ચહેરો અને વાળ પણ બની જશે એકદમ સુંદર અને આકર્ષક , મુલતાની માટીમાં મેળવી ને લગાવો આ એક વસ્તુ , મોંઘા પાર્લરના ખર્ચા બચી જશે

મિત્રો દરેક સ્ત્રી ઈચ્છે છે કે, તેની ત્વચા ખુબ આકર્ષક અને સુંદર બને. આ માટે તે અનેક બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પણ ત્વચામાં જેવો નિખાર આવવો જોઈએ તેવો નથી આવતો. અથવા તો કહીએ કે નિખાર આવે તો તે કાયમ નથી રહેતો. આથી તમારે એવા ઉપાયો અપનાવવા જોઈએ જેનાથી તમારા ચહેરાની સુંદરતા કાયમ માટે જળવાઈ રહે. આ માટે એક ખુબ દેશી ઉપાય અથવા તો ત્વચા માટે ઔષધી કહી શકીએ તેવી મુલ્તાની માટી છે. જેના ઉપયોગથી તમારો ચહેરો સુંદર અને આકર્ષક બની જશે.

ચહેરાને સુંદર બનાવવા માટે લોકો કેટલાય પ્રોડક્ટનો ઉપયોગ કરે છે અને આ પ્રોડક્ટ પાછળ ઘણો રૂપિયો બરબાદ કરે છે. પણ જુના સમયની ઘણી રેમેડીજ આજે પણ નવા જમાનાની પ્રોડક્ટ્સ પર ભારે પડે છે. આ સિવાય તેનો ખર્ચ પણ ઘણો ઓછો છે. આપણા વડીલો તેનો ઉપયોગ સદીયોથી કરતા આવ્યા છે. તેમાંથી એક છે મુલ્તાની માટી. જે ત્વચા માટે ખુબ જ સારી છે. તે ત્વચા અને વાળને સુંદર અને મુલાયમ બનાવે છે.

માટીની આ રીતે બનાવો પેસ્ટ : કોઈ પણ પ્રકારની સ્કીન પર તેનો ઉપયોગ કરી શકાય છે. પણ તેનું સ્મૂથ પેસ્ટ બનાવવી ખુબ જરૂરી છે. અલગ અલગ સ્કીન પર તેનો પ્રયોગ કરવા માટે માટીની પેસ્ટ એક જ હશે. પેસ્ટ બનાવવા અંતે મુલ્તાની માટીને રાત્રે પાણીમાં પલાળી દો. માત્ર એટલા જ પાણીનો ઉપયોગ કરો જેટલામાં તેનું જાડું પેસ્ટ બની શકે.

ઓઈલી સ્કીન માટે આ રીતે કરો પ્રયોગ : જેમની સ્કીન ઓઈલી છે તેમણે મુલ્તાની માટીના 2 ચમચી પેસ્ટમાં 1 ચમચી ગુલાબજળ અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને પોતાના ચહેરા પર ફેસ પેકની રીતે ચહેરા પર 15 મિનીટ માટે લગાવી લો. સુકાઈ ગયા પછી તેને નોર્મલ પાણીથી ધોઈ નાખો. ચહેરાને ટુવાલથી લુછી નાખો. પછી ચહેરા પર વોટર બેસ્ડ મોઈસ્યુરાઈઝર લગાવી લો.

ડ્રાઈ સ્કીન માટે આ રીતે કરો પ્રયોગ : જે લોકોની સ્કીન ડ્રાઈ છે તેમણે મુલ્તાની માટીના 2 ચમચી પેસ્ટ લો. તેમાં એક ટેબલ સ્પુન મધ અને એટલું જ એલોવેરા જેલ મિક્સ કરી દો. પછી ચહેરા પર લગાવી લો. 15 મિનીટ પછી સુકાઈ જાય એટલે તેને નોર્મલ પાણીથી ધોઈ નાખો. પછી ચહેરા પર ક્રીમ લગાવી લો.

ગ્લોઇન્ગ સ્કીન માટે બનાવો આ પેક : જો તમે ગ્લોઇન્ગ સ્કીન ઈચ્છો છો તો 2 ચમચી મુલ્તાની માટીમાં એક ચમચી દહીં અને 1 ચપટી હળદળ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. હવે પોતાના ચહેરા પર લગાવો અને 20 મિનીટ સુધી તેને સુકાવા દો. સુકાઈ ગયા પછી નોરમલ પાણીથી ચહેરો ધોઈ નાખો.

વાળને કોમળ બનાવવા માટે આ રીતે કરો તેનો ઉપયોગ : રાત્રે માટીને કોઈ વાસનામાં પલાળી દો. સવારે આ પેસ્ટને હલાવી નાખો. વાળમાં નાખો અને પછી વાળને પલાળી દો. વાળના જડ સુધી મુલ્તાની માટીનું પેસ્ટ નાખો. બધા વાળમાં નાખી દો. 5 મિનીટ માટે મસાજ કરો. પછી વાળને નોર્મલ પાણીથી ધોઈ નાખો. તેનાથી વાળ કોમળ અને જો વાળમાં ખોડો હશે તો તે દુર થઈ જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment