ખુદ એક જ સમય જમીને આ મહિલા ભરે છે 13 કુતરાના પેટ, જાણો કેવી છે મહિલાની સ્થિતિ.

મિત્રો કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશ અને દુનિયાએ ખુબ જ ખરાબ સમય જોઈ રહી છે. ભારતમાં પણ કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનનો પ્રભાવ અમુક અંશ સુધી સીધો લોકોની જિંદગી પર પડ્યો છે. માર્ચ-એપ્રિલમાં જોવા મળ્યું હતું કે, દેશના વિભિન્ન ભાગોથી પ્રવાસી મજદૂર લોકો ભૂખ્યા-તરસ્યા પોતાના ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. તેના સિવાય પણ ઘણા લોકો એવા છે જે હજુ પણ ભૂખ્યા રહે છે, અને બીજાનું પેટ ભરે છે. 

તો એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. આપણે બધા જ જાણીએ છીએ કે, આજે પણ આ સમાજમાં એવા લોકો રહે છે જે ખુદ કરતા બીજાનું ધ્યાન વધુ રાખતા હોય. માણસોની સંભાળ લેવા વાળા ઘણા લોકો હોય છે, પણ એક મહિલા એવી છે જે 13 કુતરાની સંભાળ લે છે. આ કિસ્સો છે ચેન્નઈનો, જ્યાં એક મહિલાની પાસે 13 પાલતું કુતરા છે. તે મહિલા રોજ માત્ર એક ટાઈમ જમે છે. મહિલા આવું એટલા માટે કરે છે કારણે તેના કુતરા ભૂખ્યા ન રહે. તેના 13 કુતરાને ભરપેટ જમાડવા માટે એ મહિલા માત્ર એક ટાઈમ જમે છે. 

મિત્રો આ કહાની ચેન્નઈના માઈલાપોર લાલા થોટમ કોલોનીની એક નાના ઘરમાં રહેતી 39 વર્ષની મહિલા મીનાની છે. મીના ઘરે-ઘરે જઈને કુક અને નોકરાણીનું કામ કરે છે. તેને કુતરા સાથે ખુબ જ લગાવ છે. તે કુતરા સાથે જ ઘરમાં રહે છે. તેની પાસે 13 પાલતું કુતરા છે. તે પોતાના કુતરાને એટલો પ્રેમ કરે છે કે, કુતરાની સાથે રહેવા માટે તેણે લગ્ન પણ ન કર્યા. દેશમાં આવેલા કોરોના સંક્રમણના કારણે માર્ચ મહિનામાં લોકડાઉન થઈ ગયું. તે પહેલેથી જ જણાતી હતી કે, હવે ખાવાની કમી થશે. તેવામાં મીના જે ઘરોમાં કામ કરતી હતી, ત્યાંથી તેણે એડવાન્સ સેલેરી માંગી. પરંતુ માત્ર બે જ ઘરોએ તેને એડવાન્સ સેલેરી આપી. તો મીનાએ એડવાન્સ સેલેરી લીધી તેમાંથી ઘરમાં ચાવલ અને કુતરા માટે પેડીગ્રી ખરીદીને મૂકી દીધી. ત્યાર બાદ મીનાએ પોતાનો ખોરાક ઘટાડી દીધો, કેમ કે તે પોતાના કુતરાનું પેટ ભરી શકે. તે પોતાના કુતરાને ક્યારેય ભૂખ્યા ન રાખતી. તેનું માનવું છે કે, કુતરાની સેવા કરવાથી તે ભગવાન સાથે કનેક્ટ થાય છે. તે સવારે ઘરોમાં કામ કરે છે અને કમાણી કરેલી રકમમાંથી પોતાના 13 કુતરાની દેખભાળ કરે છે. 

મીનાનું કહેવું છે કે, ‘હું ખાવાની એટલી શોખીન નથી, મને કંઈ પણ મળે તો હું મારા કુતરા સાથે શેર કરું છું. પરંતુ હવે હું થોડી વધુ દેખભાળ કરું છું. હું દિવસમાં એક વાર ખાવ છું અને બાકી ખાવાનું પોતાના કુતરા માટે બચાવું છું.’ મીના પોતાના ઘરની બહારના કુતરાઓનું પણ પેટ ભરે છે. હવે તેના ખાવાનો સ્ટોક ખતમ થઈ રહ્યો છે. અમુક NGO ઓએ તેને ભોજનનો સ્ટોક કરી દીધો છે. પરંતુ તે સ્ટોક લાંબા સમય સુધી નહિ ચાલે. 

Leave a Comment