મચ્છર શા માટે પીવે છે માણસોનું લોહી ? વૈજ્ઞાનિકોએ આપેલ કારણ જાણીને ચોંકી જશો.

ખાસ કરીને ચોમાસાની સિઝનમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે. તેવામાં લોકો મચ્છરથી રક્ષણ મેળવવા માટે ધૂપ, મચ્છર જાળી વગેરે જેવા નુસ્ખા અજમાવે છે. પરંતુ જ્યારે મચ્છર ડંખ મારે છે, ત્યારે લોહી કાઢે છે. સામાન્ય રીતે લોકો એમ પણ કહેતા હોય છે કે મચ્છર લોહી પીવે છે. આજે આ લેખમાં અમે તમને જણાવશું કે શું મચ્છર આપણું લોહી પીવે છે કે નહિ, તેના વિશે વૈજ્ઞાનિકોનું શું કહેવું છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

પરંતુ શું તમે જાણો છો કે, મચ્છર માણસનું તમારું લોહી શા માટે પીવે છે ? તથા મચ્છરોને લોહી પીવાની આદત કેવી રીતે પડી ? તો તમને જણાવી દઈએ કે, તેનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી લીધો છે. જી હાં, વૈજ્ઞાનિકો શોધ્યું છે કે, દુનિયાની શરૂઆતમાં મચ્છરો માણસનું લોહી ન પીતા. પરંતુ ધીરે ધીરે તેમાં બદલાવ આવતો ગયો છે. મચ્છરોએ માણસો તથા અન્ય પ્રાણીઓનું લોહી પીવાનું એટલા માટે શરૂ કર્યું કારણ કે, તે સુકા પ્રદેશમાં રહે છે. જ્યાં મચ્છરોને પ્રજનન માટે પાણી પણ મળવું મુશ્કેલ હતું. તેથી મચ્છરોએ માણસો અને પ્રાણીઓનું લોહી પીવાનું શરૂ કર્યું.

ન્યુજર્સીની પ્રિંસટન યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ થોડા સમય પહેલાં આફ્રિકાના એડીસ એજિપ્ટી મચ્છરો (aedes aegypti mosquitoes) નો અભ્યાસ કર્યો છે. આ તે જ મચ્છર છે, જેના કારણે જીકા વાયરસ ફેલાય છે. ડેગ્યુ અને પીળો તાવ આવવાનું કારણ આવે છે. ન્યૂ સાઇન્ટિસ્ટમાં છપાયેલી રિપોર્ટ અનુસાર, આફ્રિકાના મચ્છરોમાં એડીસ એજિપ્ટી મચ્છરની ઘણી પ્રજાતિઓ છે. બધા પ્રજાતિઓના મચ્છર લોહી ચૂસતા નથી. આ અન્ય વસ્તુઓ ખાઇ-પીને પોતાનો ગુજારો કરે છે.પ્રિંસટન યૂનિવર્સિટીની શોધકર્તા નોઆહ રોજના આ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, અત્યાર સુધી મચ્છરોના વિભિન્ન પ્રજાતિઓના ખાન-પાનને લઈને અભ્યાસ કર્યો નથી. તેઓએ આફ્રિકાના વિવિધ વિસ્તારના 27 જગ્યાઓથી એજિપ્ટિ મચ્છરના ઈંડા લીધા. આ ઈંડાથી મચ્છરોને નીકળવા દીધા. પછી તેને માણસ, અન્ય જીવ, ગિની પિગ વગેરે જેવા લેબમાં બંધ ડબ્બામાં છોડી દીધા એટલે કે લોહી પીવાની પેટર્નને સમજી શકે. એડીસ એજિપ્ટી મચ્છરોની અલગ-અલગ પ્રજાતિઓના મચ્છરોનું ખાન-પાન અલગ નીકળ્યું.

નોઆહનું કહેવું હતું કે, બધા મચ્છર લોહી પીવે છે, એ વાત એકદમ ખોટી સાબિત થઈ છે. વાત એમ છે કે, જે વિસ્તારમાં ગરમી વધારે પડે છે, પાણી ઓછું હોય છે. તેવી જગ્યાએ મચ્છરોને પ્રજનન માટે પાણીની જરૂર પડે છે. પાણીની ઉણપ સર્જાતા મચ્છર માણસ કે અન્ય જીવનું લોહી ચૂસવાનું શરૂ કરે છે.મચ્છરોની અંદર આ બદલાવ આજ કાલનો નહીં પણ હજારો વર્ષોમાં આવ્યો છે. એડીસ એજિપ્ટિ મચ્છરોની ખાસ વાત એ છે કે, વધતા જતા શહેરીકરણના કારણે પાણીની અછત સર્જાવા લાગી, તેથી મચ્છરોને માણસોનું લોહી પીવાની ફરજ પડી.

પરંતુ તમે જોયું હશે કે, ઘણા મચ્છરો ભરાયેલા પાણીના કારણે પણ થાય છે. તો અહીં એનોફિલીસ મચ્છરો એટલે કે મેલેરિયા કરનારા મચ્છરો થાય છે, આ મચ્છરોને કોઈ તકલીફ હોતી નથી. આ મચ્છરો તેમનું પ્રજનન કૂલર, ફૂલ-છોડના કૂંડા, ક્યારી વગેરે જેવી જગ્યાઓ પર થાય છે. પરંતુ આ મચ્છરોને પણ પાણીની અછત સર્જાય કે તરત જ તે માણસોનું લોહી ચૂસવા લાગે છે.

Leave a Comment