મિત્રો આજના સમયમાં ઘણા લોકો credit અને debit કાર્ડનો ઉપયોગ કરતા હોય છે અને તેના ઉપયોગ વિશે પણ આજે દરેક સામાન્ય જાણતો થયો છે. પરંતુ હાલ એવા ન્યુઝ આવી રહ્યા છે કે, credit અને debit કાર્ડના નિયમોમાં ઘણો ફેરફાર થઈ રહ્યો છે. જે મુજબ આ નિયમોને જાણવા ખુબ જરૂરી બની જાય છે. તેથી જો તમે પણ આ નિયમોને જાણવા માંગો છો, તો આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.
RBI એટલે કે, રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા credit અને debit કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. જે 30 સપ્ટેમ્બર 2020 ના રોજ લાગુ થશે. 30 સપ્ટેમ્બર 2020 થી RBI credit અને debit કાર્ડના નિયમોમાં ફેરફાર કરી રહી છે. હાલ કોરોના જેવી મહામારીને જોતા કાર્ડ જાહેર કર્તાઓને RBI આ નિયમો લાગુ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. આ પહેલાં આ નિયમો જાન્યુઆરીમાં લાગુ થવાના હતા. ચાલો તો જાણીએ કે, કાર્ડ ધારકો માટે ક્યાં-ક્યાં નિયમો લાગુ થશે.
અંતરરાષ્ટ્રીય લેણદેણ, ઓનલાઈન લેણદેણ, અને કોન્ટેકટલેસ કાર્ડથી લેણદેણ કરવા માટે, ગ્રાહકોએ આ માટે પોતાની પ્રાથમિકતા દર્જ કરવી પડશે. તેનો અર્થ એવો થયો કે, જો ગ્રાહકને તેની જરૂરત છે તો તેના માટે તેને આ સર્વિસ કરાવવી પડશે અથવા તે માટે આવેદન કરવું પડશે.
RBI એ બેંકને કહ્યું છે કે, credit અને debit કાર્ડ આપતી વખતે હવે ગ્રાહકોએ ઘરેલું ટ્રાન્જેક્શનની અનુમતિ આપવી જોઈએ, તેનો અર્થ એ છે કે, જો જરૂરિયાત નથી તો એટીએમથી પૈસા ઉપાડવા કે પીઓએસ ટર્મિનલ પર શોપિંગ કરવા માટે વિદેશી ટ્રાન્જેક્શનની અનુમતિ ન આપે.
હાલના કાર્ડ માટે જાહેર કર્તા પોતાના જોખમની ધારણાના આધારે નિર્ણય લઈ શકે છે. તેનો અર્થ એવો થયો કે, જો તમે પોતાના કાર્ડથી ઘરેલું ટ્રાન્જેક્શન કરવા માંગો છો તો અથવા તો ઇન્ટરનેટ ટ્રાન્જેક્શન તેનો નિર્ણય ગ્રાહક ગમે ત્યારે કરી શકે છે. આમ તેને કંઈ સર્વિસ એક્ટિવ કરવી છે અને કંઈ ડીએક્ટિવ. તે નિર્ણય ગ્રાહક કરી શકે છે.
જ્યારે ગ્રાહક 24 કલાક 7 દિવસ પોતાના ટ્રાન્જેક્શનની લિમિટ ગમે ત્યારે બદલી શકે છે. તેનો અર્થ એવો થયો કે, હવે તમે પોતાના એટીએમ કાર્ડને મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેન્કિંગ, એટીએમ મશીન પર જઈને આઇવિઆર દ્વારા ગમે ત્યારે તેની ટ્રાન્જેક્શન લિમિટ નક્કી કરી શકો છો. આમ RBI ના credit અને debit કાર્ડ સાથે જોડાયેલ નિયમો 30 સપ્ટેમ્બર 2020 થી લાગુ થશે.
Niyam no change karo cyber crime strong karo..