ઉત્તરપ્રદેશના આગ્રા જીલ્લામાં માનવતાને નીચે જોવું પડે તેવી ઘટના સામે આવી છે. શહેરની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં ડિલીવરી બાદ ગરીબ દંપત્તિ 35 હજાર રૂપિયા શુલ્ક જમા ન કરી શક્યા.તો ડોક્ટરે નવજાત શિશુનો સોદો કરી નાખ્યો હતો. આરોપ એવો છે કે, ડોક્ટરે જબરદસ્તી કાગળ પર તેનો અંગુઠો લગાવી લીધો અને નવજાત શિશુ લઈ લીધું. નવજાતને જન્મ આપનાર મહિલા આજીજી કરતી રહી ગઈ, પતિ પણ કંઈ ન કરી શક્યો કેમ કે વિવશ હતો. પીડિત પરિવારજનોનો આરોપ છે કે, હોસ્પિટલની ફી ન આપી શકવાના કારણે ડોક્ટરે કહ્યું કે, રૂપિયા ન હોય તો બાળક આપવું પડશે.
ત્યાર બાદ દંપત્તિ પાસે જબરદસ્તીથી કાગળ પર અંગુઠો લગાવી લીધો અને નવજાત શિશુ રાખી લીધું અને 65 હજાર રૂપિયા આપી અને દંપત્તિને ભગાવી દીધા હતા. જાણવામાં આવી રહ્યું છે કે, ડોક્ટરે બાળકનો સોદો એક લાખ રૂપિયામાં કરી દીધો હતો. એક લાખ રૂપિયામાંથી 35 હજાર હોસ્પિટલનું બીલ રાખી લીધું અને 65 હજાર રૂપિયા પીડિત રીક્ષા ચાલકને આપીને ભગાવી દીધો હતો. દંપત્તિનો આરોપ છે કે, ડોક્ટરે નવજાત શિશુને એક લાખ રૂપિયામાં વહેંચી દીધું હતું. હોસ્પિટલની ફી 35 હજાર વસુલ કરીને બાકીની રકમ આપીને દંપત્તિને આપી દીધી હતી.
તમને જણાવી દઈએ કે, શંભુનગર નિવાસી શિવ નારાયણ એક રિક્ષા ચાલક છે. તેણે જણાવ્યું કે, ચાર મહિના પહેલાં તેનું ઘર કર્જમાં ડૂબી ગયું હતું. 24 ઓગસ્ટના રોજ તેની પત્ની બબિતાને પ્રસવ પીડા થઈ. તેની નજીકમાં જ જેપી હોસ્પિટલ છે, તેમાં જ તેની પત્ની ભરતી કરી દીધી હતી. ત્યાર બાદ બબિતાએ એક દીકરાને જન્મ આપ્યો હતો. 25 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાંથી બબિતાને ડિસ્ચાર્જ કરવાનો સમય આવ્યો તો હોસ્પિટલ પ્રશાસન દ્વારા 35 હજાર રૂપિયાનું બીલ પકડાવી દીધું હતું. પરંતુ રિક્ષા ચાલક આટલું મોટું બિલ ચૂકવી શકે તેવી સ્થિતિમાં ન હતો. તેની પાસે માત્ર પાંચ સો રૂપિયા જ હતા.એવો આરોપ છે કે, હોસ્પિટલની ફીસ ન આપી શકવાના કારણે ડોક્ટરે કહ્યું કે, રૂપિયા ન હોય તો બાળક આપવું પડશે. ત્યાર બાદ એ દંપત્તિએ જબરદસ્તી એક કાગળ પર અંગુઠો લગાવી દીધો અને નવજાત શિશુને લઈ લીધું અને 65 હજાર રૂપિયા આપી દંપત્તિને ભગાવી દીધા.
આ મામલાની જાણકારી મળતાની સાથે જ સ્વાસ્થ્ય વિભાગની ટીમે તે હોસ્પિટલ પર તપાસ કરી હતી. મુખ્ય આરોગ્ય અધિકારી(CMO) ડો. આરસી પાંડેય એ જણાવ્યું કે, અનિયમિતતાઓ મળવાના કારણે હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. નવજાત શિશુને વહેંચી દેવાની સુચના મળી છે. આ મામલો મીડિયામાં આવ્યા બાદ પોલીસ આખી ઘટ�BDA8ાની તપાસમાં લાગી ગઈ છે.