લદ્દાખમાં ભારતીય સેના 30 મંજિલની ઉંચાઈ પર તૈનાત, 9 ચીની સૈનિક પર એક જ ભારતીય જવાન કાફી.

મિત્રો તમે હાલ લદ્દાખની સ્થિતિ વિશે જાણો છો, તેમજ ચીનની ઘુષણખોરી અંગે પણ તમે જાણો છો. તેમજ હાલ લદ્દાખમાં શું સ્થિતિ છે, તેના વિશે પણ તમે જાણો છો. આવા સમયે જો આપણા ભારતીય સેનાના જવાનોની વાત કરવામાં આવે તો જાણવા મળ્યું છે કે, આપણા સૈનિકો લદ્દાખની સીમા પર 30 મંજિલની ઉંચાઈ પર સ્થિત છે. આવા સમયે ભારતીય સેનાના એક જવાન એ 9 ચીની જવાન પર ભારી પડી શકે તેમ છે. 

જાણવા મળ્યું છે કે, લદ્દાખની ઘણી એવી જગ્યાઓ પણ છે, જ્યા ભારત અને ચીન એકદમ સામસામે છે. જો કે ભારતીય સેના એટલી ઉંચાઈ પર સ્થિત છે કે, કોઈ પણ પ્રકારની સ્થિતિમાં ચીની સેનાને ખુબ ભારે નુકસાન થઈ શકે તેમ છે. ભારત અને ચીન વચ્ચે  લેક પાસે થયેલી લડાઈ બાદ ઉચ્ચસ્તરીય બેઠક શરૂ છે. જો કે ઘણા રિપોર્ટમાં એવું જાણવા મળ્યું છે કે, ભારત અને ચીન લદ્દાખની ઘણી જગ્યા પર સામસામાં છે. જ્યારે તનાવ ભરેલી સ્થિતિ હજુ પણ યથાવત છે. જો કે ભારતીય સેના ઘણી ઉંચાઈ પર છે તેથી તેને ઘણો ફાયદો થઈ શકે છે. 

જ્યારે બીજા એક અન્ય રિપોર્ટ અનુસાર ભારતીય સેના ઘણી જગ્યાઓ પર લગભગ 30 માળની ઉંચાઈ પર સ્થિત છે. જ્યારે તેની સામે ચીની સૈનિક ઘણા નીચે છે. ભારતીય સૈનિકોએ ઉંચાઈ પર કાબુ મેળવી લીધો છે. આમ તેને દુર કરવાની કોશિશ ચીન પર ભારે પડી શકે તેમ છે.  આ સિવાય આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, ઉંચાઈ પર બેઠેલી સેના પાસે બચાવના ઘણા રસ્તા છે. આમ જે ઉંચાઈ પર બેઠા હોય તેના પર હુમલો કરવો ખુબ મુશ્કેલ છે. ચીની સૈનિકો માટે એમ કહી શકાય કે 30 માળની ઉંચાઈ પર બેઠેલા કોઈ ભારતીય સૈનિક પર નિશાન સાધવું એ ખુબ જ મુશ્કેલ.

આ ઉપરાંત ભારત સિયાચીન ગ્લેશિયર 1984 માં 6,700 મીટરની ઉંચાઈ પર સૈન્ય ઓપરેશન કરી ચુક્યું છે. સિયાચીન દુનિયાનું સૌથી ઉચું જંગનું મેદાન છે, જ્યારે હાલની સ્થિતિ 5000 મીટરની ઉંચાઈ પર છે. આવા સમયે ચીનનું એમ માનવું કે, ભારતીય સેના દુર્ગમ સ્થળે લડાઈ કરવા માટે સક્ષમ નથી, તે તેને ભારે પડી શકે તેમ છે. જ્યારે આટલી ઉંચાઈ પર દુશ્મન સાથે સામેથી હુમલો કરવો ઘાતક સાબિત થઈ શકે છે. આટલી ઉંચાઈ પર ચડવું પણ ભારે પડે છે. કેમ કે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ વિશે રીટાયર્ડ બીગ્રેડીયર્ડ દીપક સિન્હા કહે છે કે, જો તમારે હુમલો કરવો હોય તો ઉંચાઈ પર બેઠેલા એક સૈનિકને મારવા માટે બીજા 9 સૈનિકની જરૂરિયાત રહે છે. 

આ સિવાય તમને જણાવી દઈએ કે, ચીને છેલ્લે 4,600 મીટરની ઉંચાઈ પર કમ કેલીબર સાથે અભ્યાસ કર્યો હતો. જેમાં 6 ની જગ્યાએ 4 પૈડાની ગાડી પર રાખવામાં આવ્યું હતું. ટ્રકમાં લદી HJ-10 માં પણ 4 ની જગ્યાએ 2 લોન્ચર હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે, કદાચ પહાડી એરિયામાં હથિયારોને લઈ જવા માટે આ બદલાવ કરવામાં આવ્યો હશે. આ સિવાય રિપોર્ટ અનુસાર ભલે ભારત અને ચીન શાંતિની વાતો કરે પણ સીમા પર સૈનિકોનો ઘેરાવો વધી રહ્યો છે. સેટેલાઈટથી જાણવા મળ્યું છે કે, ચીને ડોકલામથી 330 કિલોમીટર દુર પોતાના એયરપોર્ટને અપગ્રેડ કરવાનું શરૂ કરી દીધું છે.  

Leave a Comment