મિત્રો તમે જોતા હશો કે, ઘણી વ્યક્તિઓ પોતાના નખ ખુબ વધારે છે. તેમજ નખ પર વિવિધ ડિઝાઈન પણ કરાવે છે. જેનાથી નખની સુંદરતા વધી જાય છે. પણ ઘણી વખત આ નખ આપણને ઘણી બીમારીનો સંકેત પણ આપે છે. આથી તમે નખ દ્વારા પણ પોતાનામાં કોઈ બીમારી છે કે નહિ તે જાણી શકો છો. નખના અલગ-અલગ રંગ તમારા શરીરમાં થતી બીમારીઓ તરફ ઈશારો કરે છે. ઘરે બેઠા-બેઠા તમારા સ્વાસ્થ્ય વિશે જાણવું હોય તો એક નજર તમારા નખ પર જરૂર કરો. જાણો ક્યાં રંગનો નખ કંઈ બીમારી તરફ સંકેત કરે છે.
આજની દોડતી-ભાગતી જિંદગીમાં સ્વસ્થ રહેવા માટે કેટલાક પ્રકારના ઉપાયનો ઉપયોગ લોકો કરે છે. કોઈ જીમમાં જાય છે તો કોઈ મોર્નિંગ વોક અને યોગનો સહારો લે છે. આમ છતાં પણ લોકોને કેટલાક પ્રકારની બીમારી પોતાની લપેટમાં લઈ લે છે અને પછી ડોક્ટરો ઉપર પૈસા અને સમય ખરાબ વેડફી નાખે છે.
જો તમે ઘરે બેઠા તમારા સ્વાસ્થ્યનો રિપોર્ટ કાઢવા માંગો છો તો એક નજર તમારા નખ પર જરૂર કરો. નખના રંગથી કેટલાક પ્રકારની બીમારીના લક્ષણ સમજી શકાય છે. તમારી લાઈફસ્ટાઇલની પૂરી અસર તમારા સ્વાસ્થ પર જરૂર પડે છે.
નખના રંગ આપે છે બીમારીઓનો સંકેત : શું તમે જાણો છો કે, નખ તમારા સ્વાસ્થ્યથી જોડાયેલા કેટલાક રાજ બતાવે છે. નખનો અલગ-અલગ રંગ તમારા શરીરમાં થતી બીમારી તરફ ઈશારો કરે છે. જાણો ક્યાં રંગનો નખ કઈ બીમારી તરફ ઇશારો કરે છે ?
ઇન્ફેકશનને લીધે થાય છે પીળા નખ : પીળા નખ ફંગલ ઇન્ફેકશનનો સંકેત આપે છે. ઇન્ફેકશન વધારે વધવાથી તમારા નખ ખૂબ પીળા પડી જાય છે. આ થાઇરોડ, ડાયાબિટિજ, ફેફસાની સમસ્યા અને સોરયાસીસનો સંકેત હોય છે.
સફેદ નખ લિવરથી જોડાયેલી સમસ્યાનો સંકેત આપે છે : ખૂબ સફેદ નખ થવાનું કારણ છે કે, તમને લિવરની સમસ્યા છે. એવામાં તમારી આંગળી પણ પીળી થવા લાગે છે. આ સંકેત દેખાવા લાગે તો સમજી જવું કે તમને લિવરથી જોડાયેલી સમસ્યા છે.
નીલા રંગના નખ આપે છે ફેફસા અને હાર્ટની સમસ્યાનો સંકેત : નીલા નખ ફેફસાની સમસ્યા થવાની તરફ ઈશારો કરે છે, જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં ઑક્સીજન ન મળી શકતો હોય ત્યારે આવી સમસ્યા થાય છે. નીલા રંગના નખ હાર્ટની સમસ્યા તરફ પણ ઈશારો કરે છે.
થાઈરોડનો સંકેત આપે છે કાપેલા અને તૂટેલા નખ : કેટલાક લોકોના નખ કાપેલા અને તૂટેલા હોય છે. આવા નખ થાયરોડની સમસ્યા તરફ ઈશારો કરે છે.
સોજાને લીધે રહે છે લાલ નખ : જો તમારા નખ લાલ રંગના દેખાય છે તો તમારા શરીરમાં ક્યાંક સોજા હોઈ શકે છે. તેનાથી લ્યુપસની સમસ્યા પણ થઈ શકે છે.
નખમાં ડાર્ક લાઈન એ સ્કીન કેન્સરનો સંકેત છે : કેટલાક લોકોના નખમાં ડાર્ક લાઈન હોય છે. આ સ્કીન કેન્સર તરફ ઈશારો કરે છે. જો તમારા નખમાં પણ ડાર્ક લાઈન છે તો તરત ડોક્ટરને સંપર્ક કરો.
જાડા નખ : આ સ્થિતિ ફંગલ ઇન્ફેકશનનું કારણ હોય શકે છે. જો તેને ગંભીરતથી ન લેવામાં આવે તો ડાયાબિટીસ, ફેફસામાં ઇન્ફેકશન, એગ્જિમા, સીરોસિસ પણ તેનું કારણ થઈ શકે છે. નખ જાડા થવા, પીળા થવા, વૃધ્ધિમા કમી થવી જેવા કેટલાક કારણ આની પાછળ હોય શકે છે.
નબળા નખ : સુકાયેલા, કમજોર અને ભૂરભૂરા નખ જે જલ્દી તૂટી જાય છે તેનો સીધો સંબંધ થાઈરોડ અથવા ફંગલ ઇન્ફેકશન હોય શકે છે. આ એક બાજુ ફંગલનું કારણ પણ થઈ શકે છે. જે તમારી ત્વચા અને મોં પર રૈશજનું રૂપથી બહાર આવે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ