મિત્રો તમે જોયું હશે કે, બોલીવુડની ઘણી એવી એક્ટ્રેસ છે જે પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. તેમજ ઘણી એવી એક્ટ્રેસ પણ છે જે પોતાના પતિ સામે વૃદ્ધ દેખાય છે. પણ શું કરીએ, જ્યારે પ્રેમ થઈ જાય ત્યારે પ્રેમ ઉંમરને નથી જોતો. જેને કારણે ઘણી વખત જોડી કદરૂપી લાગે છે. આજે અમે તમને એવી એક્ટ્રેસ વિશે જણાવીશું જે પોતાના પતિ સામે વૃદ્ધ દેખાય છે.
‘ના ઉમ્ર કી સીમા હો, નાં જન્મ ક હો બંધન’ આ ગીત બોલીવુડના ઘણા લોકોને લાગુ પડે છે. જ્યારે માણસને પ્રેમ થાય છે ત્યારે તે જાત-પાત, નાના-મોટા કંઈ પણ દેખાતું નથી.અને તેમને કોઈ પણ વાતથી કંઈ ફેર નથી પડતો. તેઓ સામે વાળાની ઉંમર પણ નથી જોતા. આજે આપણે એવી એક્ટ્રેસ વિશે જાણીશું જે પોતાના પતિ કરતા ઘણી મોટી છે ને પતિ સામે વૃદ્ધ દેખાય છે.
પ્રિયંકા ચોપડા : દેસી ગર્લ પ્રિયંકા ચોપડા એ અમેરિકન સિંગર નીક સાથે લગ્ન કર્યા છે. ગયા વર્ષે બંનેના લગ્નની ખુબ જ ચર્ચા થઈ હતી. તમને જણાવી દઈએ કે નીક જોનસ પ્રિયંકા કરતા 10 વર્ષ નાનો છે. જ્યાં પ્રિયંકાની ઉંમર 36 વર્ષ છે જ્યારે નીક 26 વર્ષના જ છે. જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે લોકોએ તેની ઉંમરના ગેપને લઈને ખુબ જ મજાક કરી હતી. પણ બંને પર આ વાતની કોઈ અસર થઈ ન હતી અને આજે તેઓ શાંતિથી વિવાહિત જીવન જીવી રહ્યા છે.
અમૃતા સિંહ : સેફ અલી ખાન બોલીવુડનો છોટે નવાબથી ઓળખાય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ સેફના પહેલા લગ્ન અભિનેત્રી અમૃતા સિંહ સાથે થયા હતા. તેમણે લગ્ન ચુપચાપ કર્યા હતા. તેમના લગ્નથી તેમના પરિવારના લોકો ખુબ નારાજ થયા હતા. અમૃતાની ઉંમર ઘણી વધારે હતી. તેમના લગ્ન સમયે સેફની ઉંમર 21 વર્ષ હતી અને અમૃતા તેના કરતા 13 વર્ષ મોટી હતી. ત્યારે તેની ઉંમર 34 વર્ષ હતી. હાલ બંનેના તલાક થઈ ગયા છે.
એશ્વર્યા રાય : વર્ષ 2007 માં અભિષેક અને એશ્વર્યા રાયના લગ્ન થયા હતા. એશ્વર્યા અભિષેક કરતા બે વર્ષ મોટી છે. એશ્વર્યાની ઉંમર 45 વર્ષ છે જ્યારે અભિષેકની ઉંમર 43 વર્ષ છે. બન્ને વચ્ચે ખુબ સારું બને છે. બંને ખુબ જ સારું વિવાહિત જીવન જીવી રહ્યા છે. બંને વચ્ચે ઉંમરનો વધુ તફાવત નથી છતાં પણ લોકોએ તેમની મજાક કરી હતી.
અર્ચના પુરણ સિંહ : અર્ચના પુરણ સિંહ બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી હીટ ફિલ્મોમાં ખુબ સારો અભિનય કર્યો છે. તે પોતાની કલા દ્વારા દર્શકોનું મનોરંજન કરે છે. તમને જણાવી દઈએ કે, અર્ચના પુરણ સિંહ પોતાનાથી 7 વર્ષ નાના પરમીત સેઠી સાથે લગ્ન કર્યા છે. બંને વચ્ચે ઉંમરનો તફાવત ઘણો છે પણ બંને વચ્ચે ખુબ પ્રેમ છે.
નમ્રતા શિરોડકર : નમ્રતા શિરોડકર એક સમયની બોલીવુડની હીટ અભિનેત્રી માનવામાં આવે છે. નમ્રતા એ ‘કચ્ચે ધાગે’ અને ‘વાસ્તવ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. મિસ ઇન્ડિયા રહેલી નમ્રતા શિરોડકર ફિલ્મી કરિયરની શરૂઆત 1998 માં આવેલી ‘જબ પ્યાર કિસી સે હોતા હે’ કરી હતી. છેલ્લે 2004 માં આવેલી ફિલ્મ ‘રોક સકો તો રોક લો’ માં નેરેટરની ભૂમિકામાં નજર આવી હતી. નમ્રતાએ સાઉથ સુપર સ્ટાર મહેશ બાબુ સાથે લગ્ન કર્યા છે. જે તેનાથી ઉંમરમાં 4 વર્ષ નાના છે.
આમ આ બોલીવુડ અભિનેત્રીઓ પોતાના પતિથી નાની હોવાથી પતિ સામે હવે વૃદ્ધ દેખાય છે. જે તેમની ઉંમરને સાફ દેખાડે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ