મિત્રો તમે જાણો છો તેમ 30 થી 40 ની ઉંમરમાં મહિલાઓના શરીરમાં ઘણા ફેરફાર થતા હોય છે. આ બધું તેના હોર્મોનના કારણે થતું હોય છે. પણ જો કોઈ મહિલા 30 થી 40 ની ઉંમર વચ્ચે અમુક ખાસ ખાદ્ય પદાર્થનું સેવન કરવાનું શરુ કરી દે છે તો તે હેલ્દી અને ફીટ રહેવાની સાથે ઘણા રોગોથી પણ બચી શકે છે.
30 વર્ષની વધુ ઉંમરની મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને તે શું ખાઈ છે, તેના પર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે તેની અસર તેના સંપૂર્ણ સ્વાસ્થ્ય પર પડે છે. 30 થી 40 ની ઉંમરમાં ખાનપાન યોગ્ય ન હોય તો ઘણી સમસ્યાઓ થઇ શકે છે. આ લેખમાં ઘણા એવા ખાદ્ય પદાર્થો વિશે જણાવવામાં આવ્યું છે જે સંતુલિત અને સ્વાસ્થ્ય માટે મહિલાઓ આ ખાદ્ય પદાર્થનો સમાવેશ કરવો જોઈએ. 1) અંકુરિત દાળનો ચાટ:- અંકુરિત દાળમાં ઘણા પ્રમાણમાં પ્રોટીન અને વિટામીન ઈ, વિટામીન કે, આયરન, ફાઈટોકેમિકલ્સ અને એન્ટી ઓક્સીડેંટ હોય છે. તે ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવે છે. શરીરમાં રક્ત સંચાર સારું બનાવે છે. તેમાં જીંક, ફોલિક એસીડ, રાઈબોફ્લેવીન, કોપર અને મેગ્નેશિયમ જેવા માઈક્રોન્યુટ્રીએન્ટસ હોય છે. આથી આ વાળ માટે સારા છે. અંકુરિત દાળને ઓછા પાણીમાં ઉકાળી શકાય છે. અથવા ઉકળતા પાણીમાં 2 મિનીટ પલાળીને રાખી શકાય છે. તેનાથી તેના પોષક તત્વોને ઓછુ નુકશાન થાય છે અને તે પચવામાં પણ સરળ હોય છે. તેને સ્પ્રાઉટ સલાડ સ્પ્રાઉટ વેજ સેન્ડવીચ ભેળ ના રૂપમાં ખાઈ શકાય છે.
2) મલ્ટીગ્રેન ફ્લેક્સઆ ઓટ્સ, વ્હીટ ફ્લેક્સ, કોર્નફ્લેક્સ, જવ, રાગી, મમરા, જુવાર, રાઈસ ફ્લેક્સનું મિશ્રણ છે, આ કોઇપણ ખોરાક ખાધા પછી એક સારા સ્નેક્સના રૂપમાં ખાઈ શકાય છે. તેમાં કેલરી ઓછી હોય છે, તે ફાઈબર, વિટામીન બી, એન્ટી ઓક્સીડેંટ, જીંક, કોપર અને મેગ્નેશિયમ, જેવા એન્ટી ઓક્સીડેંટથી ભરપુર હોય છે.3) ફળનું સલાડ:- ડાયટમાં આ ઉંમરની મહિલાઓ વિભિન્ન પ્રકારના ઋતુ અનુસાર ફળોથી બનેલ સલાડ ને સામેલ કરી શકે છે. ફળ અને શાકભાજી ખાવાથી હૃદય રોગ, ડાયાબિટીસ, વજન વધારો, કેન્સર અને બ્લડ પ્રેશર, જેવી બીમારીઓ થવાનું જોખમ ઓછુ થાય છે. ફળ એન્ટીઓક્સીડેંટ થી ભરપુર હોય છે, જે ઈમ્યુંનીટી બુસ્ટ કરે છે. ડાયટરી ફાઈબર, વિટામીન સી, પોટેશિયમ, ફોલેટથી ભરપુર હોય છે. વિભિન્ન રંગ વાળા ફળનું સલાડ તમે નાસ્તા, બપોરે અને સાંજે ખાઈ શકો છો. ટોપિંગમાં દહીં, મધ અને તાજું ક્રીમનો ઉપયોગ કરી શકો છો.
4) ઓટ્સ:- આ એક અનાજ છે. જેને સામાન્ય રીતે નાસ્તામાં લઇ શકાય છે. ઓટ્સમાં ઘુલનશીલ અને અઘુલાનશીલ બંને પ્રકારના ફાઈબર હોય છે. વજન અને કોલેસ્ટ્રોલ ઓછુ કરવા, ડાયાબિટીસ માં બ્લડ ગ્લુકોઝ ને નિયંત્રિત કરવામાં સારા છે. ઓટ્સ, પ્રોટીન, ફાઈબર, જરૂરી વિટામીન અને મિનરલ્સ થી ભરપુર હોય છે. તેનાથી ઉતાપમ, ઉપમા, ઢોસા, ઈડલી, મફીન, ગ્રેનોલા બાર અને કુકીઝ બનાવી શકાય છે. ખાવામાં ઓટ્સ ની સાથે શાકભાજી ને મિક્સ કરીને ખીચડી તૈયાર કરી શકાય છે.
5) છાશ:- છાશમાં 90% પાણી હોય છે. આથી આ શરીરમાં પાણીના સંતુલન ને બનાવી રાખવામાં મદદ કરે છે. તેમાં ભરપુર માત્રામાં પ્રોટીન, વિટામીન, પાચન માટે આવશ્યક બેક્ટેરિયા હોય છે. તેને ખાવાથી અથવા વચ્ચે પણ લઇ શકાય છે.
6) શીગોડાના લોટનો પેનકેક:- આ પ્રોટીન અને વિટામીન બી થી ભરપુર અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે. તે ખાવાનો સારો વિકલ્પ છે. કારણ કે તેમાં ઓછી કેલરી હોય છે. જયારે વિટામીન અને ફાઈબર ભરપુર હોય છે. ડાયાબિટીસના દર્દી માટે આ સારો વિકલ્પ છે. તેમાં ડીટોક્સ કરવા અને ઠંડક આપવાનો ગુણ હોય છે. તેમાં શાકભાજી અને મગફળી નાખીને શિંગોડાના ઢોસા અને ઢોકળા તૈયાર કરી શકાય છે.
7) આમ પન્ના:- આમ પન્ના એક સ્વાદિષ્ટ અને તાજગી ભરેલું પ્રવાહી છે. તેને કાચી કેરીમાંથી તૈયાર કરવામાં આવે છે. તે પોતાના ગરમી પ્રતિરોધી ગુણો માટે ઓળખાય છે. આ બી1, બી2, નીયાસીન, વિટામીન ઈ, વિટામીન એ અને વિટામીન સી નો સારો સ્ત્રોત છે. જે અનેક વિકારના ઈલાજ, ત્વચા અને આંખ માટે સારા છે. તે તમારા શરીરને પરસેવાના માધ્યમથી વધુ આયરન અને મીઠું બહાર કાઢવાથી રોકે છે. પાચનને સરળ બનાવે છે અને કબજિયાત દુર કરે છે.8) ફ્રુટ યોગર્ટ:- દહીં એટલે કે યોગર્ટ ડેરી પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામીન બી12, લીનોલેઈક એસીડ અને ગુડ ફેટી એસીડનો સારો સ્ત્રોત છે. ફળ અને દહીં એક સાથે મિશ્રણ ખુબ સારું છે. ફળમાં કેલરીની માત્રા ઓછી હોય છે અને તે એન્ટી ઓક્સીડેંટ, પ્રોબાયોટીક્સનો સારો સ્ત્રોત છે. દહીંની સાથે ફળનું મિશ્રણથી પ્રોબાયોટીક્સ, ઉચ્ચ ગુણવતા વાળું પ્રોટીન, જરૂરી ફેટી એસીડ અને માઈક્રોન્યુટ્રીએટસ પ્રાપ્ત થાય છે. જે વજન ઓછુ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ અને હૃદયના રોગો માટે ફાયદાકારક છે.
9) નટ્સ:- નટ્સને હૃદય રોગ માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે પ્રોટીન, અનસેચુરેટેડ ફેટી એસીડ, ઓમેગા 3 ફેટી એસીડ, વિટામીન ઈ, અને ફાઈબરથી ભરપુર હોય છે. એચડીએલ કોલેસ્ટ્રોલમાં સુધાર કરવામાં મદદ કરે છે. નટ્સ ખાતી વખતે એક ચિંતા હોય છે કે આમાં કેલરી વધુ હોય છે આથી તેની માત્રા સીમિત રાખવી જોઈએ. એક દિવસમાં એક મુઠ્ઠી નટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. હેલ્દી નટ્સમાં બદામ, અખરોટ, પીસ્તા, કાજુ, અંજીર, અને ખજૂરનું સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી