અપનાવો આ દેશી અને ઘરેલું ઉપાય, વગર દવાએ ફક્ત 5 મીનીટમાં માથાના દુખાવાથી મળીશે કાયમી છુટકારો. શરદી, ઉધરસના કારણે થતા દુખાવામાં 100% અસરકારક.

મિત્રો જયારે શરદી, ઉધરસ કે તાવ આવે છે ત્યારે ઘણી વખત તમને સખત માથાનો દુખાવો થાય છે. શરદીને કારણે સતત છીંક આવવાથી મગજના સ્નાયુઓ ખેચાઇ છે. તેમજ શરદીને કારણે શરીરમાં સુસ્તી જેવું અનુભવ થાય છે. જયારે ઘણા લોકોને શરદી અને ઉધરસને કારણે માથાનો દુખાવો થાય છે. આ સમયે તમે કોઈ ટેબ્લેટ ખાવ છો. પણ તમે કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા પણ માથાનો દુખાવો દુર કરી શકો છો. 

તનાવ, અનિદ્રા અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓને કારણે માથાનો દુખાવો થાય છે. માથાનો દુખાવો થવાથી મોટાભાગના લોકો પેઈન કીલર લેવાનું શરુ કરી દે છે. પણ તમે ઈચ્છો તો કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી માથાનો દુખાવો ઠીક કરી શકો છો. ચાલો તો આ વિશે વિસ્તારથી જાણી લઈએ.1) હર્બલ ટી:- માથાનો દુખાવો થવા પર લોકો ખાસ કરીને ચા અથવા તો કોફી પીવાનું પસંદ કરે છે. પણ જો તમે શરદી કે તાવ ને કારણે માથાનો દુખાવો થઇ રહ્યો છે તો તમે હર્બલ ટી પીવી વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે ફુદીના, કેમોમાંઈલ અને લેવેન્ડર ટી પી શકો છો. તમે ઈચ્છો તો આદુની ચા પણ પી શકો છો. તેનાથી ઈમ્યુન સીસ્ટમ તેજ થાય છે. 

2) ગરમ શેક લો:- ગરમ શેક લેવાથી શરદીને કારણે થતા માથાના દુખાવાથી આરામ મળી શકે છે. આ માટે તમે એક નાનો ટુવાલ લો. તેને ગરમ પાણીમાં નાખો અને નીચવીને માથા પર રાખો. તેનાથી સ્નાયુઓ રીલેક્સ થાય છે અને દુખાવામાં રાહત મળે છે. ગરમ શેકથી તનાવથી થતા માથાના દુખાવાથી રાહત મળી શકે છે.3) એસેશીયલ ઓઈલ મસાજ:- માથાનો દુખાવો થવા પર એસેશીયલ ઓઈલથી માથાની મસાજ કરી શકાય છે. લેવેન્ડર એસેશીયલ ઓઈલ માથાના દુખાવાથી રાહત આપી શકે છે. જો તમને તેની ગંધ પરેશાન કરે તો તેને કોઈ બીજા ઓઈલમાં મિક્સ કરીને લગાવી શકાય છે. તમે ઈચ્છો તો લવિંગનું તેલથી પણ માથાની મસાજ કરી શકો છો. તેનાથી માલીશ કરવાથી માથાના દુખાવાની સાથે શરદી અને તાવથી પણ રાહત મળે છે. 

4) તુલસી અને આદુનો રસ:- તુલસી અને આદુ બંને એવી વસ્તુઓ છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જો તમને તાવને કારણે માથાનો દુખાવો થઇ રહ્યો છે તો તમે તુલસીએ ને આદુનો રસ પી શકો છો. આ માટે તમે તુલસીના થોડા પાન લો, તેનો રસ કાઢી લો. પછી તુલસી અને આદુના રસને મિક્સ કરો અને પી જાવ. તેનાથી તમને ઘણો આરામ મળે છે.5) પુરતી નીંદર કરો:- જો તમે તાવ અને શરદીથી પરેશાન છો અને તેના કારણે માથાનો દુખાવો થઇ રહ્યો છે તો તમે થોડીવાર માટે સૂઈ જાવ. તેનાથી તમને રીલેક્સનો અનુભવ થશે. માથાના દુખાવામાં પણ આરામ મળે છે. તમારે દિવસમાં 7-8 કલાકની નીંદર કરવી જોઈએ. 

જો તમને શરદી અને ઉધરસના કારણે માથાનો દુખાવો થઇ રહ્યો છે તો તમે અહી આપેલ ઉપાયોને અજમાવી શકો છો. આદુ, લવિંગ, તુલસી, લેવેન્ડરનું તેલ, અને હર્બલ ટી થી માથાના દુખાવામાં ઘણી હદ સુધી આરામ મળી શકે છે. પણ લાંબા સમયથી માથાનો દુખાવો હોય તો ડોક્ટરને જરૂરથી બતાવવું જોઈએ. આમ માથાના દુખાવાથી રાહત મેળવવામાં કેટલાક ઘરેલું  ઉપાયોને અજમાવી શકાય છે. તેનાથી તમને શરદી અને તાવ બંનેમાં પણ આરામ મળે છે. માથાના દુખાવાના ઇલાજમાં આ દેશી ઉપાયો ખુબ અસરકારક નીવડી શકે છે. તેનાથી હંમેશ માટે માથાનો દુખાવો પણ જતો રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment