મિત્રો તમે જાણતા હશો કે દૂધ એ અનેક પોષક તત્વોથી યુક્ત હોય છે. તેમાં આપણને જરૂરી દરેક વિટામિન, કેલ્શિયમ, ફાયબર વગેરે મળી જાય છે. પણ જો તમે દૂધનું વધુ પડતું સેવન કરો છો તેનાથી અનેક બીમારી પણ થઈ શકે છે. આથી દૂધનું વધુ સેવન કરતા પહેલા આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
કૅલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર દૂધ સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ કોઈ વખત પોષક તત્વોથી ભરપૂર દૂધ પણ કેટલાક પ્રકારની બીમારીઓનું કારણ બની જાય છે. વધારે દૂધ પીવું પણ કેવી રીતે સ્વાસ્થ્ય માટે નુકશાન પહોંચાડે છે, માટે આજે અમે તમને તેના નુકશાન પણ જણાવશું.
દૂધ અને દૂધથી બનાવેલી પ્રોડક્ટસ આપણા સ્વાસ્થ માટે કેટલા પ્રમાણમાં ફાયદાકારક છે એના વિશે આપણે નાનપણમાં બતાવવામાં આવે છે. આ જ કારણ છે કે, દૂધ વગર લોકોનું ડાયટ પૂરી નથી થતી. આમાં કોઈ શંકા નથી કે કૅલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી જેવા જરૂરી પોષક તત્વોનો સ્ત્રોત છે દૂધ. આ જ કારણ છે કે સંપૂર્ણ અને સંતુલિત ભોજનનું મહત્વનો સ્ત્રોત માનવામાં આવે છે. જો કે વિતેલા કેટલાક વર્ષોમાં સ્ટડીજ થઈ છે કે જેમાં માણસના શરીરમાં દૂધની ખરાબ અસર બતાવવામાં આવી છે. જો કે દૂધ પીવું ફાયદાકારક છે પરંતુ ખૂબ વધારે દૂધ પીવું પણ આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. તો ચાલો જાણીએ દૂધ પીવાના સાઈડ ઇફેક્ટ વિશે.
ખીલ : આ વિશે આજ સુધી જેટલા પણ રિસર્ચ થયા છે એ પ્રમાણે વધારે દૂધ પીવું અને ડેરી પ્રોડક્ટનું સેવન કરવાથી ખીલ થવાની સમસ્યા વધી જાય છે. તેનું કારણ એ છે કે, દૂધમાં પ્રાકૃતિક રૂપે ઉપલબ્ધ ગ્રોથ હાર્મોન પીપલ્સને વધારાવાનું કામ કરે છે. આ સિવાય કોઈ પ્રયોગ કર્તા પણ એવું માને છે કે, દૂધ અને દૂધથી બનતી ઉત્પાદકોઓની સાથે પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થનું સેવન વધારે કરવામાં આવે તો તેનાથી ઇન્સુલિન લેવલ બગડી જાય છે અને ખીલનું જોખમ વધારે થઈ જાય છે.
એલર્જી : એક્સપર્ટનું માનવું છે કે, સામાન્ય 5-10 ટકા બાળકોને દૂધથી એલર્જી થાય છે. તેના લીધે કોલિક એટલે કે પેટનો દુઃખાવો, કબજિયાત અને ડાયેરિયા એવી બીમારી થઈ શકે છે. કોઈ વખત વાયસ્કોને પણ દૂધની એલર્જી થઈ જાય છે.
હાડકાઓમાં ફ્રૅકચર : એક બીજી સ્ટડીજનું માનવામાં આવે તો રોજ 3 ગ્લાસ અથવા તેનાથી વધારે દૂધ પીવા વાળા લોકોને હાડકાંનું ફેકચર થવાનું જોખમ વધી જાય છે. ખાસ કરીને સ્ત્રીઓના રિસર્ચ પ્રમાણે દૂધમાં ઉપલબ્ધ ડી-ગેલેક્ટોજ નામના શુગરને લીધે આવું થાય છે. એક બીજી સ્ટડી પ્રમાણે તો વડીલો જો વધારે પ્રમાણમા દૂધ અથવા દૂધથી બનતી પ્રોડક્ટસનું સેવન કરે છે તો એમાં પણ હાડકાં ટૂટવાની સમસ્યા વધારે થતી હોય છે.
કેન્સરનું જોખમ : એક રિસર્ચની એક રીપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જો આનું ખૂબ વધારે સેવન કરવા આવે તો તેનાથી પ્રોસ્ટેટ કેન્સરની સમસ્યા વધી જાય છે. આના સિવાય વર્ષ 2012 માં પ્રકાશિત એનસીબીયાઈની એક રિપોર્ટના પ્રમાણે દૂધમાં લેક્ટોજ નામની એક ખાસ પ્રકારની શુગર હોય છે. જેનું જો વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેના લીધે સ્ત્રીઓમાં ઓવેરિયન કેન્સરની સમસ્યા વધી જાય છે.
લેક્ટોજ ઇંટોલરેન્સ : ગાયના દૂધમાં રહેલ લેક્ટોજને પચાવવું કેટલાક લોકો માટે ખૂબ મુશ્કેલ છે જેને લીધે જ ગભરામણ, પેટની સમસ્યા, ડાયેરીયા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. દૂધ અને ડેરી ઉત્પાદકને પચવાથી જોડાયેલી સમસ્યા કેટલીક વખત ગંભીર પણ થઈ શકે છે.
હદય રોગની સમસ્યા : એક સ્ટીજ પ્રમાણે ખૂબ વાધારે પ્રમાણમા દૂધ પીવાથી સ્ત્રી અને પુરુષ બંનેને હૃદય રોગની સમસ્યા વધી જાય છે. સ્ટીજના પ્રમાણે રોજ 3 ગ્લાસ દુધ અથવા એનાથી વધારે દૂધ પીવાથી પુરુષમાં હૃદય રોગનું કારણ થઈ શકે છે અને મૃત્યુની સમસ્યા 10 ટકા સુધી વધી જાય છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ