આજના સમયમાં લગભગ દરેક લોકો પેટને લગતી સમસ્યાથી પરેશાન રહેતા હોય છે. કબજિયાત એ દરેક લોકોને પરેશાન કરતી સમસ્યા છે. જો કે તમે કબજિયાત વખતે કોઈ દવાનું સેવન કરીને રાહત મેળવો છો. પણ તમે કેટલાક કુદરતી ઉપાયો અજમાવીને પણ તેનાથી રાહત મેળવી શકો છો. આ કુદરતી ઉપાયો એવા છે જેનાથી તમને સ્વાસ્થ્યને લગતી કોઈ મુશ્કેલી ઉભી નથી કરતા. તેનાથી તમને કોઈ આડ અસર નથી થતી.
ખરાબ લાઇફસ્ટાઇલ અને ફૂડ હેબિટ્સના કારણે સામાન્ય રીતે લોકોને કબજિયાતની સમસ્યાથી જજુમવું પડતું હોય છે. વધારે દિવસો સુધી જો કબજિયાતની સમસ્યા રહે તો, તે સ્વાસ્થ્યને ઘણા પ્રકારે નુકસાન પહોચાડી શકે છે. મેડિકલ ન્યૂઝ મુજબ, જો લોકો પોતાની લાઇફસ્ટાઇલમાં થોડો બદલાવ કરે અને ગુડ ફૂડ્સ હેબિટને ફોલો કરે તો, કબજિયાતની સમસ્યા નેચરલી સરખી થઈ શકે છે. જોકે પેટ સાફ ન હોવાથી, પરેશાન થઈને લોકો મેડિકેશનની મદદ લે છે. પરંતુ જો તમે અમુક નેચરલ રીતની મદદ લો તો, તમે તમારી જૂની કબજિયાતની સમસ્યા પણ મટાડી શકો છો.કબજિયાત દૂર કરવાના નેચરલ સ્ટૂલ સોફ્ટનર:-
1) એલોવેરા જ્યુસ:- જાણવા મળતી માહિતી મુજબ એક ખબર મુજબ, જો તમે દરરોજ સવારે બે ચમચી એલોવેરા જ્યુસ નવશેકા પાણી સાથે મિક્સ કરીને પીઓ, તો તેનાથી પેટ સાફ કરવામાં સરળતા થાય છે. તમે ચાહો તો, સવારે ખાલી પેટ કોઈ પણ જ્યુસમાં તેને મિક્સ કરીએ પી શકો છો.
2) ઓલિવ ઓઇલ:- ઓલીવ ઓઇલની મદદથી તમે કબજિયાતની સમસ્યા મટાડી શકો છો. તે એક લૂબૃકેટરનું કામ કરે છે અને પેટ ક્લીન કરવામાં મદદ કરે છે. તેને તમે સવારે ખાલી પેટ એક ચમચી પી લો. તેની અસર થોડી વારમાં જ દેખાશે. 3) ચિયા સીડ્સ:- ચિયા સીડ્સની મદદથી કોલેસ્ટ્રોલને તો કંટ્રોલ કરી જ શકાય છે. તે એક સારા એવા સ્ટૂલ સોફટનરની જેમ કાર્ય કરે છે. તમે રાત્રે એક કપ પાણીમાં એક ચમચી ચિયા સીડ્સ નાખો અને સવારે ખાલી પેટ તેને પીઓ.
4) ફ્લેક્સ સિડ:- ફ્લેક્સ સિડમાં ભરપૂર ફાઈબર હોય છે જે બોવલ મુવમેંટ માટે ફાયદાકારક હોય છે. તેને યુઝ કરવા માટે એક કપ પાણી લો અને તેમાં 4 ચમચી ફ્લેક્સ સિડ નાખો. સવારે તેને તમે દૂધ, મેંગો શેક અથવા કોઇ પણ પ્રકારના ડ્રિંકમાં મિક્સ કરીને પીઓ. 5) કૈસ્ટર ઓઇલ:- વધુ ઉંમર વાળા લોકોને જો કબજિયાત ની સમસ્યા રહેતી હોય તો, તેમના માટે કૈસ્ટર ઓઇલ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે આખા દિવસ દરમિયાન ગમે ત્યારે એક ચમચી કૈસ્ટર ઓઇલ પીઓ. તેને તમે ચાહો તો, કોઈ ફ્રૂટ જ્યુસ સાથે મિક્સ કરીને પણ પી શકો છો. જોકે, પ્રેગ્નેન્ટ મહિલાઓ, બ્રેસ્ટ ફીડ માં અને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તે ન પીવડાવવું. આમ આ કુદરતી ઉપાયો દ્વારા તમે કબજિયાત ની સમયથી છુટકારો મેળવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી