસાથીને જોઈ હતી.પંકજ ત્રિપાઠીના જીવનસાથીનું નામ છે મૃદુલા. પંકજ ત્રિપાઠી નીચે હતા, અને મૃદુલા ઉપર હતી. ત્યાર પછી બંને નીચે મળ્યા. ત્યાર પછી પંકજે નક્કી કરી લીધું કે તે લગ્ન કરશે તો મૃદુલા સાથે જ કરશે. આ સિવાય પંકજ ત્રિપાઠી વિશે વધુ વાત કરીએ તો જાણવા મળતી માહિતી મુજબ પંકજ એ ગામમાં રહેતા હતા, જ્યાં સડક પણ ન હતી અને ન તો લાઈટની કોઈ વ્યવસ્થા હતી. જો કે તેની પ્રેમ કહાની વચ્ચે આ બાબત અડચણ બની ન હતી.
જ્યારે પંકજ ત્રિપાઠી પોતાના માટે કામ શોધવા માટે ઘરની બહાર નીકળ્યા ત્યારે પંકજ અને મૃદુલા ચિઠ્ઠીના માધ્યમથી વાત કરતા હતા. જો કે આ રીતે તેની પ્રેમ કહાની આગળ વધતી રહી. ત્યાર પછી પંકજ અને મૃદુલાના લગ્ન થઈ ગયા. આ ઉપરાંત પંકજ ત્રિપાઠીએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તેમના પિતા તેને ડોક્ટર બનાવવા માંગતા હતા. પણ જ્યારે તેમણે એક્ટર બનવાની પોતાની ઈચ્છા પિતાને કહી તો તેમના પિતાએ તેનો વિરોધ કર્યો ન હતો.આ સિવાય પંકજ ત્રિપાઠી જણાવે છે કે, તે સમયે તેમના પિતાએ તેને એટલું જ પૂછ્યું કે, તેનાથી તારી રોજી રોટી નીકળી જશે. ત્યાર પછી પંકજે જણાવ્યું કે હું NSD માં અભ્યાસ કરીને ત્યાં ટીચર બની જઈશ. અને મને સરકારી નોકરી મળી જશે અને પંકજ ત્રિપાઠીના લગ્ન મૃદુલા સાથે થઈ ગયા. પરંતુ આજે પંકજ ત્રિપાઠી બોલીવુડનો ખુબ જ જાણીતો ચહેરો બની ગયા છે. એક્ટિંગની દુનિયામાં તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.